Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લાલપુરના ઝાંખર ગામે ઊંટ સરા રોગ શિબિર:105 ઊંટોનું પરીક્ષણ કરી સારવાર અપાઈ, ઊંટપાલકોને યોગ્ય સંભાળ, રોગચાળાથી બચવાનું માર્ગદર્શન અપાયું

    14 hours ago

    લાલપુરના પશુચિકિત્સા દવાખાના દ્વારા ઝાંખર ગામે ઊંટોમાં થતા સરા રોગના નિવારણ અને સારવાર માટે એક શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં ગામના બે ઊંટપાલકોના કુલ 105 ઊંટોનું આરોગ્ય પરીક્ષણ કરીને જરૂરી સારવાર પૂરી પાડવામાં આવી હતી. શિબિર દરમિયાન, પશુચિકિત્સકો દ્વારા ઊંટોમાં જોવા મળતા ગંભીર ટ્રિપેનોસોમિયાસિસ (સરા) રોગ સામે પ્રતિબંધાત્મક સારવાર આપવામાં આવી હતી. આ ઉપરાંત, ત્વચાના સોજાના રોગો અને અન્ય શારીરિક તકલીફોથી પીડાતા ઊંટોની પણ સારવાર કરીને તેમને જરૂરી દવાઓનું વિતરણ કરાયું હતું. આ પ્રસંગે, ઊંટપાલકોને ઊંટોની યોગ્ય સંભાળ, રોગચાળાથી બચવા માટેની સાવચેતીઓ અને પશુ આરોગ્ય અંગે વિસ્તૃત પશુચિકિત્સકીય માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવ્યું હતું. સ્થાનિક ઊંટપાલકોએ પોતાના ગામમાં જ ગુણવત્તાસભર પશુચિકિત્સા સેવાઓ ઉપલબ્ધ થતા સંતોષ વ્યક્ત કર્યો હતો. પશુચિકિત્સા વિભાગના આ પ્રયાસથી ઊંટોમાં સરા સહિતના વિવિધ રોગોના નિયંત્રણમાં મદદ મળશે અને પશુપાલકોમાં પશુ આરોગ્ય પ્રત્યે જાગૃતિ વધશે તેવી અપેક્ષા છે.
    Click here to Read More
    Previous Article
    ગોધરામાં રેલવે સ્ટેશન-સાતપુલ માર્ગના ભૂવાઓનું સમારકામ પૂર્ણ:સ્થાનિકોની રજૂઆતો બાદ નગરપાલિકાની કાર્યવાહી
    Next Article
    75-Year-Old Ahmedabad Restaurant Where People Dine Next To 26 Graves

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment