Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં હિટ એન્ડ રન, સ્ટુડન્ટનું મોત:એમ્બ્રોડરીના કારખાનેદારની દીકરીની પીઠ પર કારનું ટાયર ફરી વળ્યું, ઈન્ટરનલ બ્લીડિંગ-ઓર્ગન ડેમેજ થયા

    2 days ago

    સુરતમાં સિવિલ હોસ્પિટલ નજીકના બ્રિજ પર ફરી એકવાર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. 22 વર્ષીય સ્નેહા ધોરી ઈલેક્ટ્રિક મોપેડ લઈને કોલેજે જતી હતી, ત્યારે એક કારચાલકે તેને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતમાં સ્નેહા નીચે પટકાઈ હતી અને કારચાલક ત્યાંથી વાહન લઈને ફરાર થઈ ગયો હતો. હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવતીનું મોત થયું છે. મૃતક ભણવામાં ખૂબ જ હોંશિયાર હતી. તે સાયકોલોજીમાં માસ્ટર ડિગ્રી મેળવી રહી હતી અને ભવિષ્યમાં સાઇકિયાટ્રિસ્ટ બની સમાજસેવા કરવાનું સ્વપ્ન સેવી રહી હતી. તેના પિતા એમ્બ્રોઈડરીના કારખાનેદાર છે. પીઠ પર કારનું ટાયર ફરી વળ્યું પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે. ટક્કર માર્યા બાદ કારચાલકે ગાડી ઊભી રાખવાને બદલે સ્નેહા પરથી ચલાવી દીધી હોય તેમ જણાય છે, કારણ કે તેની પીઠના ભાગે કારના ટાયરના સ્પષ્ટ નિશાન જોવા મળ્યા હતા. યુવતીના શરીરના આંતરિક અંગોને ગંભીર નુકસાન પહોંચ્યું હતું. ઈન્ટરનલ બ્લીડિંગ અને ઓર્ગન ડેમેજ બન્યા મોતનું કારણ ખાનગી હોસ્પિટલના ડૉક્ટરોના જણાવ્યા અનુસાર, કારની ટક્કર અને ટાયર ફરી વળવાને કારણે સ્નેહાને ગંભીર ઈજાઓ પહોંચી હતી. શરીરમાં મોટા પાયે 'ઈન્ટરનલ બ્લીડિંગ' શરૂ થઈ ગયું હતું. સાથે જ મહત્વના ઓર્ગન ડેમેજ થઈ જતાં તેની સ્થિતિ વધુ નાજુક બની અને સારવાર દરમિયાન તેણે દમ તોડી દીધો હતો. પિતા એમ્બ્રોઈડરીના કારખાનેદાર સ્નેહા માતા-પિતા અને ભાઈ સાથે સુરતના બોમ્બે માર્કેટ નજીક નવજીવન સોસાયટીમાં રહેતી હતી. તેના પિતા પ્રકાશભાઈ ઘોરી સુરતમાં એમ્બ્રોઈડરીનું કારખાનુ ચલાવે છે. ખટોદરા પોલીસે સીસીટીવી ફુટેજના આધારે તપાસ શરૂ કરી બનાવની જાણ થતાં જ ખટોદરા પોલીસ મથકનો કાફલો ઘટનાસ્થળે અને હોસ્પિટલે પહોંચી ગયો હતો. મૃતક દીકરીના પિતા પ્રકાશભાઈ ઘોરીની ફરિયાદના આધારે ખટોદરા પોલીસે અજાણ્યા કારચાલક સામે હિટ એન્ડ રન તથા ગુનાહિત બેદરકારીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સિવિલ હોસ્પિટલ બ્રિજ અને આસપાસના રોડ પર લાગેલા CCTV કેમેરાના ફૂટેજ ચકાસવામાં આવી રહ્યા છે, જેથી અકસ્માત સર્જી ફરાર થઈ ગયેલા કાર ચાલકની ઓળખ કરી તેને ઝડપી પાડવામાં આવે.
    Click here to Read More
    Previous Article
    ભાવનગર જિલ્લા જેલમાં કેદીએ જેલ સિપાઈને ફટકાર્યો:બેરેકમાં જવાનું કહેતાં ઉશ્કેરાઈને હુમલો કરી ધમકી આપી
    Next Article
    On Camera, 3 Men Beaten, Paraded Over Cable Theft Suspicion In Madhya Pradesh

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment