Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સક્કરબાગ ઝૂમાં સિંહના બચ્ચાઓનો હાથથી ઉછેર કરી ડિસ્પ્લે કરાયા.:જૂનાગઢના સક્કરબાગ ઝૂમાં સિંહના બાળ બચ્ચાઓનો માનવ સ્પર્શથી કરાયો સફળ ઉછેર: 7 મહિનાની ઉંમરે પ્રવાસીઓ માટે કરાયા મુક્ત, પ્રવાસીઓમાં ભારે ઉત્સાહ.

    11 hours ago

    ​જૂનાગઢ સક્કરબાગ પ્રાણીસંગ્રહાલય દ્વારા વન્યજીવ સંરક્ષણ અને સંવર્ધન ક્ષેત્રે વધુ એક પ્રશંસનીય સિદ્ધિ હાસલ કરવામાં આવી છે. સામાન્ય રીતે એશિયાટીક સિંહના નવજાત બચ્ચાઓનો ઉછેર તેમની માતા દ્વારા જ કુદરતી રીતે કરવામાં આવતો હોય છે, પરંતુ કેટલીક ખાસ અને વિપરીત પરિસ્થિતિઓમાં સક્કરબાગ ઝૂના વહીવટી તંત્ર અને વેટરનરી તબીબોની ટીમ દ્વારા સિંહના બચ્ચાઓને 'હેન્ડ રેઝ' એટલે કે માનવ હસ્તક્ષેપ દ્વારા હાથથી ઉછેરીને મોટો કરવાનો સફળ પ્રયોગ કરવામાં આવ્યો છે. હાલ આ બચ્ચાઓ સંપૂર્ણ સ્વસ્થ અને સક્રિય થઈ જતાં તેમને પ્રાણીસંગ્રહાલયના ડિસ્પ્લે કેજમાં મુલાકાતીઓ અને પ્રવાસીઓના આકર્ષણ માટે મૂકવામાં આવ્યા છે. ​સક્કરબાગ ઝૂ ના ડીસીએફ રાજદીપસિંહે ઝાલા એ જણાવ્યું હતું કે ઘણીવાર એવું બનતું હોય છે કે જ્યારે કોઈ પ્રથમ વખત માતા બનતી સિંહણ બચ્ચાને જન્મ આપે, ત્યારે અનુભવના અભાવે તે પોતાના બચ્ચાની યોગ્ય સંભાળ રાખી શકતી નથી. આ ઉપરાંત, કેટલીકવાર સિંહણ ભારે સ્ટ્રેસ માં હોય અથવા તો બહારના જંગલ વિસ્તારમાંથી રેસ્ક્યૂ કરીને લાવવામાં આવેલી સિંહણ જ્યારે બંધનાવસ્થા કે પાંજરામાં બચ્ચાને જન્મ આપે ત્યારે પણ સ્ટ્રેસ ફેક્ટરને કારણે બચ્ચાનું પ્રોપર કેરિંગ થઈ શકતું નથી. આવી પરિસ્થિતિમાં નવજાત બચ્ચાઓના જીવન સામે ગંભીર જોખમ ઊભું થતું હોય છે. ​જ્યારે પણ બચ્ચાઓના અસ્તિત્વ અને જીવન સામે કોઈ સંકટ જણાય, ત્યારે ઝૂ તંત્ર દ્વારા અત્યંત સંવેદનશીલતા દાખવીને તેમને માતાથી વિખૂટા પાડવાનો નિર્ણય લેવામાં આવે છે. ત્યારબાદ આ નવજાત બચ્ચાઓને તાત્કાલિક અસરથી સક્કરબાગ ઝૂના રેસ્ક્યૂ એન્ડ રિહેબિલિટેશન સેન્ટર એટલે કે એનિમલ હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે. ત્યાં તબીબોની વિશેષ દેખરેખ હેઠળ બચ્ચાઓના શારીરિક વિકાસ માટે તમામ જરૂરી એવા મેક્રો અને માઇક્રો ન્યુટ્રિઅન્ટ્સ મળી રહે તે પ્રકારનું આયોજન કરવામાં આવે છે. તેમને માતાના દૂધની વિકલ્પરૂપે ખાસ 'મિલ્ક રિપ્લેસર ફોર્મ્યુલા' દ્વારા દર 2 થી 3 કલાકના સમયાંતરે નિયમિત ફીડિંગ કરાવવામાં આવે છે. ​બચ્ચાઓ જેમ જેમ મોટા થાય તેમ તેમ તેમના ખોરાકમાં પણ ફેરફાર કરવામાં આવે છે. સતત ત્રણ મહિના સુધી દૂધ અને વિટામિન્સ પર રાખ્યા બાદ, જ્યારે બચ્ચાઓ ૩ મહિનાના થાય છે ત્યારે તેમને સોલિડ ખોરાક આપવાનું શરૂ કરવામાં આવે છે. જેમાં મટન અને ચિકનનો ઝીણો કીમો બનાવીને તેમને ધીમે ધીમે ટેવાય છે, જેથી તેમનું પાચનતંત્ર મજબૂત બને. જ્યારે આ બચ્ચાઓ ૭ મહિનાની ઉંમરના થઈ જાય અને સંપૂર્ણપણે સક્ષમ બને, ત્યારે તેમને પ્રવાસીઓ માટેના ડિસ્પ્લે કેજમાં શિફ્ટ કરવામાં આવે છે. ​ઝૂ-બોર્ન એટલે કે પ્રાણીસંગ્રહાલયના વાતાવરણમાં જ જન્મેલા અને માનવ સ્પર્શ વચ્ચે ઉછરેલા હોવાથી આ બચ્ચાઓને મનુષ્યો કે મુલાકાતીઓની હાજરીથી કોઈ સ્ટ્રેસ કે ભય અનુભવાતો નથી. તેઓ પાંજરામાં અત્યંત ઉત્સાહથી દોડાદોડ અને કૂદાકૂદ કરીને પોતાની રમતિયાળ પ્રવૃત્તિઓ દર્શાવે છે. સક્કરબાગ ઝૂમાં આવતા પ્રવાસીઓ અને ખાસ કરીને નાના બાળકો સિંહના આ નાનકડા બાળ બચ્ચાઓની મસ્તી અને અટખેલીઓ જોઈને ભારે રોમાંચ અને આનંદની અનુભૂતિ કરી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    નિયમ સરખો પણ વસ્તુના વેચાણનો નિર્ણય અલગ:બીયુ પરવાનગી વિનાની સીલ કરવામાં આવેલી દુકાનો માત્ર રાખડીઓના વેચાણ માટે ખોલવા ભાજપના ચેરમેનની સૂચના
    Next Article
    દાહોદમાં ‘નારી વંદન ઉત્સવ’ યોજાયો:દીકરીઓમાં આત્મનિર્ભરતા અને કાયદાકીય જાગૃત કરવા આયોજન કરાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment