Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મસમોટા પાણી ભરેલા ખાડાએ લોકોની પરેશાની વધારી:મોરબીમાં એક પણ માર્ગ એવો ન‎ બચ્યો કે જેના પર ખાડા ન હોય!‎

    14 hours ago

    મોરબી શહેરમાં પડેલા વરસાદને પગલે રોડ રસ્તાની હાલત દયનીય બની ગઈ છે, ક્યાંક મસમોટા ખાડા પડી ગયા છે તો ક્યાંક રબડી રાજ જોવા મળી રહ્યું છે. આ ઉપરાંત વરસાદ પહેલાં જે વિસ્તારમાં કપચી અને મેટલ પાથરી હતી તે પણ ધોવાઇ અને ફેલાઇ જતા જીવલેણ ખાડાથી અકસ્માત વધ્યા છે. મોરબી મહાનગર પાલિકાએ તાજેતરમાં 13 વોર્ડના રોડ રીપેરીંગ પાછળ એક કરોડ જેટલી રકમ ખર્ચી છતાં સ્થિતિમાં સુધારો થયો નથી ત્યારે તંત્રનો આ ખર્ચ પણ શંકા ઉપજાવી રહ્યો છે. મોરબીમાં તાજેતરમાં પડેલા ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં રોડ ધોવાઇ ગયા છે.સૌથી ખરાબ હાલત મોરબી શહેર અને આસપાસ સ્ટેટ હાઈવેની થઈ ગઈ છે. રસ્તાની મરામત માટેનો એક કરોડનો ખર્ચ પાણીમાં મનપા એવો દાવો કરે છે કે શહેરના તમામ 13 વોર્ડમાં ચોમાસા પહેલાં એક કરોડના ખર્ચે રસ્તાની મરામત કરાઇ હતી પરંતુ વરસાદના એક મોટા રાઉન્ડ પછી એ સ્થિતિ છે કે એક પણ રોડ સાજો નથી. ગાંધીચોક પાસેના વિસ્તારમાં મનપા કચેરીના ગેટ પાસે જ અડધા થી પોણા ઇંચના ખાડા પડી ગયા છે તો ચિત્રકુટ સોસાયટીથી કંડલા બાયપાસને જોડતો રોડ પર ચાલવું પણ મુશ્કેલ થઈ ગયું છે. વિસી ફાટકથી ધોળેશ્વર સ્મશાન અને રોહિદાસ પરા વિસ્તારમાં મસમોટા ખાડામાં પાણી ભરાઇ રહેતાં કીચડ વધ્યો છે. સામા કાંઠા વિસ્તારમાં ભડિયાદ રોડ પર વરસાદ પહેલા પાથરેલી કપચી એટલી હદે ફેલાઈ ગઈ છે કે સારા રોડ કરતા ખાડા વધારે છે. નઝર બાગ ફાટક પાસેની સ્થિતિ એટલી તો ખરાબ છે કે દરરોજ કોઈને કોઈ વાહન ચાલક ત્યાં પટકાય છે. માળિયા વનાળિયા વિસ્તારથી ઉમિયાનગર તરફ જતો રોડ પર કાદવ કીચડ નું સામ્રાજ્ય છવાયું છે. હવે વરસાદે વિરામ લીધો છે ત્યારે તંત્ર વ્હેલી તકે રસ્તાના રીપેરીંગ ની કામગીરી હાથ ધરે તે જરૂરી છે. મોરબીના કંડલા બાયપાસ રોડ પર વાવડી ચોકડીથી શનાળા બ્રિજ સુધીનો રોડ ખખડધજ હાલતમાં ફેરવાઈ ગયો છે.
    Click here to Read More
    Previous Article
    મોરબી:નદીના પટમાં ખડકાયેલા‎ દબાણો હટાવાતાં વિસ્થાપિતોમાં રોષ‎
    Next Article
    Jharkhand के युवा पेपर लीक, JPSC धांधली से परेशान, कैमरे पर बताया दर्द, Hemant Soren से क्या बोले?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment