Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દાહોદમાં ‘નારી વંદન ઉત્સવ’ યોજાયો:દીકરીઓમાં આત્મનિર્ભરતા અને કાયદાકીય જાગૃત કરવા આયોજન કરાયું

    12 hours ago

    દાહોદ ખાતે આઈ.સી.ડી.એસ. અને મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે ‘નારી વંદન ઉત્સવ’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ દીકરીઓમાં આત્મનિર્ભરતા અને કાયદાકીય જાગૃતિ લાવવાનો હતો. સનરાઈઝ કોલેજ ઓફ નર્સિંગ ખાતે યોજાયેલા આ ઉત્સવનો ઉદ્દેશ્ય દાહોદ જિલ્લામાં મહિલાઓ અને દીકરીઓના સર્વાંગી વિકાસ તથા સશક્તિકરણને વેગ આપવાનો હતો. જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ડૉ. સુધીર જોશીના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં યુવતીઓમાં આત્મવિશ્વાસ, નેતૃત્વ ગુણો અને સ્વાવલંબન કેળવવા પર ભાર મૂકવામાં આવ્યો. કાર્યક્રમની શરૂઆતમાં મહિલા અને બાળ અધિકારીની કચેરીના જેન્ડર સ્પેશિયાલિસ્ટ જહાંઆરા પઠાણે વિદ્યાર્થીનીઓને મહિલા સશક્તિકરણ, આત્મનિર્ભરતા અને નેતૃત્વ ક્ષમતા અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અને મહિલાઓના કાનૂની અધિકારો વિશે માહિતી આપી, નારી જાગૃતિના મહત્વ પર ભાર મૂક્યો. અધ્યક્ષસ્થાનેથી માર્ગદર્શન આપતા ડૉ. સુધીર જોશીએ પોષણયુક્ત આહારનું મહત્વ સમજાવ્યું અને કુપોષણથી થતી આડઅસરો વિશે ચેતવણી આપી. તેમણે કિશોરીઓના સ્વાસ્થ્ય, સુરક્ષા અને સાવચેતી અંગે ઉપયોગી સૂચનો પણ કર્યા. ડૉ. જોશીએ દીકરીઓના શિક્ષણનું પ્રમાણ જળવાઈ રહે અને ડ્રોપઆઉટ રેશિયો ઘટે તે માટે ચિંતા વ્યક્ત કરી. તેમણે અભ્યાસ અધૂરો છોડી ચૂકેલી દીકરીઓને પુનઃશિક્ષણ સાથે જોડવા અને તેમને ફરીથી પ્રવેશ અપાવવા માટે સૌને સક્રિયપણે સહભાગી બનવા આહ્વાન કર્યું. આ કાર્યક્રમમાં મહિલા સુરક્ષા અને તેમના રક્ષણ માટેના કાયદાકીય પાસાઓ અંગે પણ ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. કોલેજની વિદ્યાર્થીનીઓએ આ સેમિનારમાં ઉત્સાહભેર ભાગ લીધો અને મહિલા સશક્તિકરણ, સુરક્ષા તેમજ શિક્ષણ જેવા વિષયો પર પોતાના મૌલિક વિચારો રજૂ કર્યા. આઈ.સી.ડી.એસ. અને મહિલા અને બાળ વિકાસ વિભાગના આ સંયુક્ત પ્રયાસથી દાહોદની યુવતીઓમાં નવો આત્મવિશ્વાસ જોવા મળ્યો. દીકરીઓ ભણતરની સાથેસાથે પોતાના અધિકારો અને સ્વાસ્થ્ય પ્રત્યે સભાન બને તેમજ ભવિષ્યમાં નેતૃત્વ સંભાળી શકે તેવા ઉમદા ધ્યેય સાથે યોજાયેલો આ ‘નારી વંદન ઉત્સવ’ સફળતાપૂર્વક સંપન્ન થયો.
    Click here to Read More
    Previous Article
    સક્કરબાગ ઝૂમાં સિંહના બચ્ચાઓનો હાથથી ઉછેર કરી ડિસ્પ્લે કરાયા.:જૂનાગઢના સક્કરબાગ ઝૂમાં સિંહના બાળ બચ્ચાઓનો માનવ સ્પર્શથી કરાયો સફળ ઉછેર: 7 મહિનાની ઉંમરે પ્રવાસીઓ માટે કરાયા મુક્ત, પ્રવાસીઓમાં ભારે ઉત્સાહ.
    Next Article
    મોણપર ગામે બાઈક અથડાવવાના મામલે વૃદ્ધ ખેડૂત પર હુમલો:લૌકિક કામે જઈ રહેલા વૃદ્ધની બાઈકને અજાણ્યા શખસે અડફેટે લીધી, પિતાને બચાવવા પુત્ર દોડી આવતાં હુમલાખોર ફરાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment