Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    MSUમાં મોદી અને RSSના અભ્યાસ મુદ્દે NSUI લાલઘૂમ:ઉપપ્રમુખે કહ્યું- "સરકારી સંકુલોમાં 'કમલગઠ્ઠા' છૂટા મૂકી દેવાયા છે, યુનિવર્સિટી બંધના એલાનની આપી ચેતવણી

    8 hours ago

    મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી વડોદરા દ્વારા શૈક્ષણિક વર્ષ 2026-27થી સમાજશાસ્ત્રના અભ્યાસક્રમમાં મહત્વના ફેરફારો કરવામાં આવ્યા છે. યુનિવર્સિટી દ્વારા બી.એ. ચોથા વર્ષ અને એમ.એ.ના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે એક નવો ‘મેજર કોર્સ’ શરૂ કરવામાં આવ્યો છે, જેમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નેતૃત્વ શૈલી અને RSSને લઈ અભ્યાસ અંગે NSUI દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ મામલે NSUIના ઉપપ્રમુખ તેજસ રોયે જણાવ્યું હતું કે, જે રીતે તમે જોશો કે આજના સમયમાં તમામ સરકારી શૈક્ષણિક સંકુલોમાં આ મોદી અને RSS વાળાએ તેમના ‘કમલગઠ્ઠા’ને છુટા મૂકી દીધા છે. આજે તમે તમામ પ્રોફેસરો કે વાઈસ ચાન્સેલર જુઓ, તેઓ ક્યાંક ને ક્યાંક RSS કે મોદી સાથે જોડાયેલા હોય છે. આ લોકો પોતાના પ્રચાર માટે વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરી રહ્યા છે. મહાનુભાવોને પાછળ રાખીને આજે વડાપ્રધાનનો પ્રચાર કરી રહ્યા છો વધુમાં કહ્યું કે, જો તમારે ખરેખર વિદ્યાર્થીઓને કંઈક ભણાવવું હોય, તો ભૂતકાળમાં એવા ઘણા શહીદ વીરો થઈ ગયા છે. જેમણે દેશની આઝાદી માટે લડત આપી છે અને પોતાના જીવનનું બલિદાન આપ્યું છે. પરંતુ, તમે એ મહાનુભાવોને પાછળ રાખીને આજે વડાપ્રધાનનો પ્રચાર કરી રહ્યા છો અને તેમના વિશે ભણાવી રહ્યા છો. વડાપ્રધાને એવું તો શું મોટું કરી દીધું છે? આજે દેશમાં મોંઘવારી કેટલી છે, ગેસના સિલિન્ડર કેટલા મોંઘા થઈ ગયા છે આ બધું જોયા વગર તમે માત્ર વડાપ્રધાનના પ્રચાર માટે આવી સસ્તી પ્રસિદ્ધિ મેળવવા વિદ્યાર્થીઓના ભવિષ્યને જોખમમાં મૂકી રહ્યા છો. આ કેટલું યોગ્ય છે? જરૂર પડશે તો અમે યુનિવર્સિટી બંધનું એલાન પણ આપીશું વધુમાં કહ્યું કે, ઘણા સભ્યો યુનિવર્સિટીઓમાં પ્રોફેસર કે વાઈસ ચાન્સેલર તરીકે કાર્યરત છે. તેઓ પોતાના ઓળખીતાઓને પદ આપીને ફાયદો પહોંચાડી રહ્યા છે, છતાં તેઓ સંતુષ્ટ નથી. તેઓ પોતાની વિચારધારા થોપવા માટે આવા કાવાતરા કરી રહ્યા છે પરંતુ, NSUI આવા કોઈ પણ કાવાતરા ચલાવી લેશે નહીં. અમે વિદ્યાર્થીઓ માટે લડત આપીશું અને જો વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ થશે, તો અમે રસ્તા પર ઉતરીને ઉગ્ર વિરોધ કરીશું. અમે તેનો કડકમાં કડક વિરોધ કરીશું. જરૂર પડશે તો અમે યુનિવર્સિટી બંધનું એલાન પણ આપીશું.
    Click here to Read More
    Previous Article
    "અર્થ"નું અર્થઘટન:વૃદ્ધિ અને વૈવિધ્યકરણ ભાગ 25- ભારતમાં રોકાણના લેન્ડસ્કેપમાં મોટું પરિવર્તન
    Next Article
    દેવભૂમિ દ્વારકામાં ‘સાગર કવચ’ એલર્ટ:5-6 મેના અભિયાનમાં દરિયાઈ સીમા પર કડક ચેકિંગ, માછીમારો માટે 18 નિયમ ફરજિયાત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment