Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દેવભૂમિ દ્વારકામાં ‘સાગર કવચ’ એલર્ટ:5-6 મેના અભિયાનમાં દરિયાઈ સીમા પર કડક ચેકિંગ, માછીમારો માટે 18 નિયમ ફરજિયાત

    9 hours ago

    દરિયાઈ સીમાની સુરક્ષા મજબૂત બનાવવા માટે ઇન્ડિયન કોસ્ટગાર્ડ દ્વારા ‘સાગર કવચ’ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. 5 અને 6 મેના રોજ યોજાનાર આ બે દિવસીય વિશેષ અભિયાન દરમિયાન દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દરિયાઈ વિસ્તારમાં સઘન ચેકિંગ અને પેટ્રોલિંગ કરવામાં આવશે. આ અભિયાનને ધ્યાનમાં રાખીને મત્સ્યોદ્યોગ વિભાગ દ્વારા માછીમારો માટે કડક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. માછીમારો માટે ઓનલાઈન ટોકન લેવું ફરજિયાત રહેશે આ અભિયાન દરમિયાન દરિયામાં આવતી-જતી તમામ બોટની કડક તપાસ હાથ ધરાશે. કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ અટકાવવા માટે દરેક બોટનું રજિસ્ટ્રેશન, દસ્તાવેજો અને ઓળખની પુષ્ટિ કરવામાં આવશે. વિભાગે સ્પષ્ટ કર્યું છે કે, માછીમારો માટે ઓનલાઈન ટોકન લેવું ફરજિયાત રહેશે, જેથી દરિયામાં જવાના અને પાછા ફરવાના સમયનું યોગ્ય રેકોર્ડ રાખી શકાય. ખલાસીઓ માટે અસલ આધાર કાર્ડ રાખવું અનિવાર્ય બનાવવામાં આવ્યું છે. ઉપરાંત, દરેક બોટ પર સ્પષ્ટ કલર કોડ અને બોટનું નામ લખેલું હોવું ફરજિયાત રહેશે, જેથી ઓળખ સરળ બને. નિયમોના પાલનમાં ખામી જોવા મળશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી ચેતવણી પણ આપવામાં આવી છે. માછીમારોને આ અભિયાન દરમિયાન સંપૂર્ણ સહકાર આપવા અપીલ કરી મત્સ્યોદ્યોગ વિભાગે કુલ 18 નિયમો જાહેર કર્યા છે, જેમાં સુરક્ષા, ઓળખ અને ગતિશીલતા સંબંધિત મુદ્દાઓનો સમાવેશ થાય છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ દરિયાઈ સીમા પર ગેરકાયદેસર પ્રવૃત્તિઓને રોકવો અને રાષ્ટ્રીય સુરક્ષા મજબૂત બનાવવાનો છે. સ્થાનિક તંત્રએ માછીમારોને આ અભિયાન દરમિયાન સંપૂર્ણ સહકાર આપવા અપીલ કરી છે, જેથી સુરક્ષા વ્યવસ્થા વધુ અસરકારક બની શકે.
    Click here to Read More
    Previous Article
    MSUમાં મોદી અને RSSના અભ્યાસ મુદ્દે NSUI લાલઘૂમ:ઉપપ્રમુખે કહ્યું- "સરકારી સંકુલોમાં 'કમલગઠ્ઠા' છૂટા મૂકી દેવાયા છે, યુનિવર્સિટી બંધના એલાનની આપી ચેતવણી
    Next Article
    લો બોલો... પોલીસકર્મી વોશરૂમ ગયોને વીડિયો બની ગયો:તું ખીચ મેરી ફોટોની રીલ હદ વિસ્તારને છોડીને આવેલી PCR વાન પર બનાવી, બેદરકાર પોલીસકર્મીની ફરિયાદ બાદ ગુનો નોંધાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment