Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબી:નદીના પટમાં ખડકાયેલા‎ દબાણો હટાવાતાં વિસ્થાપિતોમાં રોષ‎

    15 hours ago

    મોરબીમાં મચ્છુ-2 નદીના પટ્ટમાં ફરી એક વખત દબાણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં મહાનગરપાલિકાની દબાણ શાખાએ આશરે 42 જેટલા કાચા-પાકા મકાનો અને ઝૂંપડાઓનો સફાયો કરવામાં આવ્યો હતો. મોરબીમાં શનિવારે એકધારો ભારે વરસાદ વરસતાં મચ્છુ-2 ડેમમાંથી 80 હજાર ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવતા મચ્છુ નદીના પટમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી, નદીનો પટ પાણીથી તરબતર થઈ ગયો હતો પરંતુ ભારે વરસાદની આગાહીને પગલે જ તંત્રએ સલામતીના ભાગ રૂપે નદીના પટ્ટમાં ઝુંપડા કે કાચા મકાનોમાં રહેતા ગરીબ પરિવારો સલામત સ્થળે ખસેડ્યા હતા, પરંતુ વરસાદ રહી જતા આ ગરીબ પરિવારનો બીજો કોઈ આશિયાનો ન હોય તેમજ ભાડે મકાનમાં રહી શકે તેવી પણ આશ્રિક ક્ષમતા ન હોવાથી રોજીરોટી કે આશિયાનો મેળવવાની મજુબૂરીને કારણે ફરીથી ઘણા ગરીબ પરિવારો નદીના પટ્ટમાં રહેતા કેટલાક પરિવારો ફરી ઝુંપડા કે કાચા મકાનો ઊભા કરીને રહેવા લાગ્યા હતા. ત્યારે ફરી દબાણ હટાવવાની કાર્યવાહીથી તેમનો નાનો સરખો આશિયાનો છીનવાઈ જતા બેઘર થઈ ગયા હતા. આ વિસ્થાપિતોએ હૈયાવરાળ ઠાલવી હતી કે, નદીના પટમાં દબાણો દૂર કરો તો બધાના દબાણો દૂર થવા જોઈએ કાયદો બધા માટે એક સમાન છે પણ તંત્રએ મોટા પ્રમાણમાં પાકા બાંધકામો અને મજબૂત દબાણો સામે કોઈ કાર્યવાહી ન કરીને વ્હાલા અને દવલાની નીતિ અપનાવી હોવાનો આક્ષેપ કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    ગૂગલ મેપથી હોટેલ બુકિંગમાં ઠગાઈની નવી ગેંગ સક્રિય, ગાંધીનગરમાં FIR:સોમનાથના મહેશ્વરી અતિથિ ભવન સહિતની દેશની જાણીતી હોટેલની નકલી વેબસાઇટો બનાવી; જાણો સ્કેમર્સ કેવી રીતે ખેલ પાડતાં
    Next Article
    મસમોટા પાણી ભરેલા ખાડાએ લોકોની પરેશાની વધારી:મોરબીમાં એક પણ માર્ગ એવો ન‎ બચ્યો કે જેના પર ખાડા ન હોય!‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment