Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહિલા ડોક્ટર પર હુમલો કરનાર ડો. રામાણી સામે FIR:રાજકોટ સિવિલમાં જુનિયર તબીબોએ હડતાળ સમેટી, ડીન સહિતના અધિકારીઓની બેઠક

    1 day ago

    રાજકોટની સિવિલના ઇમરજન્સી વોર્ડમાં ફરજ બજાવતા મહિલા રેસિડન્ટ ડોક્ટર પર સિનિયર ડોક્ટર દ્વારા હુમલો કરી ગાળો ભાંડી ધમકી આપવાનો ગંભીર બનાવ 20 ઓગસ્ટે સામે આવ્યો છે. આ ઘટનાને પગલે રેસિડન્ટ તબીબોમાં ભારે રોષ વ્યાપી ગયો હતો અને વિરોધ પર ઉતર્યા હતા. જોકે, પ્રદ્યુમ્નનગર પોલીસ સ્ટેશનમાં આરોપી તબીબ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાતા જુનિયર તબીબોએ હડતાળ સમેટી પુનઃ ફરજ પર પરત ફર્યા છે. દર્દીને વેન્ટિલેટર પર રાખવા બાબતે વિવાદ ફરિયાદમાં 26 વર્ષીય ડો. ક્રિશા નિલેશકુમાર સિંગાળાએ જણાવ્યું કે, તેઓ કાલાવડ રોડની નાલંદા સોસાયટીમાં રહે છે અને સિવિલ હોસ્પિટલના મેડિસિન વિભાગમાં 6 માસથી રેસિડન્ટ ડોક્ટર તરીકે ફરજ બજાવે છે. 20 ઓગસ્ટની તેમની 24 કલાકની ઇમરજન્સી વોર્ડની શિફ્ટ દરમિયાન સાંજના 07:30થી 07:45 વાગ્યાના અરસામાં એક ગંભીર હાલતમાં વૃદ્ધ માજી સારવારમાં આવ્યા હતા. દર્દીની સ્થિતિ અત્યંત નાજુક હોવાથી અને તેમને વેન્ટિલેટરની જરૂરિયાત હોવાથી પોતે ઇમરજન્સી વોર્ડમાં ફરજ પરના ડો.અશ્વિન વિઠ્ઠલભાઈ રામાણીને રજૂઆત કરી હતી. ઘટનાથી લઈને બેઠક સુધીની તસવીરો 'અહીં તારા બાપનું રાજ નથી, હું તને જોઈ લઈશ' દર્દીને ઇમરજન્સી વોર્ડમાં રાખવા અંગેની રજૂઆત પર ડો.અશ્વિન રામાણીએ કોઈ ધ્યાન આપ્યું ન હતું અને દર્દીને જનરલ વોર્ડમાં શિફ્ટ કરવા જણાવ્યું હતું. જેને લઈને આ બાબતે પોતે ફરીથી રજૂઆત કરતા મામલો ઉગ્ર બન્યો હતો. દરમિયાન અચાનક ઉશ્કેરાઈ ગયેલા ડો. અશ્વિન રામાણીએ ઝઘડો કરી, બોલાચાલી કરીને લાફો મારી દીધો હતો. તેમજ ભૂંડી ગાળો આપી "અહીં તારા બાપનું રાજ નથી, હું તને જોઈ લઈશ" કહીને ધમકી આપી હતી. આ સમગ્ર ઘટના ઇમરજન્સી રૂમમાં લગાવેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ત્યારબાદ અન્ય સ્ટાફ અને સિક્યુરિટી સ્ટાફે વચમાં પડી મામલો થાળે પાડ્યો હતો. આ પણ વાંચો… રાજકોટ સિવિલમાં સિનિયરે જુનિયર મહિલા ડોક્ટરને ફડાકો ઝીંક્યો, VIDEO અગાઉ પણ કરી હતી લેખિત રજૂઆત 1 જુલાઈ, 2026ના રોજ પણ ફરિયાદીએ ડો. અશ્વિન રામાણી વિરુદ્ધ સિવિલ સુપ્રિટેન્ડેન્ટ મારફત RMOને લેખિત અરજી કરી હતી, પરંતુ કોઈ કાર્યવાહી ન થતાં આ બનાવ બન્યો છે. અંતે પરિવારજનો સાથે પોલીસ મથકે પહોંચેલી મહિલા તબીબની ફરિયાદના આધારે પ્રદ્યુમ્નનગર પોલીસે ડો. અશ્વિન રામાણી સામે ગુનો નોંધ્યો છે. સુરક્ષા અંગે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક પોલીસ ફરિયાદ નોંધાયા બાદ સ્થિતિ સામાન્ય થઈ છે. આ મામલે આજે (21 ઓગસ્ટ) સિવિલ હોસ્પિટલના RMO, મેડિકલ કોલેજ ડીન સહિત ઉચ્ચ અધિકારીઓ દ્વારા જુનિયર તબીબો સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજાશે, જેમાં હોસ્પિટલની વ્યવસ્થા અને તબીબોની સુરક્ષા અંગે ચર્ચા કરાશે.
    Click here to Read More
    Previous Article
    ચાલુ કામગીરી સમયે હાઈડ્રોલિક રોડ સ્વીપર મશીનમાં ભીષણ આગ:અક્ષરચોકથી અટલાદરા જતા બ્રિજ પર થોડીવાર માટે અફરાતફરીનો માહોલ સર્જાયો, ચાલક સહિત બે વ્યક્તિનો બચાવ
    Next Article
    "Medically Fit": Imran Khan Taken Back To Jail After Check-Up At Hospital

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment