Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રેલનગરની 4 સોસાયટીઓમાં અશાંતધારો લાગૂ કરો:રાજકોટમાં 350 હિન્દુ પરિવારોના વસવાટ સ્થળે અન્ય ધર્મના લોકો દ્વારા મકાનોની ખરીદીનો આક્ષેપ

    2 days ago

    રાજકોટના રેલનગરમાં આવેલી 4 સોસાયટીમાં અશાંત ધારો લાગૂ કરવાની માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદન આપવામાં આવ્યુ હતુ. જેમાં આક્ષેપ કરાયો હતો કે અહીં 350 જેટલા હિન્દુ પરિવારો રહે છે પરંતુ અહીં છેલ્લા કેટલાક સમયથી અન્ય ધર્મના લોકો દ્વારા સોસાયટીના રહીશોને મોટી રકમની લાલચ આપી મકાનો ખરીદવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેથી અહીં અશાંત ધારો લાગૂ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી. શહેરના રેલનગર વિસ્તારની ક્રિષ્ના પાર્ક સોસાયટીના રહીશો દ્વારા સોસાયટીમાં 'અશાંત ધારો' લાગુ કરવાની માંગ સાથે જિલ્લા કલેક્ટર ડો.ઓમપ્રકાશને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. રેલનગર મેઈન રોડ પર આવેલ ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં અંદાજે 100 જેટલા હિન્દુ પરિવારો રહે છે.તેની સાથે જોડાયેલી અન્ય ત્રણ સોસાયટીઓ હર્ષિલ પાર્ક, બિલીપત્ર અને લૉર્ડ ક્રિષ્ના સોસાયટીમાં પણ આશરે 250 હિન્દુ પરિવારો વસવાટ કરે છે અને તમામ મિલકતો પર હાલ હિન્દુ પરિવારોનો જ માલિકી હક્ક છે. રહીશોના જણાવ્યા મુજબ, કેટલાક અન્ય ધર્મના લોકો દ્વારા સોસાયટીના રહીશોને મોટી રકમની લાલચ આપી મકાન ખરીદવાના પ્રયાસો કરવામાં આવ્યા છે. છેલ્લા એક વર્ષમાં આવી પ્રવૃત્તિઓમાં વધારો થયો છે. જેના કારણે રહીશોમાં અસુરક્ષા અને ભયનો માહોલ સર્જાયો છે. સ્થાનિકોને આશંકા છે કે કોઈ સક્ષમ વ્યક્તિ કે સંગઠન આ વિસ્તારમાં વસવાટ વધારવા માટે સક્રિયપણે કામ કરી રહ્યું છે. કોઈ અનિચ્છનીય ઘટના બને તે પહેલાં જ કાયદેસરની કાર્યવાહી કરીને સમગ્ર ક્રિષ્ના પાર્ક સોસાયટીને 'અશાંત ધારા' હેઠળ આવરી લેવામાં માંગ સાથે રહીશોએ આજે કલેકટરને રજૂઆત કરી હતી અને તંત્ર કે અધિકારીઓ દ્વારા સ્થળ પર જાત નિરીક્ષણ કરવામાં આવે તેવી પણ માંગણી કરી હતી. કલેકટરની સાથે પોલીસ કમિશનર અને સ્થાનિક કોર્પોરેટરને પણ યોગ્ય કાર્યવાહી માટે માંગ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    માનપમાં પશુ નોંધણી કરવી ફરજિયાત:મહાનગરપાલિકા વિસ્તારમાં પશુ રાખવા માટે નોંધણી કરાવી લાયસન્સ મેળવવું ફરજિયાત, વગર લાયસન્સના પશુઓ હવે ઘરેથી જ જપ્ત કરાશે
    Next Article
    ગોધરામાં ભૂગર્ભ ગટરના ખોદકામ દરમિયાન માટી ઘસતાં એકનું મોત:ફાયર બ્રિગેડે બહાર કાઢ્યો છતાં દાહોદના યુવકનો જીવ ન બચ્યો, લાશ પીએમ માટે સિવિલ ખસેડાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment