Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં મસાજ પાર્લરની આડમાં સેક્સ રેકેટનો પર્દાફાશ:ભાઈ ₹ 1000માં બહેનના ફ્લેટ પર ગ્રાહકો લાવતો, એક વિદ્યાર્થી કઢંગી હાલતમાં'ને એક વેઈટિંગમાં હતો

    16 hours ago

    સુરતના પાસોદરામાં ફ્લેટમાં મસાજ પાર્લરની આડમાં ધમધમતા સેક્સ રેકેટનો પોલીસે પર્દાફાશ કર્યો છે. રેડ દરમિયાન સગા ભાઈ-બહેન સહિત ત્રણ સંચાલકની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે સ્થળ પરથી બે લલના અને બે ગ્રાહક વિદ્યાર્થી મળી આવ્યા હતા. પકડાયેલા ભાઈ-બહેનનો અન્ય એક ભાઈ આમ આદમી પાર્ટીનો કાર્યકર હોવાનો ચોંકાવનારો ખુલાસો પણ પોલીસે કર્યો છે. PSIની ટીમે ફ્લેટમાં રેડ પાડી લસકાણા પોલીસ સ્ટેશનના ઈન્સપેક્ટર એમ.બી.ઝાલાને ચોક્કસ બાતમી મળી હતી કે, પાસોદરામાં ઓમ ટાઉનશીપના એક ફ્લેટમાં મસાજ પાર્લરની આડમાં સેક્સ રેકેટનો કાળો કારોબાર ચાલી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે રેડ પાડી હતી. દરોડા દરમિયાન ફ્લેટમાંથી ભાઈ-બહેન અને અન્ય એક મહિલા સંચાલક રંગેહાથ ઝડપાઈ ગયા હતા. 18 વર્ષીય વિદ્યાર્થી-લલના કઢંગી હાલતમાં ઝડપાયા પોલીસે ફ્લેટમાં તપાસ હાથ ધરતાં એક રૂમમાંથી 35 વર્ષીય લલના સાથે 18 વર્ષનો એક વિદ્યાર્થી કઢંગી હાલતમાં ઝડપાઈ ગયો હતો. જ્યારે બીજો 19 વર્ષીય વિદ્યાર્થી વેઈટિંગમાંથી મળી આવ્યો હતો. આ ઉપરાંત અન્ય એક રૂમમાંથી 41 વર્ષીય બીજી લલના પણ મળી આવી હતી. પોલીસની આ અચાનક કાર્યવાહીથી સેક્સરેકેટ ચલાવતા તત્વોમાં દોડધામ મચી ગઈ હતી. બહેનનો ફ્લેટ હતો, ભાઈ ગ્રાહકો લાવતો આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું હતું કે, ગ્રાહક દીઠ 1000 રૂપિયા વસૂલવામાં આવતા હતા. ફ્લેટની માલિકી જાગૃતિની હતી, જ્યારે તેનો ભાઈ કાળુ બહારથી ગ્રાહકો લાવવા અને ફ્લેટની બહાર નજર રાખવાનું કામ કરતો હતો. તપાસ દરમિયાન ફ્લેટમાંથી રોકડા રૂપિયા 1000, ₹21,000ની કિંમતનો મોબાઈલ જપ્ત કરવામાં આવ્યો હતો. ઝડપાયેલા આરોપીઓ અને આપનું કનેક્શન આરોપીઓમાં જાગૃતિ ઉર્ફે ક્રિષ્ણા સતીષ રાજપરા (ઉ.વ. 39) કે જે ફ્લેટની માલિક અને મુખ્ય સંચાલક (રહે. ઓમ ટાઉનશીપ, પાસોદરા) અને કાળુ ભીખા ચાવડા (ઉ.વ. 34) જે જાગૃતિનો ભાઈ છે. પૂજા ઉર્ફે પૂનમ હિરાણી એ સ્થળ પર મેનેજમેન્ટ અને સંચાલન સંભાળતી હતી (રહે. ઓમ પેલેસ). પોલીસ ઈન્સપેક્ટર ઝાલાના જણાવ્યા મુજબ, પકડાયેલા આરોપી કાળુ અને જાગૃતિનો સગો ભાઈ વિશાલ ચાવડા આમ આદમી પાર્ટીમાં સક્રિય કાર્યકર તરીકે ફરજ બજાવે છે.
    Click here to Read More
    Previous Article
    સખીદાસની મુવાડી શાળાનું મર્જર રદ, ગ્રામજનોનો વિરોધ:ધારાસભ્ય સી. કે. રાઉલજીની મધ્યસ્થતાથી નિર્ણય પરત
    Next Article
    Awarapan 2 Trailer: Emraan Hashmi Returns To Settle An Old Debt With Death

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment