Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાવનગર જિલ્લા જેલમાં કેદીએ જેલ સિપાઈને ફટકાર્યો:બેરેકમાં જવાનું કહેતાં ઉશ્કેરાઈને હુમલો કરી ધમકી આપી

    1 day ago

    ભાવનગર જિલ્લા જેલમાં ફરજ બજાવતા સિપાઈ પર કાચા કામના કેદીએ અચાનક હુમલો કરી મુંઢ માર માર્યો હોવાની ગંભીર ઘટના સામે આવી છે. બેરેકમાં જવાની બાબતે ઉશ્કેરાયેલા કેદીએ આ હુમલો કર્યો હતો. ઈજાગ્રસ્ત જેલ સિપાઈને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને તેમણે નિલમબાગ પોલીસ મથકમાં કેદી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જૂની દાઝ રાખી જેલ સિપાઈ પર કર્યો હુમલો ઘોઘાના સાણોદર ગામના વતની અને ભાવનગર જિલ્લા જેલમાં સિપાઈ તરીકે ફરજ બજાવતા દિગ્વિજયસિંહ ગોહિલ (ઉં.વ. 31) પર આ હુમલો થયો હતો. ગત 1 ઓગસ્ટે સિપાઈએ કાચા કામના કેદી ચિરાગ બિપિન મકવાણા અને તેના મિત્રને સર્કલમાંથી પોતાની ટપારી બેરેકમાં જવાનું કહ્યું હતું. આ બાબતે ઉશ્કેરાઈને ચિરાગે સિપાઈને તેમના ક્વાર્ટર અંગેની ધમકી આપી કોર્ટમાં ખોટા આક્ષેપોમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. એકલતાનો લાભ ઉઠાવી ઢીકાપાટુનો માર માર્યો આ બનાવની દાઝ રાખીને કેદી ચિરાગ મકવાણાએ ગઈકાલે સાંજે ફરજ પર રહેલા દિગ્વિજયસિંહ પર એકલતાનો લાભ ઉઠાવી અચાનક હુમલો કરી દીધો હતો. પોતાની સરકારી ફરજમાં રુકાવટ ઊભી કરી તેણે સિપાઈને ઢીકાપાટુનો માર મારી ઈજા પહોંચાડી હતી અને 'જોઈ લેવાની' ધમકી આપી હતી.
    Click here to Read More
    Previous Article
    ગુજરાત હાઈકોર્ટના નવા નિયમો સામે વકીલોનો વિરોધ:રાજ્યભરના વિરોધ બાદ A4 ફાઇલિંગ નિયમ અમલ મોકૂફ
    Next Article
    સુરતમાં હિટ એન્ડ રન, સ્ટુડન્ટનું મોત:એમ્બ્રોડરીના કારખાનેદારની દીકરીની પીઠ પર કારનું ટાયર ફરી વળ્યું, ઈન્ટરનલ બ્લીડિંગ-ઓર્ગન ડેમેજ થયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment