Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શિસ્તબદ્ધ ભાજપના બે નેતાની MLAની હાજરીમાં મારામારી:સુરતમાં કાંતિ બલરની ઓફિસમાં ટીપી કમિટીના ચેરમેન ખુરશી લઈ મારવા દોડ્યા, મહિલા કોર્પોરેટર અને તેમના પતિને ફેક્ચર

    3 days ago

    સુરતમાં ભારતીય જનતા પાર્ટીનો આંતરિક વિવાદ હવે હિંસક વળાંક લઈ ચૂક્યો છે. ઉત્તર સુરતના ધારાસભ્ય કાંતિ બલરની ઓફિસમાં જ ભાજપના બે કદાવર નેતાઓ વચ્ચે બોલાચાલી બાદ થયેલી હિંસક ઝપાઝપીમાં મહિલા કોર્પોરેટરના પતિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. ટીપી કમિટીના ચેરમેન મહેન્દ્ર દેસાઈ અને મહિલા કોર્પોરેટર જયશ્રીબેન વોરાના પતિ મનહર વોરા વચ્ચેની આ મારામારીમાં મનહર વોરાને હાથ અને આંગળીના ભાગે ફેક્ચર થતાં સમગ્ર રાજકીય વર્તુળોમાં અરેરાટી વ્યાપી ગઈ છે. સોસાયટીના પ્રશ્નોની બેઠક લોહિયાળ બની વોર્ડ નંબર 5 (ફૂલપાડા-અશ્વિનીકુમાર) માં આવેલી ભાતની વાડી સોસાયટીના પડતર પ્રશ્નો અને ડિમોલિશન સંબંધિત રજૂઆતો અંગે ચર્ચા કરવા ધારાસભ્ય કાંતિ બલરે બેઠક બોલાવી હતી. આ બેઠકમાં સ્થાનિક આગેવાનો અને વોર્ડના કોર્પોરેટરો હાજર હતા. સ્થાનિક આગેવાનો પોતાની રજૂઆત કરીને નીકળ્યા બાદ, અંદરોઅંદરની વર્ચસ્વની લડાઈ બહાર આવી હતી અને જોતજોતામાં બેઠકનો માહોલ ગરમ થઈ ગયો હતો. આક્ષેપોથી વાત વણસી ને મારામારી સુધી પહોંચી બેઠક દરમિયાન મહિલા કોર્પોરેટર જયશ્રીબેન વોરાના પતિ મનહર વોરાએ ટીપી કમિટીના ચેરમેન મહેન્દ્ર દેસાઈ પર પક્ષપાત અને સંકલન ન રાખવાના આક્ષેપો કર્યા હતા. ઉશ્કેરાયેલા મહેન્દ્ર દેસાઈ અને મનહર વોરા વચ્ચે સામસામે બોલાચાલી થતાં વાત છૂટા હાથની મારામારી સુધી પહોંચી ગઈ હતી. હાજર લોકો કઈ સમજે તે પહેલાં જ ઝપાઝપીમાં મનહર વોરાને હાથ તથા આંગળીના ભાગે ફેક્ચર થઈ ગયું હતું. ધારાસભ્યની હાજરીમાં જ મારામારી ધારાસભ્યના કાર્યાલયમાં મારામારી થતાં હાજર કોર્પોરેટરો અને ધારાસભ્યએ મધ્યસ્થતા કરીને બંનેને માંડ છૂટા પાડ્યા હતા. હાથ અને આંગળીમાં ફેક્ચર થવાને કારણે મનહર વોરાને તાત્કાલિક સારવાર માટે ખસેડાયા હતા. પ્રદેશ નેતાગીરી સુધી પહોંચ્યો વિવાદ પક્ષના જ બે જૂથો વચ્ચે ધારાસભ્યની ઓફિસમાં થયેલી મારામારી અને નેતાના પતિને પહોંચેલી શારીરિક ઈજાઓના સમાચાર વાયુવેગે સુરતથી ગાંધીનગર સુધી પહોંચી ગયા છે. રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે ડિમોલિશન અને ટીપી વિભાગના નિર્ણયોને લઈને ચાલતી આંતરિક ખેંચતાણમાં હવે નેતાઓ એકબીજાના હાડકાં ભાંગવા સુધી પહોંચી ગયા છે. આ બનાવ સંદર્ભે પ્રદેશ હાઇકમાન્ડ દ્વારા કડક શિસ્તભંગના પગલાં લેવાય છે કે નહીં તેના પર સૌની નજર ટકેલી છે. ડિમોલિશન વિવાદ અને ટીપી ચેરમેન સામે ગંભીર આક્ષેપ મનહર વોરાએ જણાવ્યું હતું કે, ધારાસભ્ય કાંતિ બલરની ઓફિસમાં સોસાયટીના પ્રશ્નો અંગે બેઠક પૂર્ણ થયા બાદ તેમને અંદર બોલાવાયા હતા. આ દરમિયાન ટીપી ચેરમેન મહેન્દ્ર દેસાઈ દ્વારા કતારગામ અને વરાછા ઝોનમાં સૌરાષ્ટ્રવાસીઓ તથા પાટીદારોના ઉદ્યોગોને ટાર્ગેટ બનાવીને ડિમોલિશન કરાવવા અંગે રજૂઆત થઈ હતી. કાર્યકર્તાઓ અને સ્થાનિકોએ ચૂંટણી વખતે પક્ષ માટે કરેલી મહેનત યાદ અપાવવા છતાં મહેન્દ્ર દેસાઈએ ‘હું થૂંકેલું પાછું નહીં લઉં’ તેમ કહીને રજૂઆત ફગાવી દીધી હતી. જો ઈન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં જ વેપારીઓ ધંધો ન કરી શકે તો તેઓ ક્યાં જશે તેવા સવાલો પણ તેમણે ઉઠાવ્યા હતા. ધારાસભ્યએ વિનંતી કરતા પોલીસ ફરિયાદ કરી નહીં ઘટના બાદ મનહરભાઈએ 100 નંબર પર કોલ કરીને બે વાર પોલીસ ફરિયાદ કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ધારાસભ્ય કાંતિ બલરે પોતાની ઓફિસ અને કાર્યાલય બદનામ ન થાય તેવું કહીને આ બાબતને દબાવવાનો પ્રયાસ કર્યો હતો. ધારાસભ્યની વિનંતી અને તેમના માન-સન્માનને ખાતર મનહરભાઈએ તે સમયે પોલીસ ફરિયાદ અટકાવી દીધી હતી. ધારાસભ્યએ મહેન્દ્ર દેસાઈને ઠપકો આપવાના બદલે પોતાને જ ઠપકો આપ્યો હોવાનો દુઃખદ અનુભવ પણ તેમણે વ્યક્ત કર્યો હતો. પ્રદેશના નેતાઓને ઈ-મેઇલથી કરી ફરિયાદ ઘરે આવ્યા બાદ પ્રદેશના ઉચ્ચ નેતાઓ સાથે વાતચીત થતાં તેમણે સંગઠન સ્તરે લેખિત રજૂઆત કરવાની સલાહ આપી હતી. ત્યારબાદ મનહરભાઈએ તેમના ધર્મપત્ની અને કોર્પોરેટર જયશ્રીબેન વોરાના ઓફિશિયલ લેટરપેડ પર પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ પંચાલ, પ્રદેશ મહામંત્રી પ્રશાંતભાઈ કોરાટ, રત્નાકરજી તથા અન્ય શહેર નેતાઓને ઈમેલ કરીને સમગ્ર ઘટના અને આક્ષેપો અંગે વિસ્તૃત રજૂઆત મોકલી આપી છે અને આ મામલે યોગ્ય કાર્યવાહીની માગ કરી છે. ધારાસભ્યની ઓફિસમાં ખુરશી લઈ મારવા દોડ્યા કોર્પોરેટર જયશ્રીબેન વોરાએ રડતા રડતા જણાવ્યું હતું કે, ધારાસભ્ય કાંતિભાઈ બલરની ઓફિસમાં ટીપી કમિટીના ચેરમેન મહેન્દ્ર દેસાઈએ તેમની પર અને તેમના પતિ પર અચાનક હુમલો કરી દીધો હતો. વાતચીત ચાલી રહી હતી ત્યારે જ મહેન્દ્ર દેસાઈ ઉશ્કેરાઈને સીધી ખુરશી ઉપાડીને મારવા દોડ્યા હતા. આ હિંસક ઝપાઝપીમાં તેમને અને તેમના પતિ બંનેને ઈજાઓ પહોંચી હતી, જેમાં આંગળી અને અંગૂઠાના ભાગે ફેક્ચર થઈ ગયું હતું. હુમલા બાદ તેઓ તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ પહોંચ્યા હતા. પતિને માથામાં ગંભીર ઈજા હજુ તો હોદ્દો સંભાળ્યાને માંડ ત્રણ મહિના થયા છે અને પાંચ વર્ષનો કાર્યકાળ બાકી છે, ત્યારે પોતાની જ પક્ષના નેતા દ્વારા આવું વર્તન કરાતાં જયશ્રીબેન અત્યંત ભાવુક થઈ ગયા હતા. તેમણે રડતાં રડતાં ઉમેર્યું હતું કે, જો હુમલા દરમિયાન તેમના પતિને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હોત તો ભારે અનર્થ થઈ જાત. હજુ સુધી આ બાબત દબાવવાનો પ્રયાસ થતો હતો પણ ઈજા ગંભીર હોવાથી તેમણે અવાજ ઉઠાવવો પડ્યો છે. આ અન્યાય સામે તેમને ન્યાય મળવો જ જોઈએ તે માટે તેમણે ઉપર પ્રદેશ કક્ષાએ પણ રજૂઆત અને ફરિયાદો કરી દીધી છે. મેં કોઈને માર્યા નથી: મહેન્દ્ર દેસાઈ ધારાસભ્યની કાર્યાલયમાં થયેલી મારામારી અને હુમલાના ગંભીર આક્ષેપો અંગે ટીપી કમિટીના ચેરમેન મહેન્દ્ર દેસાઈએ દિવ્ય ભાસ્કર સાથે ટેલિફોનિક વાતચીત કરતાં પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. તેમણે તમામ આક્ષેપોને નકારતાં સ્પષ્ટતા કરી હતી કે, મેં કોઈને પણ માર માર્યો નથી. ઘરના ભાઈ-બહેન વચ્ચે જે રીતે સામાન્ય બોલાચાલી અને ઝઘડો થાય, બસ તે જ રીતે અમારી વચ્ચે પણ સામાન્ય વિવાદ થયો હતો. મારામારી કે શારીરિક હુમલો કરવાનો આક્ષેપ તદ્દન પાયાવિહોણો છે અને તેમણે કોઈની પણ સાથે હિંસક વર્તન કર્યું નથી.
    Click here to Read More
    Previous Article
    વડોદરામાં બે સ્થળે મગર દેખાતા લોકોમાં ભયનો માહોલ:જામ્બુવા બ્રિજ પર મહાકાય મગર રોડ પર આવી ચડ્યો, વડસર વિસ્તારમાં મગરના બચ્ચાનું રેસ્ક્યુ
    Next Article
    ગોધરામાં ફ્લાય ઓવર:30 ફૂટની ઊંચાઇ પર કોઇ પણ સુરક્ષા વગર કામ કરતા શ્રમિકો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment