Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'શહેનાઝ ક્યૂટ બનવાનો ઢોંગ કરે છે, તે ખૂબ ચાલાક છે':'રોડીઝ' ફેમ આંચલ ખુરાનાએ એક્ટ્રેસ પર બળાપો કાઢ્યો, તેના ભાઈને પણ અસભ્ય ગણાવ્યો

    1 day ago

    ટીવી એક્ટ્રેસ અને 'રોડીઝ 8'ની વિજેતા આંચલ ખુરાનાએ એક્ટ્રેસ શહેનાઝ ગિલ પર ઘણા ગંભીર આરોપો લગાવ્યા છે. 'ટેલી મસાલા'ને આપેલા ઇન્ટરવ્યુમાં આંચલે દાવો કર્યો છે કે, શહેનાઝ ખરેખર એવી નથી જેવી તે સોશિયલ મીડિયા પર દેખાય છે. તે ફક્ત 'ક્યૂટ' અને ભોળી બનવાનો ઢોંગ કરે છે, જ્યારે ખરેખર તે ખૂબ જ ચાલાક અને બદતમીઝ છે. આંચલના મતે, શહેનાઝ અને તેના ભાઈની સારી પબ્લિક ઇમેજ ફક્ત વીડિયોના ચાલાકીભર્યા એડિટિંગને કારણે જ બની રહી છે. વીડિયો એડિટ કરીને બનાવી સારી ઇમેજ ઇન્ટરવ્યુમાં 35 વર્ષની આંચલ ખુરાનાએ કહ્યું કે, 'શહનાઝ પોતે જ ખોવાયેલી રહેતી અને ઓછી IQ ધરાવતી વ્યક્તિ છે. તેના વીડિયોને એવી રીતે એડિટ કરવામાં આવે છે કે, તે ખૂબ જ સુંદર અને મનોરંજક લાગે.' આંચલે દાવો કર્યો કે, તે પોતે 8 મહિના પંજાબમાં રહી છે અને ત્યાં શહનાઝના બેકગ્રાઉન્ડ વિશે કોઈ સારી વાત બોલવામાં આવતી નથી. 'બિગ બોસ 13' અને 'મુજસે શાદી કરોગે' જેવા શોમાં તેને એવી રીતે બતાવવામાં આવી હતી કે, જાણે તે ખૂબ સારી હોય, જ્યારે વાસ્તવિકતા તેનાથી અલગ છે. ભાઈ શહેબાઝને બદતમીઝ કહ્યો શહેનાઝના ભાઈ શહેબાઝ બદેશા વિશે વાત કરતા આંચલે કહ્યું કે, 'શહેબાઝ ખૂબ જ બદતમીઝ વ્યક્તિ છે.' આંચલે જણાવ્યું કે, તેણે એકવાર શહેબાઝને 'ફુદ્દૂ' એટલે કે બેવકૂફ કહી દીધો હતો, જેના પર શહેબાઝે ઘણો હોબાળો મચાવ્યો હતો. શહેબાઝે આંચલને કહ્યું હતું કે, ''રોડીઝ'ની શું ઔકાત છે, તેને કોણ જુએ છે અને તું કોણ છે?' આંચલે કહ્યું કે, તેને આ ઇન્ટરવ્યુ પછી શહેબાઝ તરફથી આવનારી કોઈપણ પ્રતિક્રિયાથી કોઈ ડર નથી લાગતો. 'બિગ બોસ'થી બંને ભાઈ-બહેનને ઓળખ મળી શહેનાઝ ગિલને રિયાલિટી શો 'બિગ બોસ 13'થી ઓળખ મળી હતી, ત્યારબાદ તેણે બોલિવૂડ અને પંજાબી ફિલ્મોમાં કામ કર્યું. જ્યારે તેના ભાઈ શહેબાઝ બદેશાને 'બિગ બોસ 19'થી લોકપ્રિયતા મળી હતી. બીજી તરફ, 6 ઓગસ્ટ 1990ના રોજ દિલ્હીમાં જન્મેલી આંચલ ખુરાના 'રોડીઝ સીઝન 8'ની વિજેતા રહી ચૂકી છે. તેણે 'સપને સુહાને લડકપન કે' સિરિયલથી ઓળખ બનાવી અને આ ઉપરાંત 'CID', 'આહટ', 'સાવધાન ઇન્ડિયા' અને 'અર્જુન' જેવી ટીવી સિરિયલોમાં કામ કર્યું છે.
    Click here to Read More
    Previous Article
    દયાળું 'AI બોસ'એ દુકાનનું દેવાળું ફૂંક્યું!:દુનિયાનો પહેલો 'AI બોસ' સંચાલિત સ્ટોર ફ્લોપ, 60 લાખનું નુકસાન કરાવી નાખ્યું
    Next Article
    કચ્છમાં જંતુનાશક દવાની અસરથી યુવકનું મોત:ગોધરાના વાલૈયા ગામનો યુવક ખેત મજૂરી કરતો, સારવાર દરમિયાન નિધન

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment