Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કમલમથી કોબા સર્કલ સુધી 1.9 કિમીનો એલિવેટેડ બ્રિજ બની શકે:મેટ્રોથી 5 મીટર ઊંચો, 300 કરોડનો ખર્ચ; ગાંધીનગરમાં 1.93 લાખથી વધુ વાહનોને ટ્રાફિકમાંથી મુક્તિ મળશે

    14 hours ago

    ગાંધીનગરમાં કમલમથી કોબા સર્કલ સુધી આશરે 1.90 કિમી લાંબો એલિવેટેડ બ્રિજ 300 કરોડથી વધુના ખર્ચે બનાવવાની યોજના તૈયાર કરવામાં આવી છે. આ બ્રિજને મેટ્રો લાઈન ઉપર થઈને નર્મદા કેનાલ તરફ જોડાણ અપાશે. જેથી દરરોજ 1.93 લાખથી વધુ વાહનોને ટ્રાફિકમાંથી મુક્તિ મળશે. આ પ્રોજેક્ટ RB (માર્ગ અને મકાન વિભાગ) દ્વારા 2થી 3 વિકલ્પ તૈયાર કરીને મંજૂરી માટે રજૂ કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા હાલ આ પ્રોજેક્ટની મંજૂરી પેન્ડિંગ રાખવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. 10 વર્ષમાં વિકસતા વિસ્તારોનો ટ્રાફિક મુખ્ય માર્ગ પર આવશે છેલ્લા એક દાયકામાં ગિફ્ટ સિટી, રાંદેસણ, રાયસણ અને પીડીપીયુથી લઈને કોબા સુધીના વિસ્તારોમાં ઝડપથી વિકાસ થયો છે. બીજી તરફ કુડાસણ, અંબાપુર સહિતની TP સ્કીમના વિસ્તારો પણ વિકસ્યા છે. આગામી સમયમાં આ તમામ વિસ્તારોમાંથી આવતો ટ્રાફિક મુખ્ય માર્ગ પર વધવાનો હોવાથી હાલની રોડ વ્યવસ્થા પર ભાર વધવાની શક્યતા છે. રોડની નીચે પહેલેથી જ યુટિલિટી લાઇનનું નેટવર્ક કોબા તરફના મુખ્ય માર્ગની નીચે પાણી, ગટર, ગેસ અને વીજળી સહિતની વિવિધ યુટિલિટી લાઇનોનું મોટું નેટવર્ક છે. ખાસ કરીને કુડાસણ અને રાયસણ તરફની પાણીની લાઇનો, ગેસ લાઇન તેમજ ટોરેન્ટ અને UGVCLની વીજળીની લાઇનો અંડરગ્રાઉન્ડ કરવામાં આવેલી છે. આ કારણે આ યુટિલિટીને નુકસાન પહોંચાડ્યા વિના જમીનની નીચેથી માર્ગ કાઢવો મુશ્કેલ છે. આ જ કારણસર કોબા સર્કલ પર અંડરપાસને બદલે ઓવરબ્રિજ/એલિવેટેડ કોરિડોરનો વિકલ્પ આગળ આવ્યો છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા તૈયાર કરાયેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ થયા બાદ અંતિમ મંજૂરી અને આગળની કામગીરી હાથ ધરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    કોકરોચ જનતા પાર્ટી સામે મોરચો ખોલનાર સુરતના અમિત તિવારી કોણ?:દીપકેના વિદેશી કનેકશનને લઈ સવાલ ઉઠાવ્યો, 50 લાખના ખંડણી કેસમાં આવી ચૂક્યું છે નામ
    Next Article
    એક જ કોન્ટ્રાક્ટરને કામ આપવાને કારણે વિલંબ‎:શાંતેશ્વર અને ઓઘડનગરમાં વરસાદી પાણી - ગંદકીથી મચ્છરોનો ઉપદ્રવ વધ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment