Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાત હાઈકોર્ટના નવા નિયમો સામે વકીલોનો વિરોધ:રાજ્યભરના વિરોધ બાદ A4 ફાઇલિંગ નિયમ અમલ મોકૂફ

    1 day ago

    ગુજરાત હાઈકોર્ટે નવા કેસોના ફાઇલિંગ માટે A4 સાઈઝના પેપર અને નિર્ધારિત ફોન્ટના ઉપયોગને ફરજિયાત બનાવતો પરિપત્ર બહાર પાડ્યો હતો. આ પરિપત્રનો રાજ્યભરના બાર એસોસિએશનો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. વ્યાપક વિરોધને પગલે, હાઈકોર્ટે હાલ પૂરતું આ પરિપત્રના અમલીકરણને મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે. ભરૂચ જિલ્લા કોર્ટ બાર એસોસિએશનના વકીલોએ ગુરુવારે કોર્ટની કાર્યવાહીથી અલિપ્ત રહી હડતાળ પાડી વિરોધ નોંધાવ્યો હતો. વકીલોએ કોર્ટ સંકુલની બહાર એકત્રિત થઈ હાઈકોર્ટના પરિપત્રની હોળી કરી સૂત્રોચ્ચાર કર્યા હતા. વકીલોના મતે, સ્થાનિક સ્તરે ટાઈપિંગ, પ્રિન્ટિંગ અને ફાઇલિંગ માટે જરૂરી સુવિધાઓ પૂરતી ઉપલબ્ધ ન હોવાથી નવા નિયમોનું પાલન કરવું મુશ્કેલ બની રહ્યું હતું. આ નિર્ણયને કારણે વકીલોમાં ભારે અસંતોષ ફેલાયો હતો. વકીલોએ સ્પષ્ટ જણાવ્યું હતું કે જ્યાં સુધી આ પરિપત્ર પરત ખેંચવામાં નહીં આવે અથવા તેમાં જરૂરી સુધારા કરવામાં નહીં આવે ત્યાં સુધી તેમનો વિરોધ યથાવત રહેશે. રાજ્યભરના બાર એસોસિએશનોના વિરોધને ધ્યાનમાં રાખીને ગુજરાત હાઈકોર્ટે A4 પેપર અને નિર્ધારિત ફોન્ટ સંબંધિત પરિપત્રના અમલીકરણને મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો, જેનાથી વકીલોમાં રાહતની લાગણી જોવા મળી. ઉલ્લેખનીય છે કે ભરૂચ ઉપરાંત ગુજરાતના અન્ય અનેક જિલ્લાઓમાં પણ બાર એસોસિએશનો દ્વારા હડતાળ અને વિરોધ કાર્યક્રમો યોજાયા હતા, જેના કારણે અનેક સ્થળોએ કોર્ટની નિયમિત કામગીરી પર અસર જોવા મળી હતી.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં મસાજ પાર્લરની આડમાં સેક્સરેકેટનો પર્દાફાશ:ભાઈ ₹ 1000માં બહેનના ફ્લેટ પર ગ્રાહકો લાવતો, એક વિદ્યાર્થી કઢંગી હાલતમાં'ને એક વેઈટિંગમાં હતો
    Next Article
    ભાવનગર જિલ્લા જેલમાં કેદીએ જેલ સિપાઈને ફટકાર્યો:બેરેકમાં જવાનું કહેતાં ઉશ્કેરાઈને હુમલો કરી ધમકી આપી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment