Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હાઇકોર્ટના A-4 કાગળ અંગેના નવા પરિપત્ર સામે વકીલોનો વિરોધ:સૂત્રોચ્ચાર સાથે રેલો કાઢી કામકાજથી અળગા રહ્યા, નોટિફિકેશન પરત ન ખેંચાય તો ઉગ્ર આંદોલનની ચીમકી

    12 hours ago

    રાજપીપળા: ગુજરાત હાઇકોર્ટ દ્વારા તમામ અરજીઓ A-4 સાઇઝના કાગળ પર નિર્ધારિત ફોન્ટમાં કોમ્પ્યુટરાઇઝ્ડ સ્વરૂપે રજૂ કરવાના ફરજિયાત પરિપત્ર સામે નર્મદા જિલ્લા બાર એસોસિએશને ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. એસોસિએશનના સભ્યોએ સુત્રોચ્ચાર સાથે રેલી યોજી અદાલતી કામકાજથી અળગા રહી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. નર્મદા જિલ્લા બાર એસોસિએશનના પ્રમુખ વંદનાબેન ભટ્ટે જણાવ્યું હતું કે, હાઇકોર્ટ દ્વારા પેપર સાઇઝ, માર્જિન અને ફોન્ટને ફરજિયાત બનાવતા પરિપત્રનો તેઓ વિરોધ કરે છે. તેમણે ઉમેર્યું કે, રાજ્યના આદિવાસી અને અંતરિયાળ વિસ્તારોમાં હજુ પણ કોમ્પ્યુટર, પ્રિન્ટર અને ઇન્ટરનેટ જેવી ટેકનિકલ સુવિધાઓનો અભાવ છે. આવી સ્થિતિમાં, નવી વ્યવસ્થા સામાન્ય અસીલો તેમજ ગ્રામ્ય વિસ્તારના વકીલો માટે મુશ્કેલીજનક સાબિત થશે. તેનાથી ન્યાય મેળવવાની પ્રક્રિયામાં વિલંબ થશે અને વધારાનો આર્થિક બોજ પણ ઊભો થશે, તેમ એસોસિએશને જણાવ્યું હતું. એસોસિએશને માંગ કરી છે કે રાજ્યભરમાં જરૂરી માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ ન થાય ત્યાં સુધી હાથથી લખેલી તેમજ ફૂલસ્કેપ કાગળ પર તૈયાર કરાયેલી અરજીઓ અગાઉની જેમ સ્વીકારવાની મંજૂરી યથાવત રાખવામાં આવે. ઉપરાંત, હાલ બહાર પાડવામાં આવેલ નોટિફિકેશન કાયમી ધોરણે રદ કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે. નર્મદા જિલ્લા બાર એસોસિએશનના સર્વાનુમતે પસાર થયેલા ઠરાવ મુજબ, જિલ્લાના વકીલો આજથી અનિશ્ચિત સમય સુધી અદાલતી કામગીરીથી અળગા રહેશે. જો સોમવાર સુધીમાં આ નોટિફિકેશન પરત ખેંચવામાં નહીં આવે તો મંગળવારથી વધુ ઉગ્ર અને વ્યાપક આંદોલન શરૂ કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    ચેસ સ્પર્ધામાં 286માંથી માત્ર 61 કોલેજોના ખેલાડીઓએ જ ભાગ લીધો!:સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આંતર કોલેજ સ્પોર્ટ્સ કોમ્પિટિશનનો જામનગરથી પ્રારંભ, ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા શિક્ષણમંત્રી પહોંચ્યા
    Next Article
    શહેરાના વલ્લભપુરમાં ખેતરમાં કામ કરતી મહિલા ખેડૂતને ઝેરી જનાવર કરડ્યું:ગોધરા સિવિલમાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે વડોદરા ખસેડાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment