Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભારે હાલાકી:બીસીજી ચૂંટણીના 6 મહિના બાદ સમિતિ ન બનતા 321 પરિવારને આર્થિક કટોકટી

    एक दिन पहले

    બાર કાઉન્સિલ ઓફ ગુજરાત (બીસીજી)ની ચૂંટણી પ્રક્રિયા ગત ડિસેમ્બર 2025માં પૂર્ણ થઈ ગઈ હોવા છતાં, સુપ્રીમ કોર્ટમાં મહિલા અનામત અને અન્ય નિયમો અંગે ચાલી રહેલા કાનૂની વિવાદને કારણે નવી સમિતિનું સત્તાવાર ગઠન થઈ શક્યું નથી. આ વહીવટી શૂન્યાવકાશના લીધે છેલ્લા છ મહિનાથી કરોડો રૂપિયાનું વેલફેર ફંડ ફાઈલોમાં પડી રહ્યું છે. મંજૂરી અને સહીના અભાવે ડિસેમ્બર પછી મૃત્યુ પામેલા દિવંગત ધારાશાસ્ત્રીઓના આશ્રિત પરિવારોને મળવાપાત્ર 5 લાખની સહાય અટકી પડી છે, જ્યારે ગંભીર બીમારીનો સામનો કરી રહેલા જરૂરિયાતમંદ વકીલોની 1 લાખ સુધીની માંદગી સહાયની અરજીઓ પણ પેન્ડિંગ રહેતા વકીલોને લાંબા સમયથી ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. 7 કરોડનું ફંડ છતાં 140 પરિવારોને વળતર ચૂકવવામાં વિલંબ ગયા વર્ષના ડિસેમ્બર મહિના પછી રાજ્યભરમાં અંદાજે 140 જેટલા ધારાશાસ્ત્રીઓનું અવસાન થયું છે. વેલફેર ફંડ એક્ટ હેઠળ આ દિવંગત વકીલોના વારસદારોને આશ્રય તરીકે પ્રત્યેકને 5 લાખની સહાય ચૂકવવાની થાય છે. આશરે 7 કરોડ રૂપિયાની આ માતબર રકમ માત્ર બોર્ડના ગઠનના અભાવે વિલંબ થઈ રહ્યો છે. ઘરમાં એક માત્ર કમાનાર સભ્ય ગુમાવી ચૂકેલા પરિવારો છેલ્લા 6 મહિનાથી સહાયથી હજુ સુધી વંચિત રહ્યા છે. બાર કાઉન્સિલ ગુજરાતમાં માંદગી સહાય ધૂળ ખાય છે ગંભીર બીમારીનો સામનો કરતા 181 જરૂરિયાતમંદ વકીલોએ તબીબી સહાય માટે અરજી કરેલી છે. નિયમ મુજબ મળવાપાત્ર 1 લાખ સુધીની માંદગી સહાયની આ તમામ ફાઈલો હાલ બીસીજીમાં ધૂળ ખાઈ રહી છે. વકીલોનું કહેવું છે કે જો સમયસર સારવારના નાણાં ન મળે તો આ સહાયનો કોઈ અર્થ રહેતો નથી. સત્તાધીશો વહેલી તકે નિર્ણય લે તેવી વકીલોની માંગ છે. મુખ્ય નિર્ણય માટે વચગાળાની કમિટી રચવા રજૂઆત મહત્વના નિર્ણય માટે વચગાળાની કમિટી રચાય તેવી રજૂઆત કરી છે. સુપ્રિમ કોર્ટમાંથી ઓર્ડર આવશે બાદમાં ગેજેટ મારફતે જાહેરાત થયા બાદ કમિટી રચાશે પરતું મહત્વના કામ માટે વચગાળાની કમિટી રચાય તેવી રજૂઆત કરી છે જેથી વકીલો ને તેમજ તેમના પરિવારજનોની મુશ્કેલીનું વ્હેલીતકે નિરાકરણ લાવી શકીએ. - બીસીજી સિનિયર સભ્ય અનિલ કેલ્લા
    Click here to Read More
    Previous Article
    ગોત્રી પોલીસ સ્થળ પર પહોંચ્યા બાદ પણ ટોળાએ મારામારી કરી:ગોત્રી-સેવાસી રોડ અર્બન રેસિડન્સી-8માં શિવ મંદિર બનાવવા રહીશોની મારામારી
    Next Article
    ઉમેદવારો 31 જુલાઈ સુધી અરજી કરી શકશે:ઈસરોમાં 28 ટેક્નિકલ પોસ્ટ પર ભરતીની જાહેરાત કરાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment