Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટકાઉ વિકાસ લક્ષ્યાંકો વિષયક એક દિવસીય સેમિનાર યોજાયો:2030ના ટકાઉ વિકાસના લક્ષ્યાંકો હાંસલ કરવામાં યુવા પેઢી મહત્વપૂર્ણ ભાગીદાર, SDGs Report 5.0 બુકનું વિમોચન કરાયું

    1 day ago

    ભાવનગરની એમ.જે. કોલેજ ઓફ કોમર્સ ખાતે મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી, ગુજરાત સામાજિક માળખાકીય વિકાસ સોસાયટી (GSIDS) ગાંધીનગર અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે ટકાઉ વિકાસ લક્ષ્યાંકો (SDGs) વિષયક એક દિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વૈશ્વિક લક્ષ્યાંકો, તેના સ્થાનિકીકરણ અને વિકાસ આયોજન અંગે નિષ્ણાતોએ ઉપસ્થિત વિદ્યાર્થીઓને વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે ‘SDGs Report 5.0’ બુકનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું. વર્ષ 2030 સુધીના લક્ષ્યાંકો સિદ્ધ કરવામાં યુવા પેઢીની ભૂમિકા મહત્વપૂર્ણ સેમિનારમાં GSIDSના નાયબ નિયામક આર.જે. ગુપ્તાએ જણાવ્યું હતું કે, સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા 2015માં નિર્ધારિત 17 ટકાઉ વિકાસ લક્ષ્યાંકોનો મુખ્ય હેતુ વર્ષ 2030 સુધીમાં ગરીબી-ભૂખમરાનો અંત લાવવો, ગુણવત્તાયુક્ત શિક્ષણ, લિંગ સમાનતા, સ્વચ્છ પાણી, પર્યાવરણ સંરક્ષણ અને ન્યાયી સમાજનું નિર્માણ કરવાનો છે. આ લક્ષ્યાંકો હાસલ કરવામાં યુવા પેઢી સૌથી મોટી ભાગીદાર છે. પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવો, વૃક્ષારોપણ અને પાણી-ઊર્જાની બચત જેવી નાની બાબતોથી પણ ટકાઉ વિકાસમાં મોટું યોગદાન આપી શકાય છે. ભવિષ્યની જરૂરિયાતો અને SDGs રિપોર્ટ અંગે વિસ્તૃત ચર્ચા મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીના પ્રોફેસર કે.એમ. જોશીએ SDG India Index અને World Economic Forumના અહેવાલોથી માહિતગાર રહી ભવિષ્યલક્ષી કૌશલ્યો કેળવવા અનુરોધ કર્યો હતો. જ્યારે જિલ્લા આયોજન અધિકારી એન.જી. કેવડીયાએ સ્પષ્ટ કર્યું હતું કે ટકાઉ વિકાસ એટલે વર્તમાન જરૂરિયાતો સંતોષવાની સાથે ભવિષ્યની પેઢી માટે કુદરતી સંસાધનોનું જતન કરવું. આ ઉપરાંત જિલ્લા આંકડા અધિકારી એસ.એસ. ખેમકાએ નીતિ આયોગ દ્વારા વર્ષ 2026માં પ્રસિદ્ધ કરાયેલા SDGs રિપોર્ટની મુખ્ય બાબતો રજૂ કરી હતી. આરોગ્ય અને વિકાસ આયોજન અંગે નિષ્ણાતોનું માર્ગદર્શન કાર્યક્રમ દરમિયાન જિલ્લા આરોગ્ય શાખાના ડો. કણઝરીયાએ આરોગ્ય અને ટકાઉ વિકાસ વચ્ચેના પરસ્પર સંબંધો વિશે માહિતી આપી હતી. GSIDS ગાંધીનગરના કન્સલ્ટન્ટ શંકરભાઈ ચૌહાણે SDGsના અમલીકરણ અને રિપોર્ટિંગ ક્ષેત્રે થતી કામગીરી અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ સેમિનારમાં એમ.જે. કોલેજ ઓફ કોમર્સ, સર પી.પી. ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ સ્ટેટિસ્ટિકના વિદ્યાર્થીઓ, તંત્રના અધિકારીઓ તેમજ GSIDSના પ્રતિનિધિઓએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી.
    Click here to Read More
    Previous Article
    સરંભડા ગ્રામજનોએ રેતી ચોરીનું ડમ્પર પકડ્યું:શેત્રુંજી નદીમાંથી ગેરકાયદે રેતી ચોરી સામે ખાણ ખનીજ વિભાગની કાર્યવાહી
    Next Article
    જામનગરમાં વિદ્યાર્થિનીનો ઓનલાઈન પીછો કરનાર ઝડપાયો:સેટેલાઇટ પાર્ક રહેતો શખસ AIથી તસવીર એડિટ કરી ધમકાવતો, વીડિયો કોલથી હેરાન કરતો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment