Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'દેશમાં હવે બે પપ્પુ, નવાનો સંતોને ચોર દર્શાવાનો પ્રયાસ':દાનપેટી સાથે સંતના સ્વાંગમા વિરોધથી સાધુ સમાજની લાગણી દુભાઈ, સુરતમાં કલેક્ટર કચેરીએ 'પપ્પુ યાદવ મુર્દાબાદ'ના નારા લગાવ્યા

    2 days ago

    સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વિશ્વ હિંદુ પરિષદ અને ભારત સાધુ સમાજના સંયુક્ત ઉપક્રમે વિશાળ વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. સંસદ પરિસરમાં સાંસદ પપ્પુ યાદવે સંતના વેશમાં દાનપેટી સાથે થયેલા વિરોધ પ્રદર્શનથી ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચી હોવાનો આક્ષેપ કર્યો. સાધુ-સંતોએ હાથમાં પ્લેકાર્ડ્સ અને બેનરો સાથે કલેક્ટર કચેરી બહાર 'પપ્પુ યાદવ મુર્દાબાદ'ના નારા લગાવીને વિરોધ નોંધાવ્યો હતો. સાધુ-સંતોની હાજરીમાં કલેક્ટર મારફતે દેશના રાષ્ટ્રપતિને સંબોધીને એક આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું. ભારત સાધુ સમાજ દક્ષિણ ગુજરાતના અધ્યક્ષ અને મહામંડલેશ્વર સીતારામદાસજી મહારાજે જણાવ્યું હતું કે, અત્યારે દેશમાં 2 પપ્પુ થઈ ગયા છે, એક જૂનો પપ્પુ અને એક આ નવો પપ્પુ યાદવ! આ નવો પપ્પુ સંસદની અંદર બહુરુપિયાનું રૂપ ધારણ કરી સાધુનો વેશ પહેરીને દાનપેટી લટકાવીને દાન એકઠું કરવાનું નાટક કરી રહ્યો છે. તે એવું દર્શાવવા માંગે છે કે રામ મંદિર નિર્માણ કરવા વાળા અને ભગવાધારી સંતો ચોરી કરવા વાળા છે. જે ભગવાધારી સંતો સનાતનની રક્ષા માટે મરવા-મીટવા તૈયાર થાય છે, તેમને દાનપેટીમાંથી ચોરી કરનારા દર્શાવી સંત સમાજનું ભારે અપમાન કરાયું છે. પપ્પુ યાદવ મામલો શું છે? 31 જુલાઈ શુક્રવારે સંસદની બહાર પપ્પુ યાદવ પૂજારીના વેશમાં દાનપેટી લઈને પહોંચ્યા હતા. જેમાં રાહુલ ગાંધીએ દાન કર્યું હતું. ત્યારબાદ 'ચોરી પકડાઈ જવા'નું નાટક કરતા અવધેશ પ્રસાદ સહિત અનેક વિપક્ષી સાંસદોએ પપ્પુ યાદવને સાંકેતિક રીતે માર માર્યો હતો. સનાતન, ભગવા વસ્ત્રો અને સંતોનું અપમાન કરવાનો આક્ષેપ વિરોધ પ્રદર્શન દરમિયાન સ્થાનિક સાધુ-સંતો અને VHP કાર્યકરોએ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. 'પપ્પુ યાદવને સંસદમાંથી દૂર કરો' અને 'પપ્પુ યાદવ મુર્દાબાદ'ના નારાઓ સાથે આખો પરિસર ગૂંજી ઊઠ્યો હતો. વિરોધકર્તાઓએ સાંસદ પપ્પુ યાદવ, મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી, અખિલેશ યાદવ અને અવધેશ પ્રસાદ જેવા વિપક્ષી નેતાઓ સામે સનાતન ધર્મ, ભગવા વસ્ત્રો અને પૂજનીય સંતોનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો છે. 'ભગવા વસ્ત્રોનું અપમાન સનાતની સહન કરશે નહીં' સીતારામદાસજી મહારાજે વિપક્ષી નેતાઓને આડે હાથ લેતા ઉમેર્યું હતું કે, અરે પપ્પુઓ, તમને તો એ પણ ખબર નથી કે આ દેશમાં સનાતન ધર્મ શું છે! સ્વામી વિવેકાનંદે ભગવા વસ્ત્રો ધારણ કરીને જ અમેરિકામાં સનાતનનો વિજયધ્વજ લહેરાવ્યો હતો અને આખી દુનિયાએ તેમનું લોખંડી નેતૃત્વ માનવું પડ્યું હતું. આજે વર્તમાન સમયમાં પણ ભગવાની તાકાત જોઈ લો, ઉત્તર પ્રદેશમાં પૂજ્ય યોગી આદિત્યનાથજીના નામથી જ અસામાજિક તત્વો કાંપે છે. કડક કાર્યવાહી અને સાંસદનું સભ્યપદ રદ કરવા માગ સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ હાથ ધરીને તાત્કાલિક અસરથી આકરા કાનૂની પગલાં ભરવામાં આવે તેવી માગ આવેદનપત્રમાં કરવામાં આવી છે. સંત સમાજે સ્પષ્ટ ચીમકી આપી છે કે, સંસદ જેવા પવિત્ર સ્થાન પર બહુરુપિયા શૈલીમાં સનાતન સંસ્કૃતિ અને યોગીજી સહિત આખા સંત સમાજનું આચરવામાં આવેલું અપમાન અસહ્ય છે. પપ્પુ યાદવને તાત્કાલિક સંસદમાંથી બરતરફ કરી તેની સામે ગુનો નોંધવામાં આવે, નહીંતર આગામી દિવસોમાં સમગ્ર દેશમાં સંત સમાજ દ્વારા વધુ ઉગ્ર અને વ્યાપક આંદોલન છેડવામાં આવશે. આ પણ વાંચો: દાન ચોરીનું 'નાટક' કરવા બદલ રાહુલ-પપ્પુ યાદવ સામે FIR
    Click here to Read More
    Previous Article
    સરકાર સીમાંકન બિલ પર વિશેષ સત્ર બોલાવી શકે છે:રિજિજુની રાહુલ ગાંધી સાથે બેઠક, સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશોની સંખ્યા વધારતું બિલ રાજ્યસભામાં પાસ
    Next Article
    ગૂગલ મેપથી હોટેલ બુકિંગમાં ઠગાઈ:કલેક્ટર કચેરીએ 'પપ્પુ યાદવ મુર્દાબાદ'ના નારા, શહેરમાં ખુલ્લેઆમ ડ્રગ્સ વેચાતો હોવાનો દાવો, ગે ડેટિંગ એપથી યુવકોને ફસાવતી ગેંગનો પર્દાફાશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment