Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માનપમાં પશુ નોંધણી કરવી ફરજિયાત:મહાનગરપાલિકા વિસ્તારમાં પશુ રાખવા માટે નોંધણી કરાવી લાયસન્સ મેળવવું ફરજિયાત, વગર લાયસન્સના પશુઓ હવે ઘરેથી જ જપ્ત કરાશે

    2 days ago

    ભાવનગર મહાનગરપાલિકા વિસ્તાર ભાવનગર શહેર તેમજ રૂવા, અકવાડા, અધેવાડા, નારી, તરસમીયા અને સિદસર ગામો સહિતમાં વસતા તમામ પશુપાલકો અને પશુમાલિકો માટે મહાનગરપાલિકા દ્વારા કડક જાહેરાત કરવામાં આવી છે, જેમાં શહેરમાં રખડતા અને અસ્થાયી પશુઓના ત્રાસને અટકાવવા માટે મનપા દ્વારા "પશુ ત્રાસ અટકાવ અને નિયંત્રણ અંગેની માર્ગદર્શિકા" બહાર પાડવામાં આવી છે આ નિયમ અન્વયે શહેરમાં પશુઓ રાખવા માટે ફરજિયાતપણે નોંધણી કરાવીને લાયસન્સ મેળવવાનું રહેશે, જે અંગે અગાઉ જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે. જોકે, મહાનગરપાલિકાના ધ્યાન પર આવ્યું છે કે હજુ સુધી ઘણા પશુમાલિકોએ પોતાના પશુઓની નોંધણી કરાવી લાયસન્સ મેળવ્યું નથી, એટલું જ નહીં, કેટલાક કિસ્સાઓમાં માત્ર એક જ પશુની નોંધણી કરાવીને તેની આડમાં એક કરતા વધુ પશુઓ રાખવામાં આવી રહ્યા હોવાનું પણ સામે આવ્યું છે, આ ગંભીર બાબતને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા હવે આર-પારની લડાઈના ધોરણે કડક પગલાં લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, હવેથી જે પશુનું રજીસ્ટ્રેશન કે નોંધણી નહીં થયેલી હોય, તેવા પશુઓને સીધા તેમના ઘરેથી જ જપ્ત કરી લેવામાં આવશે અને કોઈપણ સંજોગોમાં તે પશુઓને છોડવામાં આવશે નહીં, તદઉપરાંત, ચોમાસાની વર્તમાન ઋતુને ધ્યાનમાં રાખીને શહેરીજનોની સુખાકારી અને ટ્રાફિક વ્યવસ્થા જાળવવા માટે જાહેર માર્ગો પર પશુઓને છૂટા ન મૂકવા પશુમાલિકોને તાકીદ કરવામાં આવે છે, મનપા દ્વારા સ્પષ્ટપણે જણાવાયું છે કે હવેથી કોઈએ પણ જાહેર રસ્તા પર ઘાસચારાનું વેચાણ કરવું નહીં તેમજ રસ્તા પર પશુઓને ઘાસચારો ખવડાવવો નહીં, પશુમાલિકો જો આ નિયમોનું પાલન નહીં કરે તો પાલિકા દ્વારા વધુ આક્રમક દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    ભાગો...ભાગો સાપ આવ્યો:બૂમાબૂમ થતા ભાજપના નેતાએ ઠેકડો માર્યો, ઈટાલિયાએ PM મોદીના ચાળા પાડ્યા, ગોપાલભાઈનું ચાર અક્ષરનું નવું નામ ટ્રેન્ડમાં
    Next Article
    રેલનગરની 4 સોસાયટીઓમાં અશાંતધારો લાગૂ કરો:રાજકોટમાં 350 હિન્દુ પરિવારોના વસવાટ સ્થળે અન્ય ધર્મના લોકો દ્વારા મકાનોની ખરીદીનો આક્ષેપ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment