Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નિયમ સરખો પણ વસ્તુના વેચાણનો નિર્ણય અલગ:બીયુ પરવાનગી વિનાની સીલ કરવામાં આવેલી દુકાનો માત્ર રાખડીઓના વેચાણ માટે ખોલવા ભાજપના ચેરમેનની સૂચના

    10 hours ago

    અમદાવાદના રામોલ વિસ્તારમાં ફટાકડાની ફેક્ટરીમાં થયેલા ભીષણ બ્લાસ્ટમાં 11 લોકોના મોત નીપજ્યા હતા. આ કરુણ દુર્ઘટના બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના એસ્ટેટ અને ફાયર વિભાગ દ્વારા શહેરભરમાં ઝુંબેશ ચલાવીને ફાયર NOC, બીયુ પરમિશન અને પોલીસ પરવાનગી વગર ચાલતી આશરે 60 જેટલી ફટાકડાની દુકાનો અને ગોડાઉનોને સીલ કરી દેવામાં આવ્યા હતા. જોકે, હવે રક્ષાબંધનના તહેવારને ધ્યાનમાં રાખીને ભાજપના શાસકો દ્વારા આ સીલ કરાયેલી દુકાનોને ફરીથી ખોલી આપવાનો નિર્ણય લેવામાં આવતાં રાજકારણ ગરમાયું છે. 'માત્ર રાખડીઓ જ વેચી શકાશે', બોન્ડ લખાવીને દુકાનો ખોલવા આદેશ આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ચેરમેન કમલેશ પટેલે અધિકારીઓને સૂચના આપી હતી કે, જે દુકાનો સીઝનેબલ વેપાર કરે છે તેમને રક્ષાબંધનના તહેવારમાં નુકસાન ન જાય તે માટે લેખિત બોન્ડ લઈને દુકાનો ખોલી આપવામાં આવે. વેપારીઓએ લેખિતમાં બાંહેધરી આપવાની રહેશે કે, તેઓ દુકાનમાં માત્ર રાખડીઓનો જ ધંધો કરશે અને કોઈપણ પ્રકારના ફટાકડાનું વેચાણ કરશે નહીં. જો રાખડી સિવાય અન્ય કોઈ પ્રવૃત્તિ કે ફટાકડાનું વેચાણ જણાશે તો ત્વરિત ફરીથી સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવશે. ભાજપના નેતાઓની ભલામણ અને નિયમો સામે સવાલો ઉલ્લેખનીય છે કે, કોટ વિસ્તાર સહિત શહેરના વિવિધ ભાગોમાં સીલ કરાયેલી દુકાનોના વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું હોવાની રજૂઆતો ભાજપના પૂર્વ કોર્પોરેટરો દ્વારા મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સમક્ષ કરવામાં આવી હતી. આ રજૂઆતો બાદ બીયુ પરવાનગી અને ફાયર સેફ્ટી વગરની આ મિલકતોને રાખડી વેચવાના નામે ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. જોકે, આ નિર્ણયથી ચર્ચા જાગી છે કે, જે મિલકતો બીયુ પરવાનગી વગરની હોવાથી સીલ કરાઈ હતી, તેને હવે તહેવારના નામે રાહત આપીને નેતાઓ દ્વારા જ કાયદાકીય નિયમોમાં છૂટછાટ આપવામાં આવી રહી છે..
    Click here to Read More
    Previous Article
    ભરુચમાં સંત સમાજનું શક્તિ પ્રદર્શન:સંસદ પરિસરમાં સનાતન સંસ્કૃતિના કથિત અપમાનનો વિરોધ; કલેક્ટરને આવેદનપત્ર સોંપાયું
    Next Article
    સક્કરબાગ ઝૂમાં સિંહના બચ્ચાઓનો હાથથી ઉછેર કરી ડિસ્પ્લે કરાયા.:જૂનાગઢના સક્કરબાગ ઝૂમાં સિંહના બાળ બચ્ચાઓનો માનવ સ્પર્શથી કરાયો સફળ ઉછેર: 7 મહિનાની ઉંમરે પ્રવાસીઓ માટે કરાયા મુક્ત, પ્રવાસીઓમાં ભારે ઉત્સાહ.

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment