Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચેસ સ્પર્ધામાં 286માંથી માત્ર 61 કોલેજોના ખેલાડીઓએ જ ભાગ લીધો!:સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આંતર કોલેજ સ્પોર્ટ્સ કોમ્પિટિશનનો જામનગરથી પ્રારંભ, ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા શિક્ષણમંત્રી પહોંચ્યા

    11 hours ago

    સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આજે 6 ઓગસ્ટથી આંતર કોલેજ રમત ગમત સ્પર્ધાનો પ્રારંભ થયો છે. જેમાં પ્રથમ દિવસે જામનગરની એચ. જે. દોશી કોલેજમાં ભાઈઓ અને બહેનોની ચેસ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં યુનિવર્સિટી સંલગ્ન અંદાજે 286 જેટલી કોલેજમાંથી માત્ર 61 કોલેજના 138 ખેલાડી ભાઈઓ - બહેનોએ ભાગ લીધો હતો. આ તકે વિદ્યાર્થી ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે રાજ્યના શિક્ષણમંત્રી રિવાબા જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. જામનગરની ભવન્સ એચ. જે. દોશી કોલેજના પ્રિન્સિપાલ તૌસિફખાન પઠાણે જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આંતર-કોલેજ સ્પોર્ટ્સ કમ્પિટિશનના કેલેન્ડરની શરૂઆત આ કોલેજ ખાતેથી થઈ છે. જેમાં ચેસ આંતર-કોલેજ સ્પર્ધાનું આયોજન આજે કરવામાં આવ્યું છે.આ ચેસ કમ્પિટિશનમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી જુદી જુદી 61 જેટલી કોલેજોએ ભાગ લીધેલો છે. જેમાં અંદાજે 78 ભાઈઓ અને અંદાજે 60 જેટલી બહેનોએ ભાગ લીધેલો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આ ચેસ ટૂર્નામેન્ટમાં જામનગર ખાતે સ્પર્ધાના મુખ્ય ચીફ ગેસ્ટ તરીકે રાજ્યના શિક્ષણ મંત્રી એવા રિવાબા જાડેજા ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન અને પ્રોત્સાહન પણ પૂરું પાડ્યું હતું.આજે જે પણ વિદ્યાર્થી ખેલાડી ભાઈઓ-બહેનો આમાં વિજેતા થશે તે આવનારા દિવસોમાં યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કરીને રાજસ્થાન ખાતે યોજાનાર ઇન્ટર-ઝોન ટૂર્નામેન્ટમાં ભાગ લેવા જશે. ચેસની સ્પર્ધામાં ભાગ લેતી ખેલાડી પૂર્ણા પંડ્યાએ જણાવ્યું હતું કે, હું રાજકોટ MVM કોલેજથી છું.આજે જામનગરમાં એચ. જે. દોશી કોલેજમાં અમે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હેઠળ જે ચેસની આંતર-કોલેજ સ્પર્ધાનું આયોજન થયું છે એમાં ભાગ લીધેલ છે.સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ખૂબ જ સારું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બધા જ પ્લેયર્સ માટે જમવાની અને AC હોલમાં રમવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    ખડગેએ કહ્યું-શું બોલવું, ક્યારે બોલવું તે મારો અધિકાર છે:કેન્દ્રીય મંત્રીએ કહ્યું- વિપક્ષ નવા સાંસદોને બોલવાની તક આપે, રાજ્યસભામાં રિજિજુ-ખડગે વચ્ચે બોલાચાલી; લોકસભા આવતીકાલ સુધી સ્થગિત
    Next Article
    હાઇકોર્ટના A-4 કાગળ અંગેના નવા પરિપત્ર સામે વકીલોનો વિરોધ:સૂત્રોચ્ચાર સાથે રેલો કાઢી કામકાજથી અળગા રહ્યા, નોટિફિકેશન પરત ન ખેંચાય તો ઉગ્ર આંદોલનની ચીમકી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment