Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માત્ર રૂ. 500માં ગણેશજીની 1 ફૂટની મૂર્તિ મળશે:રાજકોટ મનપા અને સ્વનિર્ભર શાળા સંચાલક મંડળની ઇકો-ફ્રેન્ડલી ગણેશોત્સવ માટે અનોખી પહેલ, QR કોડ દ્વારા રજિસ્ટ્રેશન કરાવનાર 10,000ને મળશે લાભ

    एक दिन पहले

    રાજકોટ મહાપાલિકા અને સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના સંયુક્ત ઉપક્રમે શહેરમાં પર્યાવરણ સંરક્ષણ અને જનજાગૃતિ વધારવા એક અભૂતપૂર્વ આયોજન કરવામાં આવ્યું છે. તા. 14 સપ્ટેમ્બરથી શરૂ થતા ગણેશ મહોત્સવને ધ્યાનમાં રાખીને લોકો માટે ખાસ 10,000 ઇકો-ફ્રેન્ડલી માટીના ગણેશજીની મૂર્તિઓનું વિતરણ કરવામાં આવનાર છે. જેમાં QR કોડ દ્વારા રજિસ્ટ્રેશન કરાવનારા નાગરિકોને 1 ફૂટની મૂર્તિ માત્ર રૂ. 500 જેવી નજીવી કિંમતમાં આપવામાં આવશે. મેયર ડો. નેહલ શુક્લએ જણાવ્યું હતું કે, આયોજનનો સૌથી મોટો ફાયદો રાજકોટના નાગરિકોને આર્થિક રાહત અને સરળતાના સ્વરૂપે મળશે. બજારમાં સામાન્ય રીતે ઇકો-ફ્રેન્ડલી માટીની મૂર્તિઓ ઊંચા ભાવે વેચાતી હોય છે, પરંતુ આ યોજના હેઠળ 1 ફૂટની ઊંચાઈ ધરાવતી શુદ્ધ માટીની ગણેશ મૂર્તિ માત્ર રૂ. 500ના રાહત દરે પૂરી પાડવામાં આવશે. આ માટે મહાપાલિકા કોઈ આર્થિક ખર્ચ નહીં કરે, પરંતુ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળને વ્યવસ્થાપકીય સહયોગ આપશે. મૂર્તિ બુક કરાવવા માટે નાગરિકોએ ક્યાંય લાંબી લાઈનોમાં ઉભા રહેવાની જરૂર નથી. માત્ર QR કોડ સ્કેન કરીને પોતાની જરૂરી વિગતો ભરીને ઘરમાં કે વ્યવસાયના સ્થળે સ્થાપના માટે મૂર્તિનું સરળતાથી બુકિંગ કરાવી શકાશે. વધુમાં તેમણે જણાવ્યું હતી કે, નાગરિકોની સુવિધા માટે શહેરની સેલ્ફ ફાયનાન્સ શાળાઓને વિતરણ કેન્દ્ર તરીકે નક્કી કરવામાં આવી છે, જેથી લોકો પોતાના નજીકના વિસ્તારમાંથી જ સહેલાઈથી મૂર્તિ મેળવી શકશે. ચાલુ વર્ષે ટૂંકા સમયગાળાને કારણે માત્ર 10,000 મૂર્તિઓનું મર્યાદિત આયોજન શક્ય બન્યું છે, પરંતુ ભવિષ્યમાં આ પહેલને વધુ વ્યાપક બનાવાશે. તેમજ આવતા વર્ષથી મહાનગરપાલિકા દ્વારા સ્વતંત્ર ટેન્ડર બહાર પાડીને વિશાળ સંખ્યામાં માટીની મૂર્તિઓનું નિર્માણ કરાવવામાં આવશે, જેથી વધુમાં વધુ શહેરીજનો લાભ લઈ શકે. ઉપરાંત, ભક્તોને વિસર્જન માટે દૂર જવું ન પડે તે માટે શહેરના વિવિધ વિસ્તારોમાં વિશેષ કૃત્રિમ વિસર્જન કુંડ બનાવવાનું પણ આયોજન છે. શાળા સંચાલક મંડળનાં પ્રમુખ ડી. વી. મહેતાએ સમગ્ર મામલે જણાવાયું હતું કે પ્લાસ્ટર ઓફ પેરિસ (POP) અને કેમિકલયુક્ત રંગોથી બનેલી મૂર્તિઓના વિસર્જનથી જાહેર જળ સ્ત્રોતો અને જળચર જીવસૃષ્ટિને ગંભીર નુકસાન પહોંચે છે. POP પાણીમાં લાંબા સમય સુધી ઓગળતું નથી, જ્યારે રાસાયણિક રંગોના ઝેરી તત્વો માછલીઓ સહિતના જળચરો માટે પ્રાણઘાતક બને છે. ત્યારે આવી રીતે કુદરતી માટીમાંથી બનેલી મૂર્તિઓનો પૂજામાં ઉપયોગ થવાથી જળાશયોનું પ્રદૂષણ અટકશે. વધુમાં તેમણે જણાવ્યુ કે, આ અભિયાનમાં શહેરની 900 જેટલી સેલ્ફ ફાયનાન્સ સ્કૂલોના 1.50 લાખથી વધુ વિદ્યાર્થીઓ અને 15,000 કરતા વધુ શિક્ષકોનો સહયોગ લેવામાં આવ્યો છે. શાળાઓ દ્વારા બાળકો અને વાલીઓને માટીના ગણેશજીની સ્થાપના કરવા પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે, જેનાથી નવી પેઢીમાં નાનપણથી જ પર્યાવરણ પ્રત્યેની જવાબદારી કેળવાશે. ઉલ્લેખનીય છે કે, સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ અને મહાનગરપાલિકા દ્વારા શહેરના નાગરિકોને ઘરમાં માત્ર માટીના ગણેશજીની જ સ્થાપના કરવા અનુરોધ કરાયો છે. આ સાથે સાર્વજનિક ગણેશ ઉત્સવ મંડળો અને પંડાલોના સંચાલકોને પણ વિશાળ POPની મૂર્તિઓને બદલે માટીમાંથી બનેલી મૂર્તિઓ સ્થાપિત કરવા અપીલ કરવામાં આવી છે, જેથી સમાજમાં એક સુંદર સંદેશ જાય અને રાજકોટ સમગ્ર રાજ્યમાં પર્યાવરણ રક્ષણ ક્ષેત્રે એક પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડી શકે. આ સાથે વિસર્જન માટે પણ ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવનાર છે.
    Click here to Read More
    Previous Article
    ભાગો...ભાગો સાપ આવ્યો:ભાજપના નેતાએ સીધો ઠેકડો માર્યો, ઈટાલિયાએ PM મોદીના ચાળા પાડ્યા, ધારાસભ્ય ગાળ બોલતા સાહેબ નીચું જોઇ ગયા
    Next Article
    સાબરકાંઠામાં 1.92 લાખ હેક્ટરમાં ખરીફ પાકોનું વાવેતર:81 હજાર હેક્ટરમાં મગફળીનું, 52 હજાર હેક્ટરમાં કપાસનું વાવેતર, ઇડરમાં સૌથી વધુ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment