Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હજુ સુધી સરેરાશ માત્ર 2 ઇંચ વરસાદ:જામનગર જિલ્લામાં સરેરાશ 8.50 ઇંચ હજુ સુધી મૌસમનો 28.50 ટકા જ વરસાદ

    एक दिन पहले

    સૌરાષ્ટ્રના પશ્ચિમ છેવાડે સ્થિત જામનગર જિલ્લામાં ચાલુ વર્ષે અત્યાર સુધીમાં મૌસમનો સરેરાશ માત્રે સાડા આઠ ઇંચ જેટલો જ વરસાદ નોંધાયો છે.જેને પગલે અમુક જળાશયોમાં નહીવત આવક જ થવા પામી છે. બીજી બાજુ છેલ્લા 30 વર્ષોના સરેરાશ વરસાદની સાપેક્ષમાં હજુ માત્ર 28.50 ટકા જ વરસાદ નોંધાતા બે સામાન્ય રાઉન્ડ બાદ હજુ ખેડૂતો સાથે જનજીવન ઘીંગા રાઉન્ડની આશા સાથે આભ ભણી મીંટ માંડી રહયુ છે. જયારે દેવભૂમિ દ્વારકા જિલ્લાની હાલત તો વરસાદની બાબતમાં હજુ સુધી વધુ ચિંતાજનક છે.જિલ્લામાં સરેરાશ માત્ર બે ઇંચ જ વરસાદ નોંધાયો છે.જેમાં સરેરાશ 6.24 ટકા જ વરસાદ પડયો છે. જામનગર-દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચાલુ વર્ષે મેઘરાજાની મોડી પધરામણી બાદ જુલાઇના બીજા અને ત્રીજા સપ્તાહ દરમિયાન વરસાદની આગાહી વચ્ચે મેઘરાજાના મંડાણ થયા હતા.જેમાં જામનગર જિલ્લામાં અત્યાર સુધી સાર્વત્રિક પોણા છથી પોણા બાર ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે. ચાલુ વર્ષે સૌથી વધુ જામજોધપુરમાં મૌસમનો કુલ વરસાદ 295 મીમી નોંધાયો છે.જયારે સૌથી ઓછો લાલપુરમાં 144 મીમી નોંધાયો છે.જામનગરમાં 167 મીમી, જોડીયામાં 225 મીમી,ધ્રોલમાં 213 મીમી, કાલાવડમાં 235 મીમી વરસાદ નોંધાયો છે. જેથી જામનગર જિલ્લાનો સરેરાશ વરસાદ સાડા આઠ ઇંચ જેટલો પડયો છે.જે અગાઉના વર્ષોની સરખામણીએ લગભગ 28.50 ટકા જ હોવાનુ સામે આવ્યુ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચાલુ વર્ષે મેઘરાજાએ રુષણા લીધા હોય તેમ ઓગષ્ટના પ્રારંભે સરેરાશ વરસાદ માત્ર બે ઇંચ જેટલો જ પડયો છે.જેમાં ઓખામંડળમાં મૌસમનો કુલ વરસાદ 15 મીમી, ખંભાળિયામા 90 મીમી, કલ્યાણપુરમાં 31 મીમી અને ભાણવડમાં 74 મીમી વરસાદ નોંધાયો છે. જે સરેરાશ માત્ર 6.24 ટકા જ વરસાદ ગણાય છે.છેવાડાના દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પાક પાણીનુ ચિંત્ર પણ ચિંતાજનક ગણાવાય રહયુ છે.હાલ મોટાભાગના જળાશયો પણ તળીયાઝાટક હોવાનુ સામે આવ્યુ છે.જે સાથે બોર-કુવા પણ ડૂકયા છે. ગત વર્ષની સાપેક્ષે જામનગરમાં હજુ અડધો વરસાદ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન વરસાદનું પ્રમાણ ગત વર્ષની સરખામણીએ નોંધપાત્ર રીતે ઓછું રહ્યું છે. જામનગર જિલ્લામાં 5 ઓગસ્ટ 2026 સુધીમાં સરેરાશ 213.17 મીમી વરસાદ નોંધાયો છે, જે સિઝનના કુલ સરેરાશના માત્ર 28.50 ટકા જેટલો થાય છે. ગત વર્ષે આ જ સમયગાળા સુધીમાં જિલ્લાનો કુલ વરસાદ 408.67 મીમી સુધી પહોંચી ગયો હતો.
    Click here to Read More
    Previous Article
    ખાનગી સંસ્થામાં મોકલી સરકારને નાણાકીય નુકસાન‎:જી.જી. હોસ્પિટલના કરાર આધારિત તબીબનું કારસ્તાન સરકારી દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં સરકાવીને પ્રેક્ટિસ
    Next Article
    'Why Apologise For Making Money?": Mallika Sherawat Confirms Charging Rs 9 Lakh For Traitors 2

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment