Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત ફાયરબ્રિગેડ બનશે દેશમાં સૌથી ‘હાઇટેક’:ઓલા-ઉબરની જેમ વાહનોમાં મોનિટર સિસ્ટમ લાગશે, જવાનો પર બોડી કેમેરા; સ્માર્ટ ઇન્ટિગ્રેટેડ મેનેજમેન્ટ સિસ્ટમ અપનાવનાર પ્રથમ શહેર બનશે

    2 days ago

    સુરતનું ફાયર ડિપાર્ટમેન્ટ દેશમાં પ્રથમવાર ‘સ્માર્ટ ઇન્ટિગ્રેટેડ મેનેજમેન્ટ સિસ્ટમ’ વિકસાવી રહ્યું છે. જેથી ઈમરજન્સી કોલ મળતાની સાથે જ કામગીરી ક્ષણવારમાં શરૂ કરી શકાશે. 104 મીટર ઊંચું હાઈડ્રોલિક પ્લેટફોર્મ ખરીદાશે. ઓલા-ઉબરની જેમ વાહનોનું લોકેશન ટ્રેસ કરાશે. સાથે જ કંટ્રોલ રૂમથી ઘટનાસ્થળ સુધી લાઇવ મોનિટરિંગ થશે. ઓલા-ઉબરની જેમ GIS અને GPSથી લોકેશન ટ્રેસ થશે ઓલા અને ઉબર કેબ સિસ્ટમની જેમ ફાયર ડિપાર્ટમેન્ટના વાહનોમાં IoT (ઇન્ટરનેટ ઓફ થિંગ્સ) બેઝ્ડ મોનિટર સિસ્ટમ લગાડાશે. ફાયર કોલ કે અકસ્માતનો મેસેજ મળતા GIS અને GPS ટેકનોલોજીથી ઘટનાસ્થળનું લોકેશન મેળવી ફાયર ફાઈટર્સ કોઈપણ વિલંબ વગર સરળતાથી અને ઝડપથી ઘટનાસ્થળે પહોંચી શકશે. ICCCથી થશે મોનિટરિંગ ICCC (ઇન્સિડન્ટ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર) એટલે કે ફાયર કંટ્રોલ રૂમથી જ તમામ વાહનો, લોકેશન અને ઈમરજન્સી કામગીરી પર ચોવીસે કલાક નજર રખાશે. જવાનો પર ‘બોડી કેમેરા’ આ નવી વ્યવસ્થા AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) આધારિત હશે. આ ઉપરાંત, ફાયર વિભાગના જવાનોના યુનિફોર્મ પર 'બોડી કેમેરા' લગાવાશે. આ કેમેરાના કારણે કંટ્રોલ રૂમમાં બેઠેલા ઉપરી અધિકારીઓ ઘટનાસ્થળની વાસ્તવિક પરિસ્થિતિ અને આગની ગંભીરતા લાઈવ જોઈ શકશે અને તે મુજબ યોગ્ય નિર્ણય લઈ શકશે. મોટા એકમોમાં વિશેષ સિસ્ટમ ઈન્સ્ટોલ કરાશે મોટા ટેક્સટાઇલ માર્કેટો, વ્યાપારી સંકુલ અને રેસિડેન્શિયલ હાઇરાઇઝ ઇમારતો માટે આ સિસ્ટમ આશીર્વાદરૂપ સાબિત થશે. આ મોટા એકમોમાં એક વિશેષ સિસ્ટમ ઈન્સ્ટોલ કરાશે. માત્ર એક એલાર્મ રેઝ કરવાથી જ સીધી ફાયર કંટ્રોલ રૂમને જાણ થઈ જશે, જેથી મિનિટોમાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચીને મોટું નુકસાન અટકાવી શકશે. અંદાજિત એક વર્ષમાં સમગ્ર સિસ્ટમ કાર્યરત થશ ફાયર વિભાગને અતિઆધુનિક બનાવવા માટેની આ યોજનાના ખર્ચ અને અમલીકરણ અંગેની ફાઈલ હાલમાં પ્રોસેસમાં (પુટ-અપ) મૂકવામાં આવી છે. તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કરીને આગામી અંદાજિત એક વર્ષમાં આ સિસ્ટમ સુરતમાં કાર્યરત થઈ જશે. કંટ્રોલ રૂમથી ઘટનાસ્થળ સુધીની સમગ્ર કામગીરી ડિજિટલ પ્લેટફોર્મ પર હાલ શહેરમાં 25 ફાયર સ્ટેશન કાર્યરત છે. હવે ફાયર વિભાગમાં સ્માર્ટ ઈન્ટિગ્રેટેડ મેનેજમેન્ટ સિસ્ટમ અમલમાં મૂકાશે, જેનાથી કંટ્રોલ રૂમથી ઘટનાસ્થળ સુધીની સમગ્ર કામગીરી ડિજિટલ પ્લેટફોર્મ પર સંચાલિત થશે. એક જ સ્ક્રીન પર આખા શહેરની ફાયર વ્યવસ્થાનું મોનિટરિંગ સ્માર્ટ ઇન્ટિગ્રેટેડ મેનેજમેન્ટ સિસ્ટમ હેઠળ અદ્યતન સેન્ટ્રલ ફાયર કંટ્રોલ સિસ્ટમ વિકસાવાશે. જેમાં એક જ સ્ક્રીન પર શહેરના તમામ ઇમરજન્સી કોલ, ફાયર એલાર્મ, લાઇવ વીડિયો, ફાયર વાહનોની સ્થિતિ, કોલ લોગિંગ, ઇન્સિડન્ટ મેનેજમેન્ટ, ડેટા એનાલિટિક્સ અને વિવિધ વિભાગો વચ્ચે રિયલ ટાઇમ માહિતીનું મોનિટરિંગ કરી શકાશે. દરેક કોલનો ડિજિટલ રેકોર્ડ તૈયાર થશે પ્રોજેક્ટ અંતર્ગત ફાયર ટેન્કર, વોટર ટેન્કર, હાઈડ્રોલિક પ્લેટફોર્મ સહિત તમામ ઈમરજન્સી વાહનોમાં GPS આધારિત ટ્રેકિંગ સિસ્ટમ અને કેમેરા લગાવાશે. કંટ્રોલ રૂમમાંથી દરેક વાહનનું લાઈવ લોકેશન અને તેની કામગીરીનું સતત મોનિટરિંગ કરી શકાશે. ઘટના જ્યાં બને ત્યાંથી સૌથી નજીકનું વાહન સૌપ્રથમ રવાના થાય તેવી સ્માર્ટ વ્યવસ્થા ઊભી કરાશે, જેથી રિએક્શન ટાઇમ નોંધપાત્ર રીતે ઘટશે. સાથે જ કંટ્રોલ રૂમમાં આવતા દરેક ઈમરજન્સી કોલનું સ્પીચ-ટુ-ટેક્સ્ટ ટેક્નોલોજી દ્વારા આપોઆપ લખાણમાં રૂપાંતર થશે. દરેક કોલનો ડિજિટલ રેકોર્ડ તૈયાર થશે, જે ભવિષ્યમાં તપાસ, વિશ્લેષણ અને કામગીરીમાં સુધારા માટે ઉપયોગી બનશે.
    Click here to Read More
    Previous Article
    પ્લાસ્ટિકની નવી નોટો બજારમાં ક્યારે આવશે?:RBI ગવર્નરે જણાવી તારીખ, 10-20 રૂપિયાની નોટોથી શરૂઆત થશે, જે 30 વર્ષ સુધી ચાલશે
    Next Article
    જમકુડી નદીમાં જોખમી ડ્રોન શૂટિંગ મામલે 6 લોકોના નિવેદનો લેવાયા:ધોળકિયા ફાઉન્ડેશનના કાર્યક્રમમાં ડ્રોન શૂટિંગ માટે નાના બાળકો, મહિલાઓ, વૃદ્ધોને ચેકડેમની જોખમી પાળ પર ઊભા રખાયાના આક્ષેપ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment