Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખાણી-પીણી અને ગંદકી ફેલાવતા એકમો પર મનપાની તવાઈ:એક જ રાતમાં 1,170 સ્થળે ચેકિંગ, 375.5 કિલો અખાદ્ય ખોરાકનો નાશ અને 5.78 લાખનો દંડ

    15 hours ago

    સુરત મહાનગરપાલિકા દ્વારા જાહેર આરોગ્યની સુરક્ષા, પર્યાવરણીય સ્વચ્છતા અને ઘન કચરા વ્યવસ્થાપનના નિયમોનું ચુસ્ત પાલન કરાવવાના હેતુથી શહેરભરમાં એક વિશેષ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઝુંબેશ અંતર્ગત મનપાની નાઇટ સ્ક્વોડની ટીમોએ શહેરના તમામ ઝોનમાં રાત્રિના સમયે સઘન ચેકિંગ હાથ ધરીને ગંદકી ફેલાવતા, વાસી-અખાદ્ય ખોરાક વેચતા અને પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વપરાશ કરતા વેપારીઓ સામે કડક દંડાત્મક કાર્યવાહી કરી હતી. તમામ ઝોનમાં નાઇટ સ્ક્વોડનું વ્યાપક ચેકિંગ તારીખ 05 ઓગસ્ટના રોજ નાઇટ સ્ક્વોડની અલગ-અલગ ટીમો દ્વારા શહેરના સેન્ટ્રલ ઝોન (નવસારી બજાર, બેગમપુરા, ગલેમંદિર, ચોટાપુલ), ઈસ્ટ ઝોન-એ (વરાછા મેઈન રોડ, કોહીનુર, પુણા, બોમ્બે માર્કેટ), ઈસ્ટ ઝોન-બી (સરથાણા), વેસ્ટ ઝોન (અડાજણ પાટીયા, રાંદર, પાલ), નોર્થ ઝોન (કતારગામ, અમરોલી, છાપરાભાઠા રોડ), સાઉથ ઝોન-એ અને બી, સાઉથ વેસ્ટ ઝોન (વીઆઈપી રોડ, મગદલ્લા, મહાવીર કોલેજ) તથા સાઉથ ઈસ્ટ ઝોન (લિંબાયત) ના મુખ્ય વ્યાપારી અને ખાણી-પીણીના વિસ્તારોમાં રાતોરાત દરોડા પાડવામાં આવ્યા હતા. 375 કિલો અખાદ્ય જથ્થાનો નાશ આ સઘન તપાસ દરમિયાન નાઇટ સ્ક્વોડની ટીમો દ્વારા કુલ 1,170 સંસ્થાઓ અને એકમોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન આરોગ્ય માટે હાનિકારક એવો 375.5 કિલો અખાદ્ય ખોરાક મળી આવતાં તેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, પર્યાવરણને નુકસાન પહોંચાડતું 182.2 કિલો પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું હતું. 616 શખસોને દંડ અને 135 એકમોને નોટિસ નિયમોનો ભંગ કરવા બદલ મનપા દ્વારા કુલ 616 શખસોને દંડ ફટકારવામાં આવ્યો હતો, જ્યારે ગંભીર અનિયમિતતાઓ જણાતાં 135 એકમોને કારણદર્શક (શો-કોઝ) નોટિસ પાઠવવામાં આવી હતી. આ સમગ્ર કાર્યવાહી દરમિયાન સુરત મહાનગરપાલિકા દ્વારા કુલ રૂ. 5,78,800 નો વહીવટી ચાર્જ/દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. મનપાની આ કડક કાર્યવાહીથી નિયમભંગ કરતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
    Click here to Read More
    Previous Article
    મોહન ભાગવત Gen-Z અને જેન-આલ્ફા સાથે વાતચીત કરશે:2 હજાર વિદ્યાર્થીઓ હાજર; અગાઉ કહ્યું હતું કે- નવી પેઢીને આદેશ ન આપો, વાતચીત કરો
    Next Article
    150 હાથીઓ જેટલું વજન ધરાવતા મેટ્રોના ગર્ડરનું લોન્ચિંગ, ડ્રોન VIDEO:864 મેટ્રિક ટન વજન અને 86 મીટર લંબાઈ, સુરતમાં મેટ્રો પ્રોજેક્ટની કામગીરી પૂરજોશમાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment