Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટીબી દર્દીઓનું સમયસર નિદાન:અમરેલીની મેડિકલ કોલેજ રાષ્ટ્રીય ક્ષયરોગ નિવારણ કાર્યક્રમમાં રાજ્યમાં પ્રથમ સ્થાન

    1 day ago

    ભાસ્કર ન્યૂઝ| અમરેલી ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળ કાર્યરત રાષ્ટ્રીય ક્ષયરોગ નિવારણ કાર્યક્રમ (NTEP) અંતર્ગત વર્ષ 2025 દરમિયાન ખાનગી મેડિકલ કોલેજોમાં શ્રેષ્ઠ કામગીરી બદલ શાંતાબા મેડિકલ કોલેજ એન્ડ જનરલ હોસ્પિટલ, અમરેલીને સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત થયો છે. આ સન્માન ટીબીના દર્દીઓનું સમયસર નિદાન, ગુણવત્તાયુક્ત સારવાર અને ચોક્કસ નોંધણી કરવા બદલ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે હોસ્પિટલના સમગ્ર રેસ્પિરેટરી મેડીસીન ડિપાર્ટમેન્ટ સાથે સંકળાયેલા રેસિડેન્ટ ડોક્ટર, પ્રોફેસર, નર્સિંગ સ્ટાફ તથા લેબોરેટરી કર્મચારીઓના સામૂહિક અને સમર્પિત પ્રયાસોને બિરદાવવામાં આવ્યા હતા. કોલેજના ડિસ્ટ્રીક્ટ નોડલ ટીબી ઓફિસર અને પ્રોફેસર ડો. હિમ પરીખ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, “સરકારના ‘ક્ષયરોગ મુક્ત ભારત’ના લક્ષ્યને સિદ્ધ કરવા માટે સમયસર નિદાન અને ગુણવત્તાયુક્ત સારવાર અત્યંત જરૂરી છે. આ સન્માન અમારી સમગ્ર ટીમના સમર્પિત કાર્યનું પરિણામ છે.” આ ઉત્કૃષ્ટ સિદ્ધિ બદલ શાંતાબા મેડિકલ કોલેજના ડીન, સુપ્રિટેન્ડેન્ટ અને ટ્રસ્ટીશ્રી વસંતભાઈ ગજેરાએ ડોક્ટર હિમ પરીખ અને તેમની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસનું સંયુક્ત અભિયાન શરૂ થશે‎:અમરેલીથી ચાવંડ-ઢસા ચોકડી હાઇવે પર દબાણો સામે કાર્યવાહી: 2 દિવસમાં સ્વખર્ચે દબાણ દૂર કરવાની સૂચના
    Next Article
    ખાનગી સંસ્થામાં મોકલી સરકારને નાણાકીય નુકસાન‎:જી.જી. હોસ્પિટલના કરાર આધારિત તબીબનું કારસ્તાન સરકારી દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં સરકાવીને પ્રેક્ટિસ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment