Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સખીદાસની મુવાડી શાળાનું મર્જર રદ, ગ્રામજનોનો વિરોધ:ધારાસભ્ય સી. કે. રાઉલજીની મધ્યસ્થતાથી નિર્ણય પરત

    14 hours ago

    ગોધરા તાલુકાની સખીદાસની મુવાડી પ્રાથમિક શાળાને વટલાવ પ્રાથમિક શાળામાં મર્જ કરવાનો નિર્ણય પરત ખેંચવામાં આવ્યો છે. ગ્રામજનોના વિરોધ અને ગોધરાના ધારાસભ્ય સી. કે. રાઉલજીની મધ્યસ્થતા બાદ જિલ્લા શિક્ષણ તંત્રએ મર્જરનો હુકમ તાત્કાલિક અસરથી સ્થગિત કર્યો છે. જિલ્લા પંચાયત શિક્ષણ શાખા, પંચમહાલ-ગોધરા દ્વારા સખીદાસની મુવાડી પ્રાથમિક શાળાને વટલાવ ગામની પ્રાથમિક શાળામાં વિલીનીકરણ કરવાનો નિર્ણય લેવાયો હતો. આ નિર્ણયથી વાલીઓ અને ગ્રામજનોમાં ચિંતા વ્યાપી હતી. બાળકોના શૈક્ષણિક હિત, બંને ગામ વચ્ચેનું અંતર અને અવરજવર માટે વાહનવ્યવહારની મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને વાલીઓ, સ્થાનિક ગ્રામજનો અને આગેવાનોએ ગોધરાના ધારાસભ્ય સી. કે. રાઉલજી સમક્ષ રજૂઆત કરી હતી. ગ્રામજનોની રજૂઆતને ગંભીરતાથી લઈને ધારાસભ્ય સી. કે. રાઉલજીએ સંબંધિત શિક્ષણ વિભાગ સમક્ષ મર્જરનો નિર્ણય પરત લેવા ભલામણ કરી હતી. ત્યારબાદ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને જિલ્લા શિક્ષણ સમિતિ, પંચમહાલ-ગોધરા દ્વારા શાળા મર્જ કરવાનો હુકમ તાત્કાલિક અસરથી સ્થગિત કરાયો છે. આ નિર્ણયથી સખીદાસની મુવાડી ગામના વાલીઓ અને ગ્રામજનોને રાહત મળી છે. હવે સખીદાસની મુવાડી પ્રાથમિક શાળા પોતાની મૂળ જગ્યાએ જ યથાવત ચાલુ રહેશે અને વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય નિયમિત રીતે ચાલુ રહેશે.
    Click here to Read More
    Previous Article
    શહેરાના વલ્લભપુરમાં ખેતરમાં કામ કરતી મહિલા ખેડૂતને ઝેરી જનાવર કરડ્યું:ગોધરા સિવિલમાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે વડોદરા ખસેડાઈ
    Next Article
    સુરતમાં મસાજ પાર્લરની આડમાં સેક્સ રેકેટનો પર્દાફાશ:ભાઈ ₹ 1000માં બહેનના ફ્લેટ પર ગ્રાહકો લાવતો, એક વિદ્યાર્થી કઢંગી હાલતમાં'ને એક વેઈટિંગમાં હતો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment