Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આફ્રિકન યુવતીએ ફેસબુક પર મિત્ર બની રાજકોટના ખેડૂતને ખંખેર્યો:ગિફ્ટ મોકલી હોવાનું કહી 6 લાખ પડાવ્યા, હિન્દીમાં વાતચીત કરવા AIનો ઉપયોગ કરતી

    8 hours ago

    આફ્રિકન યુવતીએ ફેસબુક પર રાજકોટ જિલ્લાના ખેડૂત સાથે મિત્રતા કરી 6.30 લાખ પડાવી લીધા. ખેડૂતની ફરિયાદ બાદ રાજકોટ સાયબર ક્રાઈમે તપાસ કરતા દિલ્હી અને નોઈડામાં બેસી સાયબર ફ્રોડ કરતી યુવતી અને બે યુવકોને પોલીસે ઝડપી પાડ્યા. યુવતી મૂળ ઘાનાની જ્યારે બે યુવકો તાન્ઝાનિયા અને સુદાનના રહેવાસી છે. આરોપી યુવતીએ પોતે એક દીકરાની માતા અને વિધવા હોવાની ઓળખ આપી. જસદણના ખેડૂત સાથે મિત્રતા કરી ગિફ્ટ મોકલવાનું કહ્યું, ત્યારબાદ એરપોર્ટ પર ગિફ્ટ છોડાવવા માટે પૈસાની જરુર હોવાનું કહી ટુકડે કુડકે 6.31 લાખ પડાવી લીધા. સાયબર ફ્રોડ માટે આરોપીઓએ 15 બેંક ખાતાનો ઉપયોગ કર્યો. જસદણના ખેડૂતને આફ્રિકનની મિત્રતા રૂ. 6.31 લાખમાં પડી રાજકોટના જસદણના એક ખેડૂતે 'Mary M Samuelf' નામના ફેસબુક એકાઉન્ટ પરથી આવેલી રિકવેસ્ટ સ્વીકારી હતી. બીજા દિવસે ખેડૂત પર યુવતીનો ફોન આવ્યો હતો અને પોતે વિધવા અને એક દીકરાની માતા હોવાની માહિતી આપી હતી. યુવતીએ સામેથી જ ખેડૂતને અને તેના પરિવાર માટે ગિફ્ટ મોકલવાની ઈચ્છા વ્યકત કરી હતી. બાદમાં જોસેફાઈન ઉર્ફે એન્જલ અને ખેડૂત વચ્ચે વોટસએપ પર વાતચીત થઈ હતી. જોસેફાઈને જર્મનીથી ગિફ્ટ પાર્સલ મોકલ્યું હોવાની જાણ કરી હતી. તો બીજી તરફ ટોળકીના અન્ય સભ્યો દિલ્હી એરપોર્ટના કર્મચારી બની અજાણ્યા નંબર પરથી ખેડૂતને ફોન કર્યા હતા અને ગિફ્ટ મોંઘી હોવાનું કહી છોડાવવા માટે અમૂક રકમ ભરવા જણાવ્યું. આ રીતે ટુકડે ટુકડે રૂ. 6.31 લાખ પડાવી લીધા. બાદમાં ખેડૂતને છેતરાયાની જાણ થતા ફરિયાદ નોંધાવી. પોલીસે તપાસ કરી તો ફ્રોડના તાર ગ્રેટર નોઈડા સુધી પહોંચ્યા પોલીસે સોશિયલ મીડિયા એકાઉન્ટ, મોબાઈલ નંબર, વોટ્સએપ ચેટ, બેંક ટ્રાન્ઝેક્શન, આઈપી લોગ્સ તથા અન્ય ડિજિટલ પુરાવાઓનું ટેકનિકલ એનાલિસિસ કર્યું.જેમાં આરોપીઓ ઉત્તર પ્રદેશના ગ્રેટેર નોઈડામાં રહી સાયબર ફ્રોડ કરતા હોવાનો ખુલાસો થતા યુવતી સહિત ત્રણની ધરપકડ કરી.ગુના માટે 15 બેંક ખાતાનો ઉપયોગ થયાની વિગતો મળતા ખાતા ફ્રિઝ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ભારતમાં જ રોકાઈ જવા માટેની નવી મોડસ ઓપરેન્ડી આફ્રિકન નાગરિકો ભારતમાં પ્રવેશ કર્યા બાદ કોઈને કોઈ ગુનાને અંજામ આપી દેતા હોય છે. જેથી તેઓ કોર્ટ કેસ ચાલુ હોવાના કારણે પોતાના દેશમાં પરત જઈ શકતા નથી. જો કે આ રીતે ક્રાઇમ કરી આરોપીઓની ભારતમાં વસવાટ કરવાની આરોપીઓની નવી મોડેસ ઓપરેન્ડી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    દુષ્કર્મના આરોપીએ ખાખીની 'આબરુ' લીધી:વડોદરાની હોસ્પિટલમાં પોલીસને ધક્કો મારી ભાગ્યો, 25 સેકન્ડમાં ચકમો આપ્યો, શોધવા ડ્રોન ઉડાવ્યા
    Next Article
    ભરુચમાં સંત સમાજનું શક્તિ પ્રદર્શન:સંસદ પરિસરમાં સનાતન સંસ્કૃતિના કથિત અપમાનનો વિરોધ; કલેક્ટરને આવેદનપત્ર સોંપાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment