Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્લાસ્ટિકની નવી નોટો બજારમાં ક્યારે આવશે?:RBI ગવર્નરે જણાવી તારીખ, 10-20 રૂપિયાની નોટોથી શરૂઆત થશે, જે 30 વર્ષ સુધી ચાલશે

    2 days ago

    પોલિમર એટલે કે પ્લાસ્ટિકની નોટો આવતા વર્ષે એપ્રિલ-મે મહિનાની વચ્ચે લોન્ચ થશે. આ માહિતી RBIની મોનેટરી પોલિસી કમિટી, એટલે કે MPCની ત્રણ દિવસ ચાલેલી બેઠક પછી ગવર્નર સંજય મલ્હોત્રાએ બુધવારે આપી. તેમણે જણાવ્યું કે શરૂઆતમાં ઓછી કિંમતના પોલિમર કરન્સી નોટો બહાર પાડવામાં આવશે. તેમનું બજારમાં ચલણ અને ઉપયોગ સૌથી વધુ થાય છે. તેમણે કહ્યું- દુનિયાના ઘણા દેશો જેવા કે બ્રિટન, ઓસ્ટ્રેલિયા અને કેનેડામાં પોલિમર કરન્સી નોટો 30 વર્ષથી પણ વધુ સમય સુધી સફળતાપૂર્વક ઉપયોગમાં રહી છે. ભારતમાં કાગળની નોટો, ખાસ કરીને ₹10, ₹20 અને ₹50ની નાની નોટો, ખૂબ જ જલ્દી ગંદી થઈ જાય છે અથવા ફાટવા લાગે છે. ગવર્નરે કહ્યું- પોલિમર નોટો આવવાથી તેમની ઉંમર વધશે, પાણી કે ભેજથી તે ખરાબ નહીં થાય અને વારંવાર નવી નોટો છાપવાનો સરકારી ખર્ચ પણ ઓછો થશે. પ્રશ્ન-જવાબમાં જાણો આ સમાચાર સંબંધિત મહત્વની વાતો… પ્રશ્ન 1: પોલિમર નોટ શું હોય છે અને સરકાર તેમને શા માટે લાવી રહી છે? જવાબ: પોલિમર બેંક નોટ્સ કાગળને બદલે એક ખાસ પ્રકારના પ્લાસ્ટિક મટીરીયલ એટલે કે પોલિમર સબસ્ટ્રેટ પર છાપવામાં આવે છે. આ સ્પર્શમાં તો સામાન્ય નોટો જેવા જ હળવા હોય છે, પરંતુ પાણીમાં ભીંજાવા છતાં પણ પલળતી નથી અને લાંબા સમય સુધી ચાલે છે. તેમને લાવવાના મુખ્ય કારણો- પ્રશ્ન 2: શું જૂની કાગળની નોટો બંધ થઈ જશે? જવાબ: બિલકુલ નહીં. સરકાર અને RBIએ સંપૂર્ણપણે સ્પષ્ટ કર્યું છે કે પોલિમર નોટો આવવાથી જૂની કાગળની નોટો ચલણમાંથી બહાર નહીં થાય. પ્રશ્ન 3: પોલિમર નોટનો પ્રસ્તાવ ક્યારે આવ્યો હતો? જવાબ: ભારતે 2012માં પહેલીવાર નોટોની શેલ્ફ લાઇફ વધારવા માટે પોલિમર નોટ લાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ટેકનિકલ કારણોસર પ્રોજેક્ટ અટકી ગયો હતો. પ્રશ્ન 4: દુનિયાના કયા દેશોમાં પ્લાસ્ટિક નોટ ચાલે છે? દુનિયાના 60થી વધુ દેશોમાં પોલિમર બેંકનોટ્સ ચલણમાં સામેલ કરવામાં આવી ચૂક્યા છે. તેમાં ઓસ્ટ્રેલિયા, કેનેડા, યુનાઇટેડ કિંગડમ (યુકે) અને ન્યુઝીલેન્ડ જેવા દેશોનો સમાવેશ થાય છે. પ્રશ્ન 5: ભારતમાં ક્યારે-ક્યારે નોટો બદલવામાં આવી? આઝાદીથી લઈને અત્યાર સુધી ભારતમાં મોટા પાયે 3 વખત નોટબંધી અથવા મોટા મૂલ્યની નોટોને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે… 1. પ્રથમ વખત - જાન્યુઆરી 1946 (બ્રિટિશ કાળ/આઝાદી પહેલાં): શું થયું: તત્કાલીન બ્રિટિશ સરકારે ₹500, ₹1000 અને ₹10,000ની મોટી નોટો બંધ કરી દીધી હતી. હેતુ: કાળા નાણાં અને યુદ્ધ દરમિયાન થયેલી ગેરકાયદેસર કમાણીને બહાર કાઢવી. પછીથી: 1954માં સરકારે ₹1,000, ₹5,000 અને ₹10,000ની નોટો ફરીથી શરૂ કરી હતી. 2. બીજી વખત - જાન્યુઆરી 1978 (મોરારજી દેસાઈ સરકાર): શું થયું: જનતા પાર્ટીની સરકારે ₹1,000, ₹5,000 અને ₹10,000ની મોટી નોટો બંધ કરી દીધી. હેતુ: ચૂંટણીમાં થતા કાળા નાણાના ઉપયોગ અને ભ્રષ્ટાચારને રોકવો. 3. ત્રીજી વાર - 8 નવેમ્બર 2016 (નરેન્દ્ર મોદી સરકાર): શું થયું: રાત્રે 8 વાગ્યે વડાપ્રધાન મોદીએ દેશમાં ચલણમાં રહેલી ₹500 અને ₹1,000ની નોટોને રાતોરાત અમાન્ય જાહેર કરી દીધી. બદલાવ: તેની જગ્યાએ ₹500ની નવી નોટ અને પહેલીવાર ₹2,000ની નવી નોટ બહાર પાડવામાં આવી. ₹2000ની નોટની વાપસી (મે 2023): 19 મે 2023ના રોજ RBIએ 'ક્લીન નોટ પોલિસી' હેઠળ ₹2,000ની નોટને ચલણ (સર્ક્યુલેશન)માંથી પાછી ખેંચવાની જાહેરાત કરી. જોકે, તેને નોટબંધી કહેવામાં આવી ન હતી કારણ કે તેને બેંકમાં જમા કરાવવા અથવા બદલવાનો સમય આપવામાં આવ્યો હતો. ------------------------ આ સમાચાર પણ વાંચો: ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલિંગ પછી રિફંડ ક્યારે મળશે?:કેટલાં દિવસમાં ખાતામાં આવશે પૈસા, આવી ભૂલ કરી તો રિફંડ અટકશે; આ રીતે ચેક કરો સ્ટેટસ એસેસમેન્ટ યર 2025-26 માટે ઇન્કમ ટેક્સ ફાઇલ કરવાની ડેડલાઇન પૂરી થઈ ગઈ છે અને હવે જે લોકોએ સમયસર ITR ફાઇલ કરી દીધું છે તેમના રિફંડ પણ આવવા લાગ્યા છે. જો તમે ઇન્કમ ટેક્સ રિટર્ન સમયસર ફાઇલ કરી દીધું છે, તો હવે તમારા મનમાં સૌથી મોટો સવાલ એ જ હશે કે રિફંડ ક્યારે મળશે? ઘણા લોકોને ખબર નથી હોતી કે ITR ફાઇલ કર્યા પછી રિફંડ કેવી રીતે પ્રોસેસ થાય છે, ઇ-વેરિફિકેશન શા માટે જરૂરી છે અને પૈસા ખાતામાં આવવામાં કેટલો સમય લાગે છે. ચાલો સરળ ભાષામાં સમજીએ કે ઇન્કમ ટેક્સ રિફંડ સાથે સંબંધિત નિયમ શું છે. વાંચો સંપૂર્ણ સમાચાર...
    Click here to Read More
    Previous Article
    ICC વન-ડે રેન્કિંગ જાહેર:નેધરલેન્ડ્સ, નેપાળ અને નામિબિયાના ખેલાડીઓને ટ્રાઇ-સિરીઝમાં શાનદાર પ્રદર્શનનો ફાયદો, સ્કોટ એડવર્ડ્સ 34મા સ્થાને પહોંચ્યા
    Next Article
    સુરત ફાયરબ્રિગેડ બનશે દેશમાં સૌથી ‘હાઇટેક’:ઓલા-ઉબરની જેમ વાહનોમાં મોનિટર સિસ્ટમ લાગશે, જવાનો પર બોડી કેમેરા; સ્માર્ટ ઇન્ટિગ્રેટેડ મેનેજમેન્ટ સિસ્ટમ અપનાવનાર પ્રથમ શહેર બનશે

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment