Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દુષ્કર્મના આરોપીએ ખાખીની 'આબરુ' લીધી:વડોદરાની હોસ્પિટલમાં પોલીસને ધક્કો મારી ભાગ્યો, 25 સેકન્ડમાં ચકમો આપ્યો, શોધવા ડ્રોન ઉડાવ્યા

    11 hours ago

    વડોદરાની SSG હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવેલો દુષ્કર્મ કેસનો આરોપી ફરાર થઈ જતા ફિલ્મી દૃશ્યો સર્જાયા. ઈન્જેકશન મારવા માટે હાથકડી ખોલતા જ મુઠ્ઠીવાળીને ભાગ્યો હતો. પોલીસકર્મી પાછલ દોડ્યા પણ હાથ ન લાગ્યો. હોસ્પિટલ નજીક નિર્માણાધીન બિલ્ડિંગમાં ઘૂસી જતા ડ્રોનની મદદથી શોધખોળ કરાઈ રહી છે. આરોપીને સલામત રીતે બહાર આવી જતા પોલીસ માઈકથી એનાઉન્સ પણ કરી રહી છે. હાથમાં ઈન્જેકશન આપવાનું હોય હાથકડી ખોલવામાં આવી'તી પોલીસ જાપ્તામાં રહેલા જીતેન્દ્રસિંહ જણાવ્યું કે,દહોદ જિલ્લાના દુષ્કર્મ કેસના આરોપી ગોવિંદ વિહાતિયાને સ્કીનની તકલીફ હોય SSG હોસ્પિટલના વોર્ડ નંબર 5માં ઈન્જેકશન અપાવવા માટે આરોપીને લાવવામાં આવ્યો હતો.ઈન્જેકશન આપવાનું હોય હાથકડી ખોલી હતી. એક ઈન્જેકશન આપ્યા બાદ થોડા સમય પછી બીજું આપવાનું હતું. આ સમય દરમિયાન જ તે ધક્કો મારીને ભાગતા તેનો પીછો કર્યો પણ તે હાથ ન આવ્યો અને એક નિર્માણાધીન બિલ્ડિંગમાં ઘૂસી ગયો. અમને થયું કે ઈમરજન્સી કેસ હશે એટલે ભાગી રહ્યો છે- પ્રત્યક્ષદર્શી ઘટનાના પ્ર્ત્યક્ષદર્શીએ કહ્યું કે, અમે જ્યારે ઓપીડી પાસે હાજર હતા ત્યારે એક વ્યકિત સ્પીડમાં ભાગતો નીકળ્યો. પાછળથી પોલીસના માણસો પકડો..પકડો..ની બૂમો પાડતા આવી રહ્યા હતા.અમે જોવા ગયા પણ મળ્યો નહીં.તે ચપ્પલ વગર જ ભાગ્યો હતો અને તેના ચપ્પલ રસ્તામાં જ પડી ગયા હતા. અમને લાગે છે કે તે કદાચ પાછળથી નીકળી ગયો હશે, કારણ કે પાછળથી નીકળવું સરળ છે. આરોપીની શોધખોળ માટે ડ્રોનની મદદ લેવાઈ હોસ્પિટલ નજીક આવેલા એક બહુમાળી નિર્માણાધીન બિલ્ડિંગમાં આરોપી ઘૂસી ગયો હોય પોલીસ તેને સલામત રીતે નીચે આવી જવા માટે માઈકથી એનાઉન્સમેન્ટ કરી રહી છે. સાથે કયા ફ્લોર પર તેની જાણકારી મેળવવા માટે ડ્રોનની પણ મદદ લેવાઈ રહી છે.
    Click here to Read More
    Previous Article
    आएंगे या नहीं आएँगे, संसद का सबसे बड़ा सवाल, सभापति ने कहा कि अमित शाह आएँ और दें बयान
    Next Article
    આફ્રિકન યુવતીએ ફેસબુક પર મિત્ર બની રાજકોટના ખેડૂતને ખંખેર્યો:ગિફ્ટ મોકલી હોવાનું કહી 6 લાખ પડાવ્યા, હિન્દીમાં વાતચીત કરવા AIનો ઉપયોગ કરતી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment