Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાત્રે ધૂમ સ્ટાઈલમાં બાઈક દોડાવનારાઓ સામે પોલીસની કાર્યવાહી:અડાજણ વિસ્તારમાં સરપ્રાઇઝ ચેકિંગ, ફટાકડા જેવા અવાજ કરતી 7 બાઈક જપ્ત

    2 दिन पहले

    સુરત શહેરમાં રાત્રિના સમયે ધૂમ સ્ટાઈલમાં બાઈક દોડાવી લોકોની શાંતિમાં ભંગ પાડતા અને ભયનું વાતાવરણ ઊભું કરતા બાઈકર્સ સામે અડાજણ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. મોડી રાત્રે રસ્તાઓ પર બાઈકોના સાયલેન્સરમાં ગેરકાયદે ફેરફાર કરી, ફટાકડા જેવા મોટા અવાજો કરીને અવાજનું પ્રદૂષણ ફેલાવતા અને સ્થાનિક લોકોની ઊંઘ હરામ કરતા 7 બાઇકર્સ સામે પોલીસે લાલ આંખ કરી છે. અડાજણ પોલીસનું વિવિધ સ્થળોએ સરપ્રાઇઝ ચેકિંગ પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, અડાજણ પોલીસે આવા ન્યુસન્સ ફેલાવતા બાઈકર્સને ઝડપી પાડવા માટે ખાસ સરપ્રાઇઝ ચેકિંગનું આયોજન કર્યું હતું. પોલીસની ટીમ દ્વારા વિસ્તારના વિવિધ પોઇન્ટ્સ અને મુખ્ય રસ્તાઓ પર વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ઝુંબેશ દરમિયાન મોડિફાઇડ સાયલેન્સર લગાવીને લોકોને ડિસ્ટર્બ કરતી અસંખ્ય બાઇકોને અટકાવીને સરપ્રાઇઝ તપાસ કરવામાં આવી હતી. મોડિફાઈ સાયલેન્સર, અવાજનું પ્રદૂષણ કરતી બાઈકો જપ્ત તપાસ દરમિયાન ધ્વનિ પ્રદૂષણ ફેલાવતી, ફટાકડા જેવા ધમાકા કરતી અને જાહેર રસ્તા પર બેદરકારીપૂર્વક બાઈક ચલાવતા અનેક બાઈકર્સને ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસે સ્થળ પર જ નિયમોનો ભંગ કરતી આ તમામ બાઈકો જપ્ત કરી લીધી હતી અને મોટર વાહન અધિનિયમ (Motor Vehicle Act)ની વિવિધ કલમો હેઠળ કાયદેસરની દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી. કડક ઝુંબેશ ચાલુ રાખવાની પોલીસની ચેતવણી પોલીસે આવા તત્વોને ભવિષ્યમાં જાહેર રસ્તાઓ પર સ્ટંટબાજી ન કરવા કે અવાજનું પ્રદૂષણ ન ફેલાવવા કડક શબ્દોમાં ચેતવણી આપી છે. અડાજણ પોલીસના જણાવ્યા અનુસાર, શહેરમાં શાંતિ, સલામતી અને ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી આવી ખાસ ડ્રાઇવ આગામી દિવસોમાં પણ સતત ચાલુ રહેશે. નિયમોનો અનાદર કરનાર કોઈ પણ વાહનચાલક સામે કડકમાં કડક પગલાં લેવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    जैसे पेट्रोल में एथेनॉल, वैसे CNG-PNG में मिलाई जाएगी बायोगैस! 20000 करोड़ की GOBAR-Dhan स्‍कीम को कैबिनेट दे सकती है मंजूरी
    Next Article
    પાટણમાં ચાંદીપુરા વાયરસનો ભય:ડેલીગેટે તાલુકા આરોગ્ય અધિકારીને સુરક્ષા માટે તાત્કાલિક પગલાં લેવા રજૂઆત કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment