Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં ચાંદીપુરા વાયરસનો ભય:ડેલીગેટે તાલુકા આરોગ્ય અધિકારીને સુરક્ષા માટે તાત્કાલિક પગલાં લેવા રજૂઆત કરી

    2 days ago

    પાટણ જિલ્લામાં ચાંદીપુરા વાયરસના વધતા ભયને પગલે કમલીવાડા સીટના તાલુકા પંચાયત ડેલીગેટ ફુલેશભાઈ દેસાઈએ તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. અલ્કેશ સોહેલને લેખિત રજૂઆત કરી છે. આ રજૂઆતમાં બાળકોના સ્વાસ્થ્ય અને જાહેર આરોગ્યની સુરક્ષા માટે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરવામાં આવી છે. દેસાઈએ તેમની રજૂઆતમાં જણાવ્યું હતું કે ગામડાઓમાં ચાંદીપુરા વાયરસ ફેલાવતી જીવાતો અને મચ્છરોના ઉપદ્રવને રોકવા માટે નિયમિત ફોગિંગ અને દવાઓનો છંટકાવ કરવો જરૂરી છે. તેમણે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, આયુષ્માન આરોગ્ય મંદિરો અને સરકારી હોસ્પિટલોમાં પૂરતો તબીબી સ્ટાફ અને જરૂરી દવાઓનો જથ્થો ઉપલબ્ધ રાખવા પર ભાર મૂક્યો હતો. આ ઉપરાંત, શાળાઓ, આંગણવાડીઓ અને જાહેર સ્થળો પર સ્વચ્છતા અને જીવાત નિયંત્રણની કામગીરી સુનિશ્ચિત કરવા પણ માંગ કરાઈ હતી. તાવ, ઉલટી કે બેભાન થવા જેવા ગંભીર લક્ષણો જણાય તો દર્દીને તુરંત જ નજીકની હોસ્પિટલમાં સારવાર મળી રહે તેવી ઇમરજન્સી વ્યવસ્થા ઊભી કરવા પણ સૂચન કરવામાં આવ્યું હતું. તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. અલ્કેશ સોહેલે ડેલીગેટ ફુલેશભાઈ દેસાઈનું શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું.
    Click here to Read More
    Previous Article
    રાત્રે ધૂમ સ્ટાઈલમાં બાઈક દોડાવનારાઓ સામે પોલીસની કાર્યવાહી:અડાજણ વિસ્તારમાં સરપ્રાઇઝ ચેકિંગ, ફટાકડા જેવા અવાજ કરતી 7 બાઈક જપ્ત
    Next Article
    મોરબીના રવાપર ગામે 8 ઓગસ્ટે કિસાન મહાસભા યોજાશે:ખેડૂત નેતા રાકેશ ટિકૈત સહિત રાષ્ટ્રીય સ્તરના ખેડૂત આગેવાનો પણ હાજર રહેશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment