Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નારી વંદન ઉત્સવ અંતર્ગત ‘મહિલા નેતૃત્વ દિવસ’ની ઉજવણી:સ્વરોજગાર-પશુપાલન ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કરનાર મહિલાઓનું સન્માન; ‘વ્હાલી દીકરી’ યોજનાના હુકમો-કિટ્સનું વિતરણ

    10 hours ago

    ભાવનગર જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા નારી વંદન ઉત્સવના ચોથા દિવસે શિશુવિહાર સંસ્થાના બુદ્ધ સભા હોલ ખાતે ‘મહિલા નેતૃત્વ દિવસ’ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સામાજિક, આર્થિક અને નેતૃત્વ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર મહિલાઓને સન્માનિત કરી મહિલા સશક્તિકરણનો સંદેશ આપવામાં આવ્યો હતો. પશુપાલન અને સ્વરોજગાર આત્મનિર્ભરતાનું માધ્યમ કાર્યક્રમમાં જિલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સીના નિયામક જયશ્રીબેન જરૂએ જણાવ્યું હતું કે મહિલાઓ પરિવારથી લઈને ખેતી, પશુપાલન અને સામાજિક વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે. તેમણે પશુપાલનને મહિલાઓ માટે આવકનું મજબૂત સાધન ગણાવી સ્વરોજગારી મેળવવા આહ્વાન કર્યું હતું. આ સાથે સખી મંડળો, સ્વરોજગાર અને ધિરાણ યોજનાઓ વિશે માહિતી પુરી પાડવામાં આવી હતી. કલ્યાણકારી યોજનાઓ અને બાલિકા પંચાયત અંગે માર્ગદર્શન જિલ્લા મહિલા અને બાળ અધિકારી રમેશભાઈ જાખણીયાએ નારી વંદન ઉત્સવની રૂપરેખા આપી હતી. જ્યારે જિલ્લા પ્રોગ્રામ ઓફિસર શિલ્પાબેન એ. ડામોરે મહિલા-બાળ કલ્યાણની યોજનાઓ, 'લખપતિ દીદી' યોજના તેમજ 'બાલિકા પંચાયત'ની રચના અને તેની કામગીરી અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. લાભાર્થીઓ અને ઉત્કૃષ્ટ કામગીરી કરનાર મહિલાઓનું સન્માન કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોના હસ્તે ‘વ્હાલી દીકરી’ યોજનાના ૫ લાભાર્થીઓને મંજૂરી હુકમો અને દીકરી વધામણા કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત મહિલા સરપંચો, પ્રગતિશીલ મહિલા ખેડૂતો અને પશુપાલકોનું સન્માન કરાયું હતું તથા બાલિકા પંચાયતની સભ્યોને મેનસ્ટ્રુઅલ હાઇજીન કિટ અર્પણ કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    પોલીસને ધક્કો મારી દુષ્કર્મ કેસનો આરોપી ફરાર, CCTV:હોસ્પિટલ નજીક આવેલા નિર્માણાધીન બિલ્ડિંગમાં ઘૂસ્યો, બહાર આવી જવા પોલીસે માઈકથી એનાઉન્સ કર્યું
    Next Article
    નાના ખૂટવડા ગામે પ્રેમસંબંધની અદાવતમાં ખેડૂત પર હુમલો:પાઇપ-કુહાડી વડે ઈજા પહોંચાડી લૂંટ ચલાવી;બે ભાઈઓ સામે ગુનો દાખલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment