Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાબરકાંઠામાં 1.92 લાખ હેક્ટરમાં ખરીફ પાકોનું વાવેતર:81 હજાર હેક્ટરમાં મગફળીનું, 52 હજાર હેક્ટરમાં કપાસનું વાવેતર, ઇડરમાં સૌથી વધુ

    1 day ago

    સાબરકાંઠા જિલ્લામાં ચાલુ ખરીફ સિઝનમાં કુલ 1.92 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. સારા વરસાદને કારણે ખેડૂતોએ મોટા પાયે વાવેતર કર્યું છે. જિલ્લામાં ઇડર તાલુકામાં સૌથી વધુ 48 હજાર હેક્ટરમાં વાવેતર નોંધાયું છે, મગફળી અને કપાસ મુખ્ય પાક રહ્યા છે. જિલ્લા ખેતીવાડી અધિકારી ભાવેશ જોષીએ જણાવ્યું હતું કે, સાબરકાંઠા જિલ્લામાં ચોમાસામાં સરેરાશ 14 ઇંચ વરસાદ નોંધાયો છે, જેના પગલે ખેડૂતો વાવેતર કાર્યમાં જોતરાયા છે. ચાલુ ખરીફ સિઝનમાં કુલ 1,92,233 હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે. આ વાવેતરમાં મગફળી 81,585 હેક્ટર અને કપાસ 52,701 હેક્ટર સાથે અગ્રસ્થાને છે. અન્ય મુખ્ય પાકોમાં સોયાબીન 18,080 હેક્ટર, શાકભાજી 11,028 હેક્ટર અને ઘાસચારો 8,142 હેક્ટરમાં વાવવામાં આવ્યા છે. તાલુકાવાર વાવેતરની વિગતો જોઇએ તો, ઇડર તાલુકામાં સૌથી વધુ 48,627 હેક્ટર, હિંમતનગરમાં 44,509 હેક્ટર, તલોદમાં 23,391 હેક્ટર અને પ્રાંતિજમાં 20,994 હેક્ટર વાવેતર થયું છે. ખેડબ્રહ્મામાં 20,479 હેક્ટર, વડાલીમાં 18,046 હેક્ટર, વિજયનગરમાં 10,796 હેક્ટર અને પોશીનામાં 5,491 હેક્ટરમાં વાવેતર નોંધાયું છે. ડાંગર (પિયત) 6,574 હેક્ટર, ડાંગર (બિન પિયત) 680 હેક્ટર, મકાઈ 5,252 હેક્ટર, અડદ 3,259 હેક્ટર, દિવેલા 3,348 હેક્ટર, તુવેર 871 હેક્ટર, ગુવાર 193 હેક્ટર, બાજરી 10 હેક્ટર અને બાગાયતી ફળો 500 હેક્ટરમાં વાવવામાં આવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    માત્ર રૂ. 500માં ગણેશજીની 1 ફૂટની મૂર્તિ મળશે:રાજકોટ મનપા અને સ્વનિર્ભર શાળા સંચાલક મંડળની ઇકો-ફ્રેન્ડલી ગણેશોત્સવ માટે અનોખી પહેલ, QR કોડ દ્વારા રજિસ્ટ્રેશન કરાવનાર 10,000ને મળશે લાભ
    Next Article
    ડિંડોલીમાં કોબ્રા ઘરમાં ઘૂસ્યો, મોટા વરાછામાં સાપનું રેસ્ક્યૂ:ગંદકી પછી હવે ઝેરી સાપ નીકળતા ફફડાટ, શહેરમાં ખાડીપૂર બાદ નવી મુસીબત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment