Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દારૂડિયાએ ટુ-વ્હીલરોને અડફેટે લઈ કાર ડિવાઈડર પર ચડાવી દીધી:મકરપુરા પોલીસ સ્ટેશન સામે અકસ્માત; નાકમાંથી લોહી ચાલુ, એરબેગ પણ ખુલ્લી લઈ

    23 hours ago

    વડોદરાના મકરપુરા પોલીસ સ્ટેશન સામે આવેલા રોડ પર બુધવારે રાત્રે દારૂ નશાની હાલતમાં કાર હંકારીને ચાલકે ડિવાઈડર પર ચડાવી દીધી હતી. આ બનાવ અંગે માંજલપુર પોલીસ સ્ટેશને કારચાલક વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ તેમજ મોટર વહિકલ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કારચાલકે નશામાં અન્ય ટુ-વ્હીલર વાહનોને અડફેટે લેતા હોવાનું પણ હાજર લોકોએ જણાવ્યુ હતુ. પોલીસે હાલમાં આ ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. નશામાં કાર પરથી કાબૂ ગુમાવ્યો 5 ઓગસ્ટની રાતે મકરપુરા પોલીસ સ્ટેશન સામેથી પસાર થઈ રહેલી એક સફેદ રંગની અર્ટીગા કારના ચાલકે દારૂના નશામાં કાર પરથી કાબૂ ગુમાવી દીધો હતો. કારને રસ્તા વચ્ચે આવેલા ડિવાઈડર પર ચડાવી દેતા પહેલાં તેણે કેટલાક ટુ-વ્હીલર વાહનોને પણ અડફેટે લીધા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. 408 મારફતે ચાલકને હોસ્પિટલ ખસેડાયો અકસ્માત સર્જાતા જ આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા અને 108ને જાણ કરી હતી. ઈજાગ્રસ્ત કારચાલકને શ્રેયસ ત્રણ રસ્તા પાસે આવેલી ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ માંજલપુર પોલીસનો કાફલો સ્થળ પર અને હોસ્પિટલ પહોંચ્યો હતો. કારચાલક વડસરમાં રહે છે પોલીસે હોસ્પિટલ પહોંચી તપાસ કરતાં કારચાલકની ઓળખ અલ્પેશ ત્રીકમભાઈ પટેલ (ઉં.વ.44, રહે. રાધાકૃષ્ણ ટેનામેન્ટ, વડસર, વડોદરા) તરીકે થઈ હતી. અલ્પેશ પટેલ દારૂ પીધેલી હાલતમાં હોવાનું સ્પષ્ટ થતાં પોલીસે તેની સામે પ્રોહિબિશન અને એમ.વી. એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    વેરાવળમાં ખુનની કોશિષ, લૂંટના 6 આરોપી ઝડપાયા:પોલીસે ગણતરીના સમયમાં ધરપકડ કરી, કાર્યવાહી શરૂ
    Next Article
    ગુજરાતમાં અનાથોની"નાથ"બનતી સરકાર:રાજકોટમાં 63 બાળકોના પાલક માતા-પિતાને માસિક રૂ.3,000ની સહાય:દીકરો 18 વર્ષ,દીકરી 21 વર્ષની થાય ત્યાં સુધી મળતી શિષ્યવૃતિ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment