Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડિંડોલીમાં કોબ્રા ઘરમાં ઘૂસ્યો, મોટા વરાછામાં સાપનું રેસ્ક્યૂ:ગંદકી પછી હવે ઝેરી સાપ નીકળતા ફફડાટ, શહેરમાં ખાડીપૂર બાદ નવી મુસીબત

    1 day ago

    સુરતમાં ખાડી પૂરના પાણી ઓસર્યા બાદ પણ સ્થાનિકોની આફતનો અંત આવ્યો નથી. પૂરના પાણી ઉતરતાની સાથે જ ચારેય તરફ ગંદકી અને દુર્ગંધની સમસ્યા વ્યાપી ગઈ છે, ત્યાં હવે પૂરગ્રસ્ત વિસ્તારોમાં ઝેરી સાપ અને અન્ય સરીસૃપો ઘરોમાં ઘૂસી રહ્યા છે. ડિંડોલી અને મોટા વરાછા જેવા વિસ્તારોમાંથી ઝેરી સાપ મળી આવતા રહીશોમાં ભારે ફફડાટ અને ભયનો માહોલ સર્જાયો છે. ડિંડોલીમાં રસોડામાં ઝેરી કોબ્રા ઘૂસતા ભાગદોડ ડિંડોલી વિસ્તારમાં આવેલી રામી પાર્ક સોસાયટીમાં એક ઝેરી કોબ્રા સાપ અચાનક ઘરમાં ઘૂસી ગયો હતો. રસોડા નજીક કોબ્રાને જોતા જ પરિવારજનોમાં ભારે અફરાતફરી અને ડરનો માહોલ છવાયો હતો. ઘટનાની જાણ તાત્કાલિક સ્થાનિક રેસ્ક્યુ ટીમને કરવામાં આવી હતી. રેસ્ક્યુ ટીમે સ્થળ પર પહોંચી ભારે સાવચેતીપૂર્વક આ ઝેરી કોબ્રાનું રેસ્ક્યુ કરી તેને સુરક્ષિત રીતે પકડી પાડ્યો હતો અને વિષમુક્ત વાતાવરણમાં છોડી મૂક્યો હતો. સમયસરની કામગીરીને કારણે મોટી હોનારત ટળી હતી. મોટા વરાછાની અભિનંદન રેસીડેન્સીમાં સાપ નીકળ્યો બીજા બનાવમાં, મોટા વરાછા સ્થિત ઉત્રાણ ગરનાળા પાસે આવેલી અભિનંદન રેસીડેન્સીમાં સાપ જોવા મળ્યો હતો. સોસાયટીના રહીશોએ સતર્કતા દાખવીને તાત્કાલિક સાપ અંગે રેસ્ક્યુ ટીમને જાણ કરી હતી. ટીમ દ્વારા તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી સાપનું સફળ રેસ્ક્યુ કરી તેને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યો હતો, જેથી સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો. પૂરના પાણીના કારણે રહેણાંક વિસ્તારમાં પ્રયાણ સ્થાનિકોના જણાવ્યા અનુસાર, પૂરના પાણીને કારણે સાપ અને અન્ય જીવજંતુઓના દરો પાણીથી ભરાઈ ગયા છે. આથી જીવ બચાવવા માટે સાપ કોરી અને સુરક્ષિત જગ્યાની શોધમાં રહેણાંક વિસ્તારો તરફ આવી રહ્યા છે. ઘરો, રસોડા, બાથરૂમ અને પાર્કિંગમાં ઉભેલા વાહનોના એન્જિન કે ટાયર નજીક પણ સાપ સંતાયેલા જોવા મળી રહ્યા છે. ખાસ કરીને ડિંડોલી, લિંબાયત, ગોડાદરા, પર્વત ગામ અને મોટા વરાછા જેવા વિસ્તારોમાં આવી ઘટનાઓમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. પાલિકા પાસે જંતુનાશક દવાના છંટકાવની માંગ પૂર બાદ આ નવી આફતથી બચવા સ્થાનિક રહીશોએ સુરત મહાનગરપાલિકા પાસે તાત્કાલિક ધોરણે કચરાની સફાઈ, દવાનો છંટકાવ અને પેસ્ટ કંટ્રોલની કામગીરી કરવાની માંગ કરી છે. આ સાથે જ પૂરગ્રસ્ત વિસ્તારોમાં 24 કલાક એક્ટિવ રહે તેવી રેસ્ક્યુ ટીમની સતત વ્યવસ્થા ગોઠવવાની અપીલ પણ કરવામાં આવી છે જેથી કોઈ અણબનાવ ન બને.
    Click here to Read More
    Previous Article
    સાબરકાંઠામાં 1.92 લાખ હેક્ટરમાં ખરીફ પાકોનું વાવેતર:81 હજાર હેક્ટરમાં મગફળીનું, 52 હજાર હેક્ટરમાં કપાસનું વાવેતર, ઇડરમાં સૌથી વધુ
    Next Article
    'દેશમાં હવે 2 પપ્પુ, નવા પપ્પુનો સંતોને ચોર દર્શાવાનો પ્રયાસ':દાનપેટી સાથે સંતના સ્વાંગમા વિરોધથી સંત સમાજની લાગણી દુભાઈ, સુરતમાં કલેક્ટર કચેરીએ 'પપ્પુ યાદવ મુર્દાબાદ'ના નારા લગાવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment