Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરામાં બે સ્થળે મગર દેખાતા લોકોમાં ભયનો માહોલ:જામ્બુવા બ્રિજ પર મહાકાય મગર રોડ પર આવી ચડ્યો, વડસર વિસ્તારમાં મગરના બચ્ચાનું રેસ્ક્યુ

    3 days ago

    વડોદરામાં વરસાદી માહોલ વચ્ચે મગરો નદીઓમાંથી બહાર આવી રહ્યા છે, ત્યારે બે અલગ-અલગ વિસ્તારોમાં મગર દેખાવાની ઘટનાઓ સામે આવી છે. જામ્બુવા ગામ તરફ જતા બ્રિજ પર મહાકાય મગર રોડ પર આવી જતા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા, જ્યારે વડસર નજીક કાંસા રેસીડેન્સી વિસ્તારમાં પહોંચેલા મગરના બચ્ચાનું સંસ્થા સ્વયંસેવકો દ્વારા સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને વન વિભાગને સોંપવામાં આવ્યું હતું. સવારે મહાકાય મગર રોડ પર આવી ચડ્યો વડોદરાના જામ્બુવા ગામ તરફ જતા બ્રિજ પર આજે સવારે મહાકાય મગર રોડ પર આવી જતાં આસપાસના વિસ્તારમાં ભારે દોડધામ મચી ગઈ હતી. ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો સ્થળ પર એકત્ર થઈ ગયા હતા, જ્યારે રોડ પરથી પસાર થતા વાહનચાલકોમાં પણ ભયનો માહોલ સર્જાયો હતો. જોકે થોડા સમય બાદ મગર જામ્બુવા નદીમાં જતો રહ્યો હતો, જેના કારણે લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. મગરના બચ્ચાનું સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરાયું બીજી તરફ, ગત મોડી રાત્રે આશરે 1 વાગ્યાના સમયે વડસર પાસે આવેલી કાંસા રેસીડેન્સી નજીક અંદાજે 4થી 5 ફૂટ લાંબું મગરનું બચ્ચું દેખાયું હતું. ઘટનાની જાણ શ્રી સાંઈ દ્વારકા માઈ ચેરીટેબલ ટ્રસ્ટના જયેશભાઈને કરવામાં આવી હતી. માહિતી મળતા તેઓ પોતાની ટીમ સાથે તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા અને મગરના બચ્ચાનું સુરક્ષિત રીતે રેસ્ક્યુ કર્યું હતું. ત્યારબાદ ઘટનાની જાણ વન વિભાગના આરએફઓને કરવામાં આવી હતી અને રેસ્ક્યુ કરાયેલા મગરના બચ્ચાને વન વિભાગને સુરક્ષિત રીતે સોંપવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. વિશ્વામિત્રી નદીમાં 420થી વધુ મગરો ઉલ્લેખનીય છે કે, વર્ષ 1960માં વિશ્વામિત્રી નદીમાં 50 મગરો હતા. જોકે, આજે વિશ્વામિત્રી નદીમાં 420થી વધુ મગરો છે. વડોદરા જિલ્લામાં વિશ્વામિત્રી નદી ઉપરાંત પણ દેવ, ઢાઢર, નર્મદા નદી અને વિવિધ તળાવોમાં મળીને કુલ 1 હજાર કરતાં વધુ મગરો છે. મગર ક્યારે હુમલો કરી શકે? મગર શેડયૂલ-1નું સંરક્ષિત પ્રાણી છે. નદી કે તળાવ તેના કુદરતી આવાસ છે. મગર જ્યારે પાણીમાં ઊતરે છે ત્યારે એ એની આંખ પર ગ્લેન્સ નાખે છે. તેથી એની વિઝિબિલિટી 60થી 70 ટકા ઘટી જાય છે. મગર પાણીમાં ઊઠતા તરંગોના આધારે શિકાર નક્કી કરે છે. જ્યારે કોઇ નદીમાં કપડાં કે વાસણ ધોવે અથવા છબછબિયા કરે ત્યારે મગરને લાગે છે કે કિનારે તેનો કોઇ શિકાર પાણી પીવા આવ્યો છે. આ સંજોગોમાં મગર તેના પર હુમલો કરે છે. મગરના હુમલામાં કોઇ વ્યક્તિનું મોત થાય તો તેને સરકાર તરફથી 4 લાખ રૂપિયા વળતર ચૂકવવામાં આવે છે.
    Click here to Read More
    Previous Article
    સંસદ પરિસરમાં વિપક્ષનો વિરોધ, નારેબાજી કરી:ગઈકાલે રામ મંદિર ચડાવો ચોરી પર હંગામો થયો; સરકારના 8માંથી 3 બિલ બંને ગૃહમાં પાસ
    Next Article
    શિસ્તબદ્ધ ભાજપના બે નેતાની MLAની હાજરીમાં મારામારી:સુરતમાં કાંતિ બલરની ઓફિસમાં ટીપી કમિટીના ચેરમેન ખુરશી લઈ મારવા દોડ્યા, મહિલા કોર્પોરેટર અને તેમના પતિને ફેક્ચર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment