Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એક જ કોન્ટ્રાક્ટરને કામ આપવાને કારણે વિલંબ‎:શાંતેશ્વર અને ઓઘડનગરમાં વરસાદી પાણી - ગંદકીથી મચ્છરોનો ઉપદ્રવ વધ્યો

    14 hours ago

    જૂનાગઢના જોશીપરાથી ઝાંઝરડા રોડને જોડતા મુખ્ય માર્ગ પર આવેલ શાંતેશ્વર અને ઓઘડનગર વિસ્તારમાં બિસ્માર રોડ તથા ગટરના પૂરતા નિકાલના અભાવે સ્થાનિક રહીશો અને વેપારીઓ હાલાકી ભોગવી રહ્યા છે. આ રસ્તો ખોદી નાખ્યા બાદ કામગીરી ધીમી ગતિએ ચાલતી હોવાથી ચોમાસાના પ્રારંભ સાથે જ રસ્તા પર ગટર અને વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ છે. આ માર્ગ પરથી શાળાની બસો, એમ્બ્યુલન્સ અને દર્દીઓ હોસ્પિટલ જવા માટે મોટા પ્રમાણમાં પસાર થતા હોવાથી અકસ્માતનો ભય રહે છે. આસ-પાસની સોસાયટીઓના સ્થાનિકોને ગંદકી, દુર્ગંધ અને મચ્છરોના ઉપદ્રવથી પીડાઈ રહ્યા છે. વરસાદથી કામગીરી અટકી: ભાજપ ઓઘડનગર અને આર.કે. રેસિડેન્સી સુધી પેવર બ્લોકની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને શાંતેશ્વર ગોળાઈ સુધી કામ પહોંચ્યું છે. વરસાદના કારણે કામગીરી અસ્થાયી રૂપે બંધ રાખવી પડી હતી. > પ્રવિણ વાઘેલા, નગર સેવક. ભાજપ કાર્યાલયે ઝડપી કામ: કોંગ્રેસ શાંતેશ્વર અને ઓઘડનગર વિસ્તારનો રોડ હોળી પહેલાંનો ખોદાયેલો છે. ભાજપ કાર્યાલય નજીક કામ ઝડપથી પૂરું કરી દેવાયું, પરંતુ 30થી વધુ સોસાયટીઓને જોડતા આ રસ્તા પર કામગીરી અટકેલી છે. એક જ કોન્ટ્રાક્ટરને કામ અપાતાં વિલંબ થઈ રહ્યો છે. > લલિત પારસણા, વિપક્ષનેતા
    Click here to Read More
    Previous Article
    કમલમથી કોબા સર્કલ સુધી 1.9 કિમીનો એલિવેટેડ બ્રિજ બની શકે:મેટ્રોથી 5 મીટર ઊંચો, 300 કરોડનો ખર્ચ; ગાંધીનગરમાં 1.93 લાખથી વધુ વાહનોને ટ્રાફિકમાંથી મુક્તિ મળશે
    Next Article
    નાની ઉંમર, મોટી ઉડાન:જૂનાગઢ જિલ્લાના 15 ખેલાડી 20મીએ હરિદ્વારમાં રાષ્ટ્રીય કક્ષાની કુસ્તી સ્પર્ધામાં પોતાનું દંગલ બતાવશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment