Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દયાળું 'AI બોસ'એ દુકાનનું દેવાળું ફૂંક્યું!:દુનિયાનો પહેલો 'AI બોસ' સંચાલિત સ્ટોર ફ્લોપ, 60 લાખનું નુકસાન કરાવી નાખ્યું

    1 day ago

    અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોની યુનિયન સ્ટ્રીટ પર બનેલા 'એન્ડન માર્કેટ'નો નજારો કોઈપણ સામાન્ય રિટેલ સ્ટોરથી તદ્દન અલગ છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ દુનિયાનું પહેલું સાહસ છે, જેને માણસ નહીં, પરંતુ AI બોટ 'લુના' ચલાવે છે. જો તમે વિચારી રહ્યા છો કે, આ AI બોસ હોલીવુડ ફિલ્મોના કોઈ કઠોર કે સખત તાનાશાહની જેમ કામ કરી રહ્યો છે, તો તમે ખોટા છો. હકીકતમાં લુના સાથે કામ કરવું એવા વ્યક્તિનો સાથ નિભાવવા જેવું છે, જેને ભૂલી જવાની બીમારી હોય! સ્ટોરમાં કામ કરતા કર્મચારીઓ માટે લુના ‘ડ્રીમ બોસ’ છે. કર્મચારીઓએ જ્યારે પણ એપ દ્વારા રજા માંગી, લુનાએ તરત જ મંજૂર કરી લીધી, ભલે પછી તેનાથી સ્ટોરમાં કામ કરવા માટે કોઈ ન બચે. જ્યારે પણ કોઈ કર્મચારી મોડો આવ્યો, લુનાનો એક જ જવાબ હોય... ‘કોઈ વાંધો નહીં, તણાવ ન લો.’ પરંતુ આ અતિશય દયા પાછળ વેપારી સમજનો ભારે અભાવ છે. લુના અવારનવાર વસ્તુઓ ભૂલી જાય છે. એકવાર દુકાનનો પ્રચાર કરવા માટે તેણે ઇન્સ્ટાગ્રામ પેજ બનાવવા માંગ્યું, પણ અઠવાડિયા સુધી પોતાના એકાઉન્ટનો પાસવર્ડ જ ભૂલી ગયો! એટલું જ નહીં, લુનાને પ્રાઇવસી અને પ્રોફેશનલ સીમાઓનો પણ અંદાજ નથી. તેણે એક કર્મચારીનો પગાર આખા સાર્વજનિક ગ્રુપમાં શેર કરી દીધો અને વીકએન્ડની રાત્રે પણ કામના મેસેજ મોકલવા લાગ્યો. લુનાના સ્ટોરનું ઇન્વેન્ટરી મેનેજમેન્ટ અવ્યવસ્થિત છે. શેલ્ફ પર મીણબત્તીઓ, વિચિત્ર પુસ્તકો અને શૉટ ગ્લાસ જેવી બિનજરૂરી વસ્તુઓ ભરેલી છે. તાજેતરમાં મંગાવવામાં આવેલા ગ્રીન સ્માઇલવાળા કપ પર સ્માઈલી એટલી નાની છપાઈ હતી કે તે બિંદી જેવી દેખાવા લાગી, છતાં તેમને વેચાણ માટે મૂકી દેવામાં આવ્યા. મોટી જવાબદારી સંભાળવામાં સક્ષમ નથી AI મોડેલ સંશોધકોનું માનવું છે કે, આ પ્રયોગ સાબિત કરે છે કે AI મોડેલ્સ હજુ એટલા સક્ષમ નથી થયા કે માનવીય દેખરેખ વિના આખો બિઝનેસ સંભાળી શકે. લુના ભલે કર્મચારીઓને ખુશ રાખનાર બોસ સાબિત થયો હોય, પરંતુ વેપારી સમજદારી વિના કોઈ પણ દુકાન માત્ર દયાભાવથી ચાલી શકે નહીં. એન્ડન લેબ્સે લુનાને 95 લાખ રૂ.નું બજેટ અને ડેબિટ કાર્ડ આપીને નફો કમાવવાની જવાબદારી સોંપી હતી. પરંતુ પ્રયોગમાં તે નિષ્ફળ રહ્યો, 4 મહિનામાં જ સ્ટોરને 60 લાખ રૂ.નું નુકસાન વેઠવું પડ્યું.
    Click here to Read More
    Previous Article
    बांकीपुर में क्यों हारी बीजेपी, क्या है प्रशांत किशोर की जीत का सबसे बड़ा फैक्टर
    Next Article
    'શહેનાઝ ક્યૂટ બનવાનો ઢોંગ કરે છે, તે ખૂબ ચાલાક છે':'રોડીઝ' ફેમ આંચલ ખુરાનાએ એક્ટ્રેસ પર બળાપો કાઢ્યો, તેના ભાઈને પણ અસભ્ય ગણાવ્યો

    Related Utility Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment