Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોણપર ગામે બાઈક અથડાવવાના મામલે વૃદ્ધ ખેડૂત પર હુમલો:લૌકિક કામે જઈ રહેલા વૃદ્ધની બાઈકને અજાણ્યા શખસે અડફેટે લીધી, પિતાને બચાવવા પુત્ર દોડી આવતાં હુમલાખોર ફરાર

    13 hours ago

    ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના મોણપર ગામે બાઈક અથડાવવાના નજીવા પ્રશ્ને એક વૃદ્ધ ખેડૂત પર હુમલો કરી, ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપવાનો બનાવ સામે આવ્યો છે. ઈજાગ્રસ્ત વૃદ્ધને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે આ મામલે બગદાણા પોલીસ સ્ટેશનમાં આરોપી સામે સત્તાવાર ફરિયાદ નોંધાઈ છે. લૌકિક કામે જઈ રહેલા વૃદ્ધની બાઈક સાથે સામેથી બાઈક અથડાવી પોલીસમાંથી મળતી વિગતો મુજબ મોણપર ગામના વાડી વિસ્તારમાં રહી ખેતીકામ કરતા હમલુભાઈ રૂડુભાઈ કંટારીયા (ઉં.વ. 70) ગઈકાલે પોતાની બાઈક લઈને ગામમાં લૌકિક કામે જઈ રહ્યા હતા. આ દરમિયાન માતલપર-ખારી અને મોણપર-ડુંગરપર ચોકડી પાસે સામેથી રોંગ સાઈડમાં બાઈક લઈને આવી રહેલા કેશુ નાનાભાઈ રાઠોડ નામના શખ્સે હમલુભાઈની બાઈક સાથે પોતાની બાઈક જોરથી અથડાવી દીધી હતી. પિતાને બચાવવા પુત્ર દોડી આવતાં હુમલાખોર ફરાર બાઈક અથડાયા બાદ હમલુભાઈ નીચે પડી જતાં આરોપી કેશુ રાઠોડે ઉશ્કેરાઈને તેમને ગાળો આપી હતી અને ઢીકાપાટુનો મુંઢમાર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ વખતે દેકારો થતાં વૃદ્ધના પુત્ર તેમને બચાવવા દોડી આવ્યા હતા. પુત્રને આવતો જોઈ આરોપી કેશુ રાઠોડ ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો. બગદાણા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી ઈજાગ્રસ્ત વૃદ્ધ ખેડૂત હમલુભાઈને ત્વરિત સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે હમલુભાઈની ફરિયાદના આધારે બગદાણા પોલીસે આરોપી કેશુ નાનાભાઈ રાઠોડ સામે BNS (ભારતીય ન્યાય સંહિતા) ની કલમ 281, 115(2) અને 351(2) મુજબ ગુનો દાખલ કરી આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    દાહોદમાં ‘નારી વંદન ઉત્સવ’ યોજાયો:દીકરીઓમાં આત્મનિર્ભરતા અને કાયદાકીય જાગૃત કરવા આયોજન કરાયું
    Next Article
    'પોલીસવાળાએ મારી નાખ્યો' પરિવારનું હૈયાફાટ રૂદન:સુરત સિવિલ કોર્ટમાં યુવકનું અચાનક ઢળી પડતાં કરૂણ મોત, પોલીસ કસ્ટડીમાં ઢોર માર માર્યાનો આક્ષેપ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment