Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતમાં અનાથોની"નાથ"બનતી સરકાર:રાજકોટમાં 63 બાળકોના પાલક માતા-પિતાને માસિક રૂ.3,000ની સહાય:દીકરો 18 વર્ષ,દીકરી 21 વર્ષની થાય ત્યાં સુધી મળતી શિષ્યવૃતિ

    1 day ago

    ગુજરાત સરકાર અનાથ બાળકો માટે નાથ બનીને સામે આવી છે. રાજ્યના એવા બાળકો કે જેમને માતા અને પિતા બંનેનું છત્ર ગુમાવી દીધું છે તેમના માટે પાલક માતા - પિતા યોજના છે. જેમાં પરિવારના જે કોઈ પણ વ્યક્તિ બાળકોને સાચવે તેને દર મહિને સરકાર તરફથી રૂ.3,000 ની સહાય આપવામાં આવે છે. રાજકોટ શહેરમાં કોર્પોરેશન સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારી દ્વારા અનાથ બાળકોનો સર્વે કરાવવામાં આવ્યો હતો જેમાં સામે આવ્યું કે રાજકોટમાં 63 બાળકો એવા છે કે જેમને માતા કે પિતા કોઈ નથી તો આવા બાળકોને સહાય મળે તે માટે પ્રયાસો શરૂ કરવામાં આવતા હાલ 33 બાળકોના પાલક માતા- પિતાને સહાય મળવાનું શરૂ થઈ ચૂક્યું છે. સહાય મેળવતા દાદી કહે છે કે મારા પુત્ર અને પુત્રવધૂનું નિધન થયા બાદ એક દીકરો અને બે દીકરીનો ભરણપોષણ સરકારી સહાયની મદદથી જ કરું છું. જ્યારે ધોરણ 8 માં અભ્યાસ કરતા વિદ્યાર્થી કે જેના પિતાનું નિધન થયા બાદ માતા તેને છોડીને ચાલી ગઈ. જેથી હાલ દાદા - દાદી તેનું ભરણપોષણ કરે છે અને આ દીકરાની ઈચ્છા ભવિષ્યમાં પોલીસ ઓફિસર બનવાની છે. રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન વિક્રમ પૂજારાએ જણાવ્યું હતું કે, સૌપ્રથમ હું અમારા નવનિયુક્ત શાસનાધિકારી રમેશ જેઠવાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે એમને એમના જે ભૂતકાળના અનુભવો અને એની પાસે જે ભાથું છે એમાંથી આ આપણી સ્કૂલના ગરીબ બાળકો માટે થઈને સતત વિચાર કરતા હોય છે. પાલક માતા-પિતા યોજના એ રાજ્ય સરકારની ખૂબ સારી યોજના છે. જે બાળકના માતા-પિતા ન હોય અને એ કોઈ આશ્રિત એટલે કે એને કોઈ પાલક પિતા તરીકે કે માતા તરીકે મોટા કરતા હોય તો એવા બાળકને રાજ્ય સરકાર તરફથી દર મહિને ₹3,000 જેવી સહાય મળે છે. દીકરો હોય તો 18 વર્ષ અને દીકરી હોય તો 21 વર્ષ સુધી આ સહાય આપવામાં આવે છે. સૌથી સારી બાબત કે દીકરીnને 21 વર્ષ પૂર્ણ થાય ત્યારબાદ એના લગ્ન થાય ત્યારે રાજ્ય સરકાર તરફથી ₹2 લાખનું એને વર્તર આપવામાં આવે છે.તો આ એટલી બધી ખૂબ સારી સંવેદનશીલ આખી યોજના છે. જેથી હું ભુપેન્દ્ર પટેલ અને ભારતીય જનતા પાર્ટીની સરકારને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે જે ગરીબ બાળકનું કોઈ નથી, માતા-પિતા નથી, તો એવા કિસ્સામાં જે લોકો રાખે છે એમને પણ થોડોક ખર્ચ નીકળે, બાળકને કાંઈ નાનો-મોટો ખર્ચો જે થતો હોય ઈ એમને ન ભોગવવો પડે એટલા માટે થઈને સરકારે આ ખૂબ સરસ, સુંદર યોજના છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અમારી સરકારી સ્કૂલમાં જે કુલ 63 બાળકો જેમાંથી 33 બાળકોને આ સહાય હાલ મળે છે અને 30 બાળકો જે બાકી હતા એમના પણ પેપર ડોક્યુમેન્ટ બધા લઈ અને આખી કાર્યવાહી પૂર્ણ કરી છે. એટલે આગામી દિવસોમાં આ 63 બાળકોને દર મહિને ₹3,000 મળતા થઈ જાય એવું ખૂબ સરસ મજાનું આયોજન શાસનાધિકારીએ કર્યું છે. હું ખૂબ ફરીવાર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વતી એને ખૂબ ખૂબ અભિનંદન આપું છું.અમારી 93 સ્કૂલમાં અંદાજે 34 હજાર બાળકો અભ્યાસ કરે છે ત્યારે તમામ શાળાઓના આચાર્યોને સૂચના આપવામાં આવશે કે આ પ્રકારના જે બાળકો જે સ્કૂલ પાસે છે એ અમે એમાંથી શોધી શકીએ. આ ઉપરાંત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સિવાયની સ્કૂલમાં આવા કોઈ બાળકો હોય તો તેના માટે પણ આ સહાય મળવાપાત્ર છે. પિતાનું મૃત્યુ, માતા છોડીને ચાલી ગઈ - પુત્રને પોલીસ ઓફિસર બનવું છે વિદ્યાર્થી રોહિત ખીમસૂરિયાએ જણાવ્યું હતું કે, હું ધોરણ 8 માં અભ્યાસ કરું છું. મારા પપ્પા હરેશભાઈ દારૂ પીતા હતા તેને કારણે મૃત્યુ પામ્યા અને મા નાનો હતો ત્યારે મેકીને ચાલ્યા ગયા હતા. હું રાજકોટ શહેરની પે સેન્ટર શાળા નંબર 15 માં અભ્યાસ કરું છું. હું હાલ મારા દાદી, મામા અને કાકા સાથે રહું છું. સરકારી સહાય આવી રહી છે. જેનાથી ફાયદો થાય છે. તેને અંતમાં કહ્યું કે, દેશની રક્ષા કરવા માટે મોટા થઈને પોલીસ બનવું છે. કેન્સરની ગાંઠને લીધે પુત્રનું અવસાન, પુત્રવધૂ ભાગી જતા દાદા - દાદી બન્યા માતા - પિતા પાલક માતા જસીબેન ફાતાભાઈએ જણાવ્યુ હતુ કે, મારો છોકરો હતો. તેને પેટમાં કેન્સરની ગાંઠ થઈ ગઈ હતી. 22 વર્ષની ઉંમર હતી. એના લગ્ન કરી દીધા હતા પરંતુ તે મૃત્યુ પામ્યો. જે બાદ વહુ ભાગી ગઈ અને છોકરીઓ મારી પાસે છે. શાળામાંથી અનીતાબેને કીધું કે બે દીકરીઓ છે તમારી તો એનું ફોર્મ ભરો. અમે ફોર્મ ભરાવ્યું તો મહિને મહિને ₹3,000 સહાય આવે છે.સહાયનો ઉપયોગ એના પાલન-પોષણ માટે, ખાવા-પીવા, કપડા ખરીદવા અને દવાખાના પાછળ વાપરીએ છીએ. એક દીકરી ત્રીજા ધોરણમાં ભણે છે અને એક પહેલા ધોરણમાં અભ્યાસ કરે છે. 1 દીકરા, 2 દીકરી માટે દાદી બન્યા માતા - પિતા જ્યારે અન્ય પાલક માતા જયાબેન મકવાણાએ જણાવ્યું હતું કે, દીકરાનો દીકરો સ્કૂલે ભણવા જાય છે. તેના માતા પિતા મૃત્યુ પામ્યા છે. રૂ.3000 ની શિષ્યવૃત્તિ મળે છે તેમાંથી તેનું પાલનપોષણ કરીએ છીએ. મારા પુત્રને હૃદયરોગનો હૂમલો આવ્યો અને તે બાદ વહુ મૃત્યુ પામી. હાલ એક દીકરો અને બે દીકરીનું ભરણપોષણ કરું છું. દર મહિને બાળક દીઠ રૂ.3,000 ની સહાય મળે છે.
    Click here to Read More
    Previous Article
    દારૂડિયાએ ટુ-વ્હીલરોને અડફેટે લઈ કાર ડિવાઈડર પર ચડાવી દીધી:મકરપુરા પોલીસ સ્ટેશન સામે અકસ્માત; નાકમાંથી લોહી ચાલુ, એરબેગ પણ ખુલ્લી લઈ
    Next Article
    'No Danger': US On Trump's Helicopter Flying Too Close To Passenger Plane

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment