Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શહેરાના વલ્લભપુરમાં ખેતરમાં કામ કરતી મહિલા ખેડૂતને ઝેરી જનાવર કરડ્યું:ગોધરા સિવિલમાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે વડોદરા ખસેડાઈ

    13 hours ago

    પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના વલ્લભપુર ગામમાં ખેતરમાં કામ કરતી મહિલા ખેડૂતને ઝેરી જનાવર કરડતાં તેમની તબિયત ગંભીર બનતા વધુ સારવાર માટે વડોદરા રિફર કરવામાં આવ્યા છે. ઘટનાને પગલે પરિવારજનોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. ખેતરમાં કામ દરમિયાન ઝેરી જનાવરનો હુમલો માહિતી મુજબ શહેરા તાલુકાના વલ્લભપુર ગામે રહેતા 55 વર્ષીય વિજયાબેન ડાયાભાઈ માછી પોતાના ખેતરમાં ઘાસ કાપી રહ્યા હતા. તે દરમિયાન અચાનક કોઈ ઝેરી જનાવરે તેમના પગના ભાગે કરડ્યું હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાથી તેઓ અસ્વસ્થ થઈ જતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. ગોધરા સિવિલ બાદ વધુ સારવાર માટે વડોદરા ખસેડાઈ ઘટનાની જાણ થતાં જ પરિવારજનો અને સ્થાનિકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સની મદદથી વિજયાબેનને ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા. ત્યાં તબીબોએ તેમની પ્રાથમિક સારવાર કર્યા બાદ સ્થિતિને ધ્યાનમાં રાખીને વધુ સઘન સારવાર માટે વડોદરાની હોસ્પિટલમાં રિફર કર્યા હતા. પરિવારમાં ચિંતાનો માહોલ હાલ વિજયાબેનની વડોદરાની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ અચાનક બનેલી ઘટનાને કારણે પરિવારજનોમાં ચિંતા વ્યાપી ગઈ છે અને તેમના સ્વાસ્થ્યમાં ઝડપથી સુધારો થાય તેવી પ્રાર્થના કરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    હાઇકોર્ટના A-4 કાગળ અંગેના નવા પરિપત્ર સામે વકીલોનો વિરોધ:સૂત્રોચ્ચાર સાથે રેલો કાઢી કામકાજથી અળગા રહ્યા, નોટિફિકેશન પરત ન ખેંચાય તો ઉગ્ર આંદોલનની ચીમકી
    Next Article
    સખીદાસની મુવાડી શાળાનું મર્જર રદ, ગ્રામજનોનો વિરોધ:ધારાસભ્ય સી. કે. રાઉલજીની મધ્યસ્થતાથી નિર્ણય પરત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment