Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોત્રી પોલીસ સ્થળ પર પહોંચ્યા બાદ પણ ટોળાએ મારામારી કરી:ગોત્રી-સેવાસી રોડ અર્બન રેસિડન્સી-8માં શિવ મંદિર બનાવવા રહીશોની મારામારી

    1 day ago

    ગોત્રી-સેવાસી કેનાલ રોડ અર્બન રેસિડન્સી-8માં મહાદેવજીનું મંદિર ક્યાં બનાવવું તે બાબતે રહીશોનો ઝઘડો થયા બાદ મારામારી થઈ ગઈ હતી. પોલીસ આવી જતાં તેમની સામે પણ મારામારી કરવામાં આવી હતી. ગોત્રી પોલીસે બે પક્ષોની ફરિયાદ નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી. ગોત્રી-સેવાસી કેનાલ રોડ અર્બન રેસિડન્સી-8માં રહેતા નીતુબેન સતિષસિંહ રાજપૂતે ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, સોસાયટીના જ સવિતાબેન રોહિત રવિવારે રાત્રે દસ વાગ્યા આસપાસ આવ્યા હતા અને તું મારા છોકરાને મહાદેવજીનું મંદિર બનાવવા બાબતે કેમ માર ખવડાવ્યો છે. ત્યારબાદ સવિતાબેને નીતુબેનને માર માર્યો હતો, સાથે જ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બીજી બાજુ અર્બન રેસિડન્સી-8ના જ ચેતનભાઈ જશુભાઈ રોહિતે ગોત્રી પોલીસ સ્ટેશનમાં સંયજભાઈ ચૌહાણ, ધ્રુતીબેન ચોહાણ, નીતુબેન રાજપુત, રાજેશ પઢીયાર, નારાયણ રાજપુત, જગદીશ, કિશન સહિત સામે ફરિયાદ નોંધાવી હતી. તેમને ફરિયાદમાં કહ્યું હતું કે, આરોપીઓએ ભેગા થઈને જાહેરમાં મને જાતિ વિષયક શબ્દો બોલીને અપશબ્દો બોલ્યા હતા. ત્યારબાદ માર માર્યો હતો. તેમને મને જાનથી મારી નાખવાની ધમકી પણ આવી હતી. સ્થળ પર ગોત્રી પોલીસ પહોંચતા ટોળાએ અંદરો અંદર મારામારી કરી હતી, પોલીસની હાજરીમાં પણ લોકો મારામારી કરતા હતા. ત્યારબાદ ટોળુ ગોત્રી પોલીસ સ્ટેશન પણ પહોંચી ગઈ હતી. ગોત્રી પોલીસ દ્વારા આ મામલે બે પક્ષોની ફરિયાદ નોંધવામાં આવી હતી. જ્યારે તપાસ એસીપી એસસી એસટી સેલને આપવામાં આવી હતી. મંદિર બનાવવા બાબતે રહીશોનો ઝઘડો થયો હતો સોસાયટીમાં ક્યાં મંદિર બનાવવું તે બાબતે રહીશોનો ઝઘડો હતો, બે પક્ષે આ મામલે ગુનો નોંધાયો છે. પોલીસ આગળની તપાસ કરી રહી છે. - સી.બી.સોલંકી, એસીપી એસસી/એસટી સેલ
    Click here to Read More
    Previous Article
    TReDS નોંધણીને ફરજિયાત બનાવવાની માંગ ઉઠી:નોંધણી ફરજિયાત કરવામાં આવશે તો જ એમએસએમઈને વાસ્તવિક લાભ મળશે
    Next Article
    ભારે હાલાકી:બીસીજી ચૂંટણીના 6 મહિના બાદ સમિતિ ન બનતા 321 પરિવારને આર્થિક કટોકટી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment