Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સરંભડા ગ્રામજનોએ રેતી ચોરીનું ડમ્પર પકડ્યું:શેત્રુંજી નદીમાંથી ગેરકાયદે રેતી ચોરી સામે ખાણ ખનીજ વિભાગની કાર્યવાહી

    1 day ago

    અમરેલી જિલ્લામાં ગેરકાયદેસર રેતી ચોરીનો મામલો ફરી ચર્ચામાં આવ્યો છે. અમરેલી તાલુકાના સરંભડા ગામના ગ્રામજનોએ શેત્રુંજી નદીના પટમાંથી ગેરકાયદેસર રેતી ભરેલા એક ડમ્પરને પકડી પાડ્યું હતું. ગ્રામજનોએ આ ડમ્પરને ખાણ ખનીજ વિભાગની ટીમને સુપરત કર્યું, જેના કારણે ખાણ ખનીજ વિભાગની કામગીરી પર સવાલો ઉભા થયા છે. અમરેલી જિલ્લામાં શેત્રુંજી નદીના પટમાં ખનીજ ચોરીની ફરિયાદો વારંવાર ઉઠી રહી છે. ગ્રામજનો અને સ્થાનિક લોકો દ્વારા ખાણ ખનીજ વિભાગની મીઠી નજર હેઠળ ગેરકાયદેસર રેતી ચોરી થતી હોવાના ગંભીર આરોપો લગાવવામાં આવી રહ્યા છે. કલેક્ટરે વારંવાર ખાણ ખનીજ વિભાગને સૂચનાઓ આપી હોવા છતાં, વિભાગ માત્ર માટી અથવા છૂટાછવાયા ટ્રેક્ટરો પકડીને સંતોષ માનતું હોવાનું જોવા મળે છે, જ્યારે ડમ્પર અને લોડરો દ્વારા મોટા પાયે ચોરી ચાલુ રહે છે. આજે સરંભડા ગ્રામજનોએ જાતે જ કાર્યવાહી કરતા શેત્રુંજી નદીના પટમાંથી ગેરકાયદેસર રેતી ભરીને જઈ રહેલા ડમ્પર ચાલકને પકડી પાડ્યો હતો. તેમણે તાત્કાલિક ખાણ ખનીજ વિભાગની ટીમ અને 113ની ટીમને જાણ કરી હતી. ગ્રામજનોના આક્રોશ અને પુરાવાને કારણે ખાણ ખનીજ વિભાગને આખરે ડમ્પર સામે કાર્યવાહી કરવાની ફરજ પડી હતી. હાલ ડમ્પર ચાલકને રેતી ચોરીનો મેમો આપી દંડનાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અમરેલી તાલુકાના મેડી નાના માંડવડા નજીક શેત્રુંજી નદીના પટમાં રાત-દિવસ રેતી ચોરીનું મોટું કૌભાંડ ધમધમી રહ્યું છે. ગ્રામજનોએ આ મામલે અમરેલી કલેક્ટર, ખાણ ખનીજ વિભાગ અને જિલ્લા પોલીસ વડાને લેખિતમાં આવેદનપત્ર આપી રોષ વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું કે આ ગેરકાયદેસર પ્રવૃત્તિને કારણે નદીના કુદરતી પ્રવાહને નુકસાન થઈ રહ્યું છે, ભૂગર્ભ જળસ્તર પર પ્રતિકૂળ અસર પડી રહી છે, ખેતીને નુકસાન થવાની શક્યતા વધી છે અને પર્યાવરણને ગંભીર નુકસાન થઈ રહ્યું છે. ગ્રામજનોએ ખાણ ખનીજ વિભાગ અને પોલીસ વિભાગને પેટ્રોલિંગ વધારવા અને યોગ્ય કાર્યવાહી કરવા માંગણી કરી છે.
    Click here to Read More
    Previous Article
    મોરબીમાં પ્રોહિબિશન ગુનાનો વોન્ટેડ આરોપી ઝડપાયો:LCB અને પેરોલ-ફર્લો સ્ક્વોડે ઇમરાન જેડાને પકડી તાલુકા પોલીસને સોંપ્યો
    Next Article
    ટકાઉ વિકાસ લક્ષ્યાંકો વિષયક એક દિવસીય સેમિનાર યોજાયો:2030ના ટકાઉ વિકાસના લક્ષ્યાંકો હાંસલ કરવામાં યુવા પેઢી મહત્વપૂર્ણ ભાગીદાર, SDGs Report 5.0 બુકનું વિમોચન કરાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment