Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખાનગી સંસ્થામાં મોકલી સરકારને નાણાકીય નુકસાન‎:જી.જી. હોસ્પિટલના કરાર આધારિત તબીબનું કારસ્તાન સરકારી દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં સરકાવીને પ્રેક્ટિસ

    1 day ago

    જામનગરની જાણીતી ગુરુ ગોબિંદસિંઘ (જી.જી.) સરકારી હોસ્પિટલમાં ગંભીર ગેરરીતિ અને લાપરવાહીનો ચકચારી કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળ કરાર આધારિત ફરજ બજાવતા ડોકટર દ્વારા સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં ટ્રાન્સફર કરી ત્યાં ઓપરેશન કરવામાં આવતા હોવાનો ધડાકો થયો છે. સરકારી યોજનાનો લાભ મેળવતા દર્દીઓને હોસ્પિટલમાંથી અનબ્લોક કરાવી ખાનગી સંસ્થામાં મોકલીને સરકારી તિજોરીને મોટું નાણાકીય નુકસાન પહોંચાડવાની આ ગંભીર બાબતને પગલે જી.જી. હોસ્પિટલના તબીબી અધિક્ષકે સંબંધિત ડોક્ટર સામે કડક વલણ અપનાવીને કારણ દર્શક (શો-કોઝ) નોટિસ ફટકારી છે અને બે દિવસમાં લેખિત ખુલાસો આપવા તાકીદ કરી છે. જી.જી. સરકારી હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગ (યુનિટ-1) માં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કરાર આધારિત (પ્રાઇવેટ પ્રેક્ટિસની છૂટ સાથે) ફરજ બજાવતા ડો. મોહિત પાબારી વિરુદ્ધ આ ગંભીર પગલું ભરવામાં આવ્યું છે. હોસ્પિટલ તંત્રના ધ્યાન પર આવ્યું હતું કે ઓર્થોપેડિક યુનિટ-1 માં દાખલ થયેલા 4 દર્દીઓના નામ સામે આવ્યા છે. જોકે, તબીબી નૈતિકતા અને નિયમોના ધજાગરા ઉડાવીને ડો. મોહિત પાબારીએ આ દર્દીઓને સરકારી હોસ્પિટલમાંથી PMJAY હેઠળ અનબ્લોક કરાવી દીધા હતા. ત્યારબાદ આ તમામ દર્દીઓને ખાનગી સંસ્થા બરોડા હાર્ટ ઇન્સ્ટીટ્યુટ ખાતે ખસેડી ત્યાં તેમના ઓપરેશન કરવામાં આવ્યા હતા. માત્ર આ ચાર દર્દીઓ પૂરતી જ આ પ્રવૃત્તિ મર્યાદિત ન હતી. તબીબી અધિક્ષકની તપાસમાં સામે આવ્યું છે કે અગાઉ પણ અન્ય અસંખ્ય OPD (બહારના દર્દીઓ) તેમજ IPD (દાખલ દર્દીઓ) કક્ષાના દર્દીઓને જામનગરની સરકારી હોસ્પિટલમાંથી રીફર કરીને ખાનગી હોસ્પિટલમાં લઈ જઈ ઓપરેટ કરવામાં આવતા હતા. સરકારી તબીબ પોતાના અંગત સ્વાર્થ અને ખાનગી પ્રેક્ટિસના રોટલા શેકવા માટે સરકારી સંસાધનો અને યોજનાઓનો અનાદર કરી રહ્યા હતા, જેના કારણે રાજ્ય સરકારની તિજોરીને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આ સમગ્ર મામલાની અત્યંત ગંભીર નોંધ લઈને તબીબી અધિક્ષક દ્વારા ડો. મોહિત પાબારીને આકરા શબ્દોમાં નોટિસ પાઠવવામાં આવી છે. આદેશ આપવામાં આવ્યો છે કે હોસ્પિટલમાં દાખલ થતા તમામ દર્દીઓની સારવાર અને ઓપરેશન અત્રે જ થાય તે સુનિશ્ચિત કરવું. સાથે જ તાકીદ કરવામાં આવી છે કે નોટિસ મળ્યાના દિન-2 (બે દિવસ) માં લેખિત સ્પષ્ટતા રજૂ કરવી કે આટલી મોટી ગેરરીતિ બદલ તેમની સેવા સમાપ્તિ (ટર્મિનેશન) માટે ઉચ્ચ કક્ષાએ ભલામણ કેમ ન કરવી. ભવિષ્યમાં પણ જો આવી કોઈ પ્રવૃત્તિ પ્રકાશમાં આવશે તો આકરી શિક્ષાત્મક કાર્યવાહી કરવાની સ્પષ્ટ ચેતવણી આપતાં જામનગરના આરોગ્ય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે. જી.જી.હોસ્પિટલમાંથી ટ્રાન્સફર કરાયેલા 4 દર્દીઓના નામ સામે આવ્યા જી.જી.હોસ્પિટલ તંત્રના ધ્યાન પર આવ્યું હતું કે ઓર્થોપેડિક યુનિટ-1 માં દાખલ થયેલા દર્દીઓ—જેવા કે સોનગરા જીવીબેન, કણઝારીયા ભાગ્યશ્રી, સુધાબેન જોશી, અને વાઘડીયા અમુભાઈ—સરકારની પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) અંતર્ગત જી.જી. હોસ્પિટલમાં નોંધાયેલા અને બ્લોક કરવામાં આવેલા હતા.
    Click here to Read More
    Previous Article
    ટીબી દર્દીઓનું સમયસર નિદાન:અમરેલીની મેડિકલ કોલેજ રાષ્ટ્રીય ક્ષયરોગ નિવારણ કાર્યક્રમમાં રાજ્યમાં પ્રથમ સ્થાન
    Next Article
    હજુ સુધી સરેરાશ માત્ર 2 ઇંચ વરસાદ:જામનગર જિલ્લામાં સરેરાશ 8.50 ઇંચ હજુ સુધી મૌસમનો 28.50 ટકા જ વરસાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment