Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કરવા ચોથ પર લેબમાં બનાવેલા હીરાની માગ:અસલી હીરા જેવી ચમક, કિંમત 70% ઓછી; ખરીદતા પહેલાં જાણો ટેક્સ સંબંધિત નિયમો

    3 days ago

    કાલે કરવા ચોથ છે અને બજારોમાં દાગીનાની જોરદાર ખરીદી થઈ રહી છે. આ વખતે ખાણમાંથી નીકળતા અસલી હીરાની સરખામણીએ લેબ-ગ્રોન ડાયમંડ એટલે કે લેબોરેટરીમાં તૈયાર કરાયેલા હીરાની માગ ઘણી વધારે છે. લેબમાં બનાવવામાં આવેલા હીરા અસલી હીરા કરતાં લગભગ 70% સુધી સસ્તા મળે છે. ખાસ વાત એ છે કે તેમની ચમક, મજબૂતી અને બનાવટમાં જરાય પણ ફરક હોતો નથી. જો તમે પણ આ કરવા ચોથ પર લેબમાં બનાવાયેલા ડાયમંડની જ્વેલરી ખરીદવાનું વિચારી રહ્યા હો, તો ટેક્સ, GST, મેકિંગ ચાર્જ અને પુનર્વેચાણ સાથે જોડાયેલા નિયમો પહેલા ચોક્કસ સમજી લો. 1. લેબ-ગ્રોન ડાયમંડ શું હોય છે, શું તે અસલી હીરા છે? ઓકેરાની સહ-સ્થાપક અને CEO લિસા મુખેડકરના જણાવ્યા અનુસાર, લેબમાં બનાવેલા હીરા 100% અસલી હોય છે. ચમક, મજબૂતી અને બનાવટમાં તેઓ ખાણમાંથી મળતા હીરા જેવા જ હોય છે. 2. લેબમાં બનાવેલા હીરાની જ્વેલરી પર કેટલો GST લાગે છે? ફાઇનાન્શિયલ એજ્યુકેટર અને સી.એ. સાક્ષી જૈનના જણાવ્યા મુજબ, લેબમાં તૈયાર કરવામાં આવેલા હીરા પર પણ સામાન્ય હીરા અને સોનાની જેમ જ ટેક્સના દર લાગુ પડે છે. 3. ખરીદી કરતી વખતે સર્ટિફિકેટ અને હોલમાર્કની તપાસ કેવી રીતે કરવી? ખરીદી કરતી વખતે હીરા અને સોના બંનેના ઘટકોને અલગ-અલગ તપાસવા જોઈએ: 4. મેકિંગ ચાર્જ કેટલો છે અને બિલ બનાવડાવતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું? જ્વેલરીની બનાવટનો કોઈ એક નક્કી દર હોતો નથી. તે આ બાબત પર આધાર રાખે છે કે ડિઝાઇન કેટલી બારીક છે, આભૂષણ હાથથી બનાવેલું છે કે મશીનથી, અને તમે તેને કોઈ બ્રાન્ડેડ શોરૂમમાંથી ખરીદી રહ્યા છો કે સ્થાનિક સોનાર પાસેથી. 5. લેબમાં બનાવેલા હીરા વેચવા પર કેટલા પૈસા પાછા મળશે? લેબમાં બનાવેલા હીરા ખૂબ ઝડપથી અને મોટા પ્રમાણમાં તૈયાર થઈ રહ્યા છે, તેથી જૂનો હીરો વેચવા પર કુદરતી (ખાણમાંથી મળતા) હીરાની સરખામણીએ ઓછા પૈસા પાછા મળે છે: 6. વેચવા પર કેપિટલ ગેઇન્સ ટેક્સ કેટલો લાગશે? 2024ના બજેટ પછી લેબમાં બનાવેલા અને ખાણમાંથી કાઢેલા- બંને પ્રકારના હીરા પર સમાન કેપિટલ ગેઇન્સ ટેક્સ લાગે છે. ટેક્સ તમે હીરો કેટલા સમય સુધી રાખીને વેચ્યો તેના પર નિર્ભર કરે છે:
    Click here to Read More
    Previous Article
    105 વર્ષીય કેસરબેનની અંતિમ ઇચ્છા મુજબ અંતિમ વિદાય:મોરબીના મહેન્દ્રનગરમાં પરિવારજનોએ વાજતે-ગાજતે કાઢી અંતિમયાત્રા
    Next Article
    ઘરે-ઘરેથી કચરો એકત્ર કરવાના કામમાં લાલીયાવાડી:મનપા દ્વારા ટીપરવાનની અનિયમિતતાને લઈ એજન્સીઓનું 3 માસનું 33 કરોડનું બિલ અટકાવાયું, ફરિયાદો મળતા પદાધિકારીઓ એક્શન મોડમાં

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment