Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નાના ખૂટવડા ગામે પ્રેમસંબંધની અદાવતમાં ખેડૂત પર હુમલો:પાઇપ-કુહાડી વડે ઈજા પહોંચાડી લૂંટ ચલાવી;બે ભાઈઓ સામે ગુનો દાખલ

    8 hours ago

    ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના નાના ખૂટવડા ગામે યુવતી સાથેના પ્રેમસંબંધની દાઝ રાખીને બે સગા ભાઈઓએ પૂર્વ આયોજિત કાવતરું રચી ખેડૂત યુવક પર પાઇપ અને કુહાડી જેવા ધારદાર હથિયારો વડે જાનલેવા હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. આરોપીઓ યુવક પર હુમલો કરી તેનો મોબાઈલ ફોન અને રોકડ ₹500ની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. ટ્રેક્ટર લઈને આવતા યુવકને રસ્તામાં આંતર્યો મહુવા તાલુકાના નાના ખૂટવડા ગામે રહેતા અને ખેતીકામ કરતા 22 વર્ષીય હરેશ ખીમજીભાઈ મકવાણા ગત 5 ઓગસ્ટના રોજ સાંજના સમયે ધોળી ભેખ વિસ્તારમાંથી ટ્રેક્ટર લઈને પસાર થઈ રહ્યા હતા. તે સમયે ગામના જ બે સગા ભાઈઓ શક્તિ વિનુભાઈ અને વનરાજ વિનુભાઈએ યુવતી સાથેના પ્રેમસંબંધની અદાવતમાં હરેશને રસ્તામાં આંતર્યા હતા. હુમલો કરી લૂંટ ચલાવી નાસી છૂટ્યા બંને ભાઈઓએ જાનથી મારી નાખવાના ઈરાદા સાથે હરેશ પર હુમલો કર્યો હતો. જેમાં શક્તિએ પાઇપ વડે અને વનરાજે કુહાડી વડે માથા તથા હાથના ભાગે ગંભીર ઘા ઝીંકી લોહીલુહાણ કરી દીધા હતા. હુમલા બાદ આરોપીઓ અપશબ્દો બોલી હરેશભાઈનો મોબાઈલ અને ખિસ્સામાંથી ₹500ની લૂંટ ચલાવી નાસી છૂટ્યા હતા. બગદાણા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો ગંભીર રીતે ઘવાયેલા હરેશભાઈને પ્રથમ મહુવા સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર અર્થે મહુવાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ મામલે હરેશભાઈની ફરિયાદના આધારે બગદાણા પોલીસે બંને આરોપી ભાઈઓ સામે BNS એક્ટની વિવિધ કલમો અને જીપી એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    નારી વંદન ઉત્સવ અંતર્ગત ‘મહિલા નેતૃત્વ દિવસ’ની ઉજવણી:સ્વરોજગાર-પશુપાલન ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કરનાર મહિલાઓનું સન્માન; ‘વ્હાલી દીકરી’ યોજનાના હુકમો-કિટ્સનું વિતરણ
    Next Article
    સુરતમાં હિટ એન્ડ રન, સ્ટુડન્ટનું મોત:એમ્બ્રોડરીના કારખાનેદારની દીકરીની પીઠ પર કારનું ટાયર ફરી વળ્યું, બે મહિના પહેલા આંખોના નંબર દૂર કરાવવા સર્જરી કરાવી હતી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment