Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરુચમાં સંત સમાજનું શક્તિ પ્રદર્શન:સંસદ પરિસરમાં સનાતન સંસ્કૃતિના કથિત અપમાનનો વિરોધ; કલેક્ટરને આવેદનપત્ર સોંપાયું

    9 hours ago

    ગુરુવારે ભરૂચમાં સનાતન સંત સમાજ દ્વારા સંસદ પરિસરમાં સનાતન સંસ્કૃતિ, ભગવા વસ્ત્રો અને સાધુ-સંતોના કથિત અપમાનના વિરોધમાં વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. આ વિરોધ પ્રદર્શનમાં ભરૂચ જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં સંતો અને શ્રદ્ધાળુઓ જોડાયા હતા. વિરોધ પ્રદર્શનની શરૂઆત નર્મદા એપાર્ટમેન્ટ નજીક આવેલા સંકટ મોચન હનુમાન મંદિર ખાતેથી થઈ હતી, જ્યાંથી સંતો અને શ્રદ્ધાળુઓએ રેલી સ્વરૂપે જિલ્લા કલેક્ટર કચેરી સુધી કૂચ કરી હતી. રેલી દરમિયાન સંત સમાજના આગેવાનો અને શ્રદ્ધાળુઓએ સનાતન ધર્મના સમર્થનમાં અને દોષિતો સામે કડક કાર્યવાહીની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. કલેક્ટર કચેરી ખાતે પહોંચીને તેમણે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું, જેમાં રાષ્ટ્રપતિ સુધી આ આવેદનપત્ર પહોંચાડવાની માંગ કરવામાં આવી હતી. આવેદનપત્રમાં સંત સમાજે આક્ષેપ કર્યો હતો કે સંસદ પરિસરમાં કેટલાક રાજકીય નેતાઓ દ્વારા કરાયેલા કથિત કૃત્યથી સનાતન ધર્મ, ભગવા વસ્ત્રો અને સાધુ-સંતોની પરંપરાનું અપમાન થયું છે. આનાથી કરોડો સનાતનીઓની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી છે. રજૂઆતમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે રાજકીય લાભ માટે ભગવા વસ્ત્રોનો ઉપયોગ કરીને સંત સમાજની છબીને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સંત સમાજે આ મામલે સંડોવાયેલા લોકો સામે ગંભીર કલમો હેઠળ એફઆઈઆર નોંધવા, કડક કાનૂની કાર્યવાહી કરવા અને સંબંધિત સાંસદો સામે બંધારણીય જોગવાઈઓ મુજબ કાર્યવાહી કરવાની માંગ કરી હતી. આ ઉપરાંત, સંત સમાજ અને આશ્રમોને થયેલા કથિત આર્થિક નુકસાનની ભરપાઈ કરાવવાની પણ માંગ આવેદનપત્રમાં કરવામાં આવી હતી. સંત સમાજના આગેવાનોએ ચેતવણી ઉચ્ચારી હતી કે જો આ મુદ્દે તાત્કાલિક અને કડક કાર્યવાહી નહીં કરવામાં આવે તો આગામી સમયમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    આફ્રિકન યુવતીએ ફેસબુક પર મિત્ર બની રાજકોટના ખેડૂતને ખંખેર્યો:ગિફ્ટ મોકલી હોવાનું કહી 6 લાખ પડાવ્યા, હિન્દીમાં વાતચીત કરવા AIનો ઉપયોગ કરતી
    Next Article
    નિયમ સરખો પણ વસ્તુના વેચાણનો નિર્ણય અલગ:બીયુ પરવાનગી વિનાની સીલ કરવામાં આવેલી દુકાનો માત્ર રાખડીઓના વેચાણ માટે ખોલવા ભાજપના ચેરમેનની સૂચના

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment